હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો:કાલુપુર રેલવે સ્ટેશન બહાર નો પાર્કિગમાં વાહન પાર્ક કરવા બદલ 300ની લાંચ લેતા ઝડપાયો
અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા અનેક સિગ્નલ પર લોકોને નિયમોના ભંગ બદલ ઊભા રાખવામાં આવે છે તેમાંથી અનેક પોઇન્ટ પર મસમોટી દંડની રકમ કહીને લાંચ લઈને વાહન ચાલકને છોડી દેવામાં આવે છે આ અંગેની ACB ને ફરિયાદ મળતા ACB દ્વારા એક ડીકોય ગોઠવવામાં આવી હતી જેમાં શહેરમાં અતિ ભરચક એવા કાલુપુર રેલ્વે સ્ટેશન બહાર જ હેડ કોન્સ્ટેબલ 300 રૂપિયાની લાંચ લેતા ઝડપાઈ ગયા છે.આરોપીની ધરપકડ કરી ACB એ વધુ તપાસ હાથ ધરી છે. ACB ને ફરિયાદ મળી હતી કે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ટ્રાફિક પોઇન્ટ પર ટ્રાફિક પોલીસ દ્વારા લાયસન્સ,પિયુસી,હેલ્મેટ,રોંગ સાઇડ,નો પાર્કિંગ વગેરે જુદા જુદા બહાના હેઠળ વાહન ચાલકોને રોકીને મેમો નહિ આપવા બદલ 500 રૂપિયાથી 1500 રૂપિયાના સુધીની લાંચ માંગવામાં આવે છે.આ માહિતીના આધારે ACB એ શહેરના અતિ વ્યસ્ત એવા કાલુપુર રેલ્વે સ્ટેશન બહાર ડિકોય ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન E ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અશોક પટણીએ ડિકોયર પાસે વાહન નો પાર્કિંગમાં મૂક્યું હોવાની જણાવી મેમો આપવા જણાવ્યું હતું ત્યારબાદ મેમો ના આપવા બદલ 500 રૂપિયાની લાંચની માંગણી કરી હતી.રકઝકના અંતે 300 રૂપિયા આપવાની નક્કી કર્યું હતું.આ 300 રૂપિયાની લાંચ લેતો અશોક પટણી ઈનગેટની બહાર જ ઝડપાઈ ગયો હતો.ACB એ આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવશે.આ તપાસ દરમિયાન હેડ કોન્સ્ટેબલના સિનિયર અધિકારીઓના નામ ખૂલે તો નવાઈ નહિ.
http://dlvr.it/TB03wZ
http://dlvr.it/TB03wZ
Comments
Post a Comment