બોર્ડર રેન્જના આઇજી ચિરાગ કોરડીયાને બાતમી મળી હતી કે ભરત મોમજીભાઇ ચૌધરી હાલે દુબઇથી પાટણમાં આવ્યો છે અને સટ્ટો રમાડવા માટેની મહાદેવ ગ્રુપનો ભાગીદાર છે તેના ફોનમાં સટ્ટો રમવાની ઘણી આઇડી હોવાની હકીકત આધારે પોલીસે પાટણમાં તેને ઝડપી મોબાઇલ ચેક કરતા વ્હોટસએપમાં વાર્ષિક ટર્નઓવરના હિસાબો મળ્યા હતા. પૂછપરછમાં હાલે દુબઇ રહેતા સૌરભ ચંદ્રાકર,અતુલ અગ્રવાલ, દિલીપકુમાર માધવલાલ પ્રજાપતિ, રવિકુમાર સિંઘ અને રોનકકુમાર રમેશભાઇ પ્રજાપતિના નામ ખુલ્યા હતા. જેઓ આરોપીના ભાગીદાર છે. ભરત પાસેથી 15 લાખની ગાડી અને મોબાઇલ કબ્જે કરી પાટણ બી ડીવીઝન પોલીસમાં ક્રિકેટ સટ્ટાનો કેસ દાખલ કરાયો છે.
http://dlvr.it/TB8rvj
http://dlvr.it/TB8rvj

Comments
Post a Comment