Skip to main content

રાજકોટ ક્રાઇમ ન્યુઝ:પોણા બે વર્ષની બાળકીના ગળામાં કાજુ અટવાઇ જતાં શ્વાસ રૂંધાવાથી મોત , એકની એક દીકરી ગુમાવતા પરિવાર શોકમગ્ન

રાજકોટના રૈયા રોડ પર બાપા સિતારામ ચોકમાં આવેલા કાવેરી પાર્કમાં આદર્શ એવન્‍યુ ખાતે રહેતાં કારખાનેદાર નિલકંઠ ગઢીયાની પોણા બે વર્ષની દીકરી પ્રથા સવારે કાજુ ગળી જતાં કાજુ ફસાઇ જવાથી શ્વાસ લેવામાં તકલીફ થતાં ખાનગી હોસ્‍પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. પરંતુ સારવાર કારગત નીવડે તે પહેલા માસુમ બાળકીનું મોત થતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. ખાનગી હોસ્‍પિટલ દ્વારા બનાવ અંગે તાલુકા પોલીસ સ્‍ટેશને જાણ કરવામાં આવતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી બાળકીના મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો. ઉલ્લેખનીય છે કે, બાળકીના પિતા નીલકંઠ કારખાનું ચલાવે છે અને પ્રથા તેમની એકની એક લાડકવાયી દીકરી હતી, જેના મોતથી પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. પરિણીતાએ ફિનાઇલની ગોળીઓ પી લીધી
રાજકોટ જિલ્લાના જસદણમાં સીતરીયામાં રહેતાં શીતલબેન સાડમીયા (ઉ.વ.25)એ ગઈકાલે બપોરે પોતાનાં ઘરે ફિનાઇલની ગોળીઓ પી લેતા જસદણ સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તેણીના પતિ ગઈ કાલે બપોરે મજુરી કરી ઘરે આવ્યાં હતાં ત્યારે રસોઈ બાબતે પૂછતાં તેણીએ રસોઈ બનાવી ન હતી અને રસોઈ બનાવવા બાબતે પતિ-પત્ની વચ્ચે માથાકુટ થતાં જેનું લાગી આવતાં પત્નીએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. પરસ્ત્રી સાથે પ્રેમસંંબંધ ન રાખવા કહેતા પત્નીને ત્રાસ
ફરિયાદી રૂકશારબેન (ઉં.વ.25) એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હાલ હું મારા માતા-પિતા સાથે માવતરે રહું છું. તા.15.05.2023ના રોજ ઉપલેટાના ખ્વાજા નગરમાં રહેતા ઇદ્રીશ ફૈઝુલભાઇ મીર સાથે મેં રાજીખુશીથી પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ બે મહિના સુધી મને મારા પતિ, સાસુ, સસરા એમ બધાએ સારી રીતે રાખી હતી. બાદમાં પતિ કોઇ બીજી અજાણી સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હોય અને જેની મને ખબર પડતા મેં મારા પતિને બીજી સ્ત્રી સાથે પ્રેમ સંબંધ ન રાખવાનું કહેતા મને અવારનવાર શારીરિક માનસિક દુખત્રાસ આપતો અને મને ઢીકાપાટુનો માર મારતો. આ વાત મેં મારા સાસુ સસરાને કરી હતી તો તેઓ કહેતા કે, તારા પતિ જે કરે તે તેને કરવા દે અને મારા પતિને મારા વિરૂધ્ધ ચડામણી કરતા. ત્રાસ સહન ન થતાં હું મારા માતા પિતાના ઘરે જતી રહેલી અને બાદ મારા પતિ અમારા સમાજના આગેવાન દ્રારા ધરમેળે સમાધાન કરી અને મને મારા માતા પિતાના ધરેથી તેના ધરે તેડી જતા અને બાદ મારા પતિ તથા મારા સાસુ સસરા મને અવાર નવાર ધરકામ બાબતે મેણાટોણા મારતા અને કહેતા કે તુ ધરનુ કામ સરખુ કરતી નથી. મને મારા પતિ ઢીકાપાટુનો માર મારતા આશરે 6 મહિના પહેલા મારા સાસરીયામાંથી મારા માવતર આવતી રહેલ હતી.


http://dlvr.it/TBGl6Q

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q