વરસાદે ખેડૂતોને રાતાપાણીએ રોવડાવ્યા:ગણદેવી તાલુકાના 5 થી ગામોમાં ભારે વરસાદથી કેરી, ચીકુ અને નારિયેલીના ઝાડ ધરાશાયી થતા ખેડૂતોએ વર્ષે લાખોની આવક ગુમાવી, ધારાસભ્ય મુલાકાતે પહોંચ્યા
ગઈકાલે ફૂકાયેલા ભારે ચક્રવાતના કારણે કછોલી અંચેલી,ઇચ્છાપુર સોનવાડી સહિતના ગામોમાં પારાવાર નુકસાન થયું છે. એકલા કછોલી ગામની વાત કરવામાં આવેતો 300 થી 400 જેટલા પરિપક્વ 50 વર્ષ જુના ઝાડ ધરાસાઈ થયા છે. અંદાજે કરોડ રૂપિયાનું નુકસાન થયું છે' આ શબ્દો છે કછોલી ગામના ખેડૂત નિલેશ નાયકના વરસાદથી થયેલી તારાજી અંગે પોતાની વ્યથા વર્ણવી રહ્યા છે. બીજા ખેડૂત મુકેશ દેસાઈ જણાવે છે કે મારા 100 ઝાડમાંથી આશરે 60 થી 65 ઝાડ તૂટી પડ્યા છે.100 ટકા માંથી મારી 80 ટકા જેટલી આવક મેં આ ભારે વરસાદને કારણે ગુમાવી છે મને આશરે 10 વર્ષ માટે આર્થિક ફટકો પડ્યો છે. સરકાર યોગ્ય રીતે સર્વે કરાવીને ખેડૂતોને વળતર આપે તેવી અમારા ગામના સૌ ખેડૂતોની માંગ છે. નવસારીમાં છેલ્લા ચાર દિવસથી દેમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાવવા સાથે ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ થયો હતો પરંતુ અન્ય ખેડૂતો માટે આ વરસાદ અભિશાપ રૂપ બન્યો છે. બાગાયતી પાકના નંદનવન ગણાતા નવસારી જિલ્લામાં આવેલા ગણદેવી તાલુકાના 5 થી વધુ ગામોમાં ભારે વરસાદના કારણે કેરી, ચીકુ, નારિયેળી અને લીંબુ સહિતના ઝાડ ધરાસાઈ થતાં ખેડૂતોએ વાર્ષિક લાખ્ખોની કમાણી ગુમાવી છે. ચોમાસુ એ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થતું હોય છે પરંતુ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ખેડૂતો માટે અભિશાપ રૂપ સાબિત થયું છે. વરસાદ સમયે ફુકાયેલા ચક્રવાત ના કારણે 1000 થી વધુ આંબા, ચીકુના ઝાડો ધરાશાહી થયાની સ્થિતિ નિર્માણ થઈ છે જેને લઇને ખેડૂતોએ મોટું નુકસાન સહન કરવું પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે. નુકસાન અંગેનો તાગ મેળવવા માટે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી કેરી અને ચીકુ માટે વખણાતો નવસારી જિલ્લાનો ગણદેવી તાલુકાના ચીકુ સમગ્ર ઉત્તર ભારતમાં નિકાસ કરવામાં આવે છે જેના કારણે ખેડૂતોને મોટાપાયે આવક ઊભી રહેતી હોય છે. ગણદેવી તાલુકાના હજારો હેક્ટરમાં બાગાયતી પાકો આવેલા છે પરંતુ હાલ ચોમાસા દરમિયાન એક નાનું ચક્રવાત ફૂકાયું હતું જેના કારણે કેરી અને ચીકુના 1000થી વધુ ઝાડ પડી જવાની સ્થિતિ નિર્માણ થઈ છે. એક આંબા અને કેરીનું ઝાડ અંદાજે 10000 થી વધુની આવક ખેડૂતોને રળી આપે છે અને એ સહકારી ધોરણે વેચાણ કરવાના કારણે ખેડૂતોને સારા એવા ભાવ મળે છે. પરંતુ વાવાઝોડાના કારણે જે સ્થિતિ નિર્માણ થઈ છે. એના પગલે ખેડૂતો એ મોટાપાયે નુકસાન સહન કરવાનો વારો આવી શકે તેમ છે. કરોડો રૂપિયાનું નુકસાન ગણી શકાય નુકસાનની ભરપાઈ તંત્ર કરી આપે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.. ખેડૂતે જગતનો તાત છે, વિવિધ ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓનો સામનો કરી ખેતીમાં નુકસાની સહન કરવા મજબૂર બન્યો છે ત્યારે ગણદેવી તાલુકાના 17 જેટલા ગામોમાં ચક્રવાત ફુકાયું હતું જેના કારણે કરોડો રૂપિયાનું નુકસાન ખેડૂતોને થયું છે. કેરી અને ચીકુ નો પાક પરિપક્વ થતા 15 વર્ષ જેટલું લાંબો સમયગાળો લાગે છે એક ઝાડ પડી જવાના કારણે ખેડૂતોએ 15 વર્ષ સુધી કરેલી મહેનત અને આવક ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે ખેડૂતો તંત્ર પાસે આપણે ક્યાં રાખી રહ્યા છે અને નુકસાની ભરપાઈ કરી આપે અને વળતર આપે તેવી માંગ કરી રહ્યા છે.... નાયબ બાગાયત નિયામક દીનેશ પડાલિયા જણાવે છે કે ગઈકાલે મેં ગણદેવી તાલુકાના પાંચ થી છ ગામોમાં નુકસાનને લઈને બાગાયત અધિકારીઓ સાથે સર્વે કરાવ્યો હતો જેમાં 700 થી 800 જેટલા ઝાડ પડવાથી નુકસાન થયું હોવાનું સર્વેમાં સામે આવ્યું છે. જિલ્લા વિકાસ અધિકારીને આ મામલે રિપોર્ટ કરીને સરકારને વળતર માટે રિપોર્ટ પણ થશે કરવામાં આવશે. સૌથી વધુ નુકસાન કછોલી ઈચ્છાપુર, સોનવાડી અમલસાડ સહિતના ગામોમાં નુકસાન નોંધાવવામાં આવ્યું છે.
http://dlvr.it/T95PDh
http://dlvr.it/T95PDh
Comments
Post a Comment