પ્રજાના પ્રશ્નોના ઉકેલવા અધિકારી અને પદાધિકારીએ હાજર:મોરબી શહેરના પ્રશ્નો ઉકેલવા હવે કલેક્ટર, ધારાસભ્ય, વહીવટદાર અને ચીફ ઓફિસર પાલિકામાં નિશ્ચિત સમયે હાજર રહેશે
મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાંથી લગભગ દરરોજની એક ફરિયાદ સાથે લોકોના ટોળાં પાલિકામાં આવે છે. ત્યારે લોકોના પ્રશ્નો તાત્કાલિક ઉકેલાય તેના માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબી પાલિકાને લગતી ફરિયાદો અને પ્રશ્નો સાંભળવા માટે અને પ્રશ્નોના નિકાલ કરવા કલેક્ટર, ધારાસભ્ય, વહીવટદાર અને ચીફ ઓફિસર કયારે હાજર હશે. તેની માહિતી પાલિકા દ્વારા જાહેર કરવામાં આવી છે. મોરબી પાલિકાને સુપરસીડ કરવામાં આવી તેને લગભગ 15 મહિનાથી પણ વધુ સમય થઈ ગયેલ છે અને હાલમાં વહીવટદાર અને ચીફ ઓફિસર થકી પાલિકાના રૂટિન કામનું ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે. ત્યારે રોજે કોઈને કોઈ વિસ્તારમાંથી ફરિયાદ આવે છે. જેથી કરીને લોકોના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવે તેના માટે પાલિકામાં કયા અધિકારી અને પદાધિકારીએ કયારે હાજર રહેશે તેનું સમય પત્રક જાહેર કરવામાં આવ્યું છે. હવેથી દર મંગળવારે સવારે 10:30 થી 12:30 ચીફ ઓફિસર તથા મોરબી જિલ્લાના કલેકટર મોરબી પાલિકા કચેરી ખાતે હાજર રહેશે. દર બુધવારે સવારે 10:30 થી 12:30 વહીવટદાર પાલિકા કચેરીમાં હાજર રહેશે. દર શુક્રવારે બપોરે 04:00થી 06:00 ચીફ ઓફિસર તથા મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા હાજર રહેશે. અને દર મહિનાના પ્રથમ તથા ત્રીજા શનિવારે બપોરે 04:00થી 06:00 ચીફ ઓફિસર હાજર રહેશે. જો કે, અધિકારી અને પદાધિકારી હાજર રહ્યા પછી લોકોના વર્ષો જૂના પ્રશ્નો ઉકેલાશે કે નહીં તે સૌથી મોટો સવાલ છે.
http://dlvr.it/TB2VS2
http://dlvr.it/TB2VS2
Comments
Post a Comment