70 ફૂટ ઊંડા કુવામાં યુવકે છલાંગ લગાવી:મેઘરજના ઇસરી ગામે અવાવરું કુવામાં અગમ્ય કારણોસર યુવકે છલાંગ લગાવી, પોલીસ અને હોમગાર્ડના કર્મીઓએ રેસ્ક્યૂ કરી યુવકને બચાવ્યો
ઇસરી ગામના છેવાડે એક અવાવરૂ ખાલી કૂવો આવેલો છે. આ કુવો લગભગ 70 ફૂટ ઊંડો હશે. આ અવાવરુ ઊંડા કુવામાં ગામના જ એક યુવકે અગમ્ય કારણોસર છલાંગ લગાવી હતી.દરમિયાન ત્યાંથી પસાર થતા ગામના એક સજ્જન વ્યક્તિને ખબર પડતાં બુમાબુમ કરી મૂકી અને ગામના ટોળા બનાવ સ્થળે એકઠા થઇ ગયા હતા. ઘટનાની જાણ ઇસરી પોલીસ સ્ટેશને કરી કે તરત જ ઇસરી પોલીસ સ્ટેશનના હોમગાર્ડ અને પોલીસ કર્મી બંને તરત જ ઊંડા કુવામાં રાસ બાંધીને ઉતર્યા અને કુવામાં ખબકેલ યુવકને રેસ્કયુ કરીને રાસ સાથે બહાર કાઢ્યો અને 108 મારફતે ઇસરી સીએચસી ખાતે સારવાર અર્થે ખસેડાયો બને કર્મી પણ રાસની મદદથી બહાર આવ્યા હતા. ત્યારે ઉપસ્થિત તમામ ગામના લોકોએ આ યુવકને કુવામાંથી બચાવનાર બંને પોલીસ કર્મીની કામગીરીને બિરદાવી હતી અને દેવદૂત બનીને આવેલા બંને હોમગાર્ડ અને પોલીસ કર્મીને અભિનંદન આપ્યા હતા.
http://dlvr.it/TBBm41
http://dlvr.it/TBBm41
Comments
Post a Comment