રાજસ્થાનમાંથી 13 વર્ષિય સગીરાનુ અપહરણ કરનાર યુવકને અમરેલી એલસીબીએ ધારી પંથકમાંથી ઝડપી લીધો હતો. સગીરના તેમના પરિવારને સોંપવામાં આવી હતી. તો યુવકને રાજસ્થાનના નિમ્બાહેરા પોલીસને સોંપવામાં આવ્યો હતો. અમરેલી એલસીબીના પીઆઈ એ.એમ.પટેલની રાહબરી નીચે ટીમ ધારી પંથકમાં પેટ્રોલીંગમાં હતી. ત્યારે એક પરપ્રાંતિય ઈસમ સગીરા સાથે મળી આવ્યો હતો. જેની સઘન પુછપરછ કરી ખરાઈ કરતા રાજસ્થાનના ચિતૌડગઢ જિલ્લાના નિમ્બાહેરા પંથકમાંથી સગીરાનુ અપહરણ કર્યું હતું. આ અંગે નિમ્બાહેરા પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયો હતો. અમરેલી એલસીબીની ટીમે કિસ્મતપુરી શ્યામપુરી ગૌસ્વામીને સગીરા સાથે ઝડપી લીધો હતો. તેમને નિમ્બાહરા પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. જયારે સગીરાને તેમના પરિવારને સાેંપી દેવાની કાર્યવાહી કરાઇ હતી.
http://dlvr.it/TB2Hhw
http://dlvr.it/TB2Hhw

Comments
Post a Comment