Skip to main content

લોન મેળાનું આયોજન:હળવદમાં માર્કેટ યાર્ડ ખાતે પોલીસ દ્વારા બેંક સ્ટાફને સાથે રાખી લોકો માટે લોન મેળો યોજાયો

હળવદ શહેરમાં આવેલ માર્કેટયાર્ડ ખાતે મોરબી જિલ્લા પોલીસ દ્વારા લોકો વ્યાજખોરમાં ચંગુલમાં ન ફસાઈ અને તેઓને બેંક તરફથી કઈ રીતે લોન મળી શકે છે. તેની જાગૃતિ લાવવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો. તેની સાથે સાથે લોન મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુદા જુદા અરજદારોને મંજૂર કરવામાં આવેલ 22 લાખ જેટલી રકમની લોનના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. ગેરકાયદેસર નાણાધીરતા વ્યક્તિઓ પાસેથી વ્યાજે રૂપિયા ન લેવા માટે અધિકારીઓ દ્વારા લોકોને સમજૂત કર્યા હતા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારીમાં પોલીસ વિભાગ દ્વારા વ્યાજખોરના ચંગુલમાં લોકો ન ફાસાય તે માટે જનસંપર્ક સભા અને લોન મેળાનું આયોજન કરવામાં આવે છે. તેવી જ રીતે મોરબી જિલ્લાના હળવદમાં આવેલ માર્કેટ યાર્ડના મીટીંગ હોલમાં હળવદ પોલીસ સ્ટેશન દ્વારા સામાન્ય પ્રજાજનોને સસ્તા દરે લોન મળી રહે અને વ્યાજખોરોના ત્રાસથી મુક્તિ મળે તે માટે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હળવદની જુદીજુદી 11 જેટલી બેંકનાં પ્રતિનિધિ હાજર રહ્યા હતા અને જુદી-જુદી બેંકો દ્વારા લોકોની મંજૂર કરવામાં આવેલી 22 લાખની લોનના ચેક આપવામાં આવ્યા હતા. ત્યારે હળવદના પીઆઇ આર.ટી. વ્યાસ, યાર્ડના સેક્રેટરી મહેશભાઇ સહિતના અધિકારીઓએ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા. આ લોન મેળાનો લગભગ અઢીસો કરતા વધુ લોકોએ લાભ લીધો હતો તેવું અધિકારી પાસેથી જાણવા મળ્યું છે


http://dlvr.it/TB6Nc6

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6