માંડવીમાં નાગલપર રોડ પર સુંદરવન સોસાયટીમાં તસ્કરોએ એક બંધ ઘરને નિશાન બનાવ્યો હતો અને દરવાજાનું તાળુ તોડી રોકડ અને દાગીના સહીત કુલ રૂપિયા 2.26 લાખનો મુદ્દામાલ ઉઠાવી ગયા હોવાની ઘટના સામે આવી છે. રહેણાક વિસ્તારમાં ચોરી થતા સ્થાનિકે રહેવાસીઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. પોલીસ દ્વારા તાકીદના ધોરણે આરોપીને ઝડપી લેવામાં આવે તેવી માંગ ઉઠી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી દિનેશભાઈ હીરજીભાઈ વોરાએ માંડવી પોલીસ મથકે અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ગુનો નોધાવતા જણાવ્યું કે ગત 23 જુલાઈના પોતાના ઘરને તાળો લગાવી કામ અર્થે મુંબઈ ગયા હતા અને તેમની પત્ની ગુંદાલા જવા માટે નીકળ્યા હતા. દરમિયાન શુક્રવારે તેમના વેવાણે ફોન કરી ઘરનો દરવાજો તૂટેલો હોવાનું અને ઘરમાં ચોરી થઇ હોવાનું કહ્યું હતું.જેથી ફરિયાદી તરત જ મુંબઈથી પોતાના ઘરે આવવા નીકળ્યા હતા.ઘરે આવ્યા બાદ તપાસ કરતા બેડરૂમમાં રાખેલ તિજોરીમાંથી રોકડ રૂપિયા 22,400 અને રૂપિયા 80 હજારની કિંમતના ચાંદીના દાગીના તેમજ રૂપિયા 1.20 લાખની કિંમતના સોનાના દાગીના મળી કુલ રૂપિયા 2.26 લાખની મત્તા ચોરી થઇ હોવાનું સામે આવ્યું હતું.સમગ્ર મામલે માંડવી પોલીસે ગુનો દાખલ કરી ટેકનિકલ સર્વેલન્સ સહિતની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
http://dlvr.it/TB8rqk
http://dlvr.it/TB8rqk
Comments
Post a Comment