'કાનૂન કે હાથ લંબે હોતે હૈ' કહેવત સાર્થક:મોરબીમાં પોલીસ-મૃતકના પરિવારને ગુમરાહ કરવા હત્યારાએ પોલીસને કરેલી અરજી ભારે પડી
મોરબીમાં ઉછીના રૂપિયા લેનારા પોલીસ પુત્રને તેના રૂપિયા તેના ટ્રાન્સપોર્ટર મિત્રને પાછા આપવા ન પડે તે માટે તેની હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે. જે બાબતે એસપીની પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આરોપીએ હત્યાના બનાવમાં પોલીસ અને મૃતક પરિવારને ગુમરાહ કરવા માટે માસ્ટર પ્લાન બનાવ્યો હતો. યુવાનની હત્યા કરીને તેના જેવા જ કપડાં પહેરીને તે ઓફિસની બહાર નીકળ્યો હતો. ત્યાર બાદ મૃતક યુવાન તેની ઓફિસમાંથી રૂપિયા લઈ ગયો છે તેવી એક અરજી તેણે પોલીસને આપી હતી. જો કે, ટેકનિકલ પુરાવા સહિતની કડીઓમાં સમય મેચ થતો નથી. જેથી કરીને પોલીસે મૃતકના ભાઈની અપહરણની ફરિયાદ લઈને તપાસ શરૂ કરી હતી અને તેમાં હત્યાનો પર્દાફાશ થયો છે. જર, જમીન અને જોરૂ છે કજીયાના છોરુ આ કહેવતને સાર્થક કરતી ઘટના મોરબીમાં બની છે. જેમાં જીતેન્દ્ર આયદાનભાઇ ગજીયા (રહે. હાલ મોરબી)એ તેના જ ટ્રાન્સપોર્ટર મિત્ર જીતેન્દ્રભાઈ રમેશભાઈ કૈલા (ઉં.વ.34)ની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ બનાવમાં મૃતકના હળવદમાં રહેતા ભાઇ શૈલેષભાઈ રમેશભાઈ કૈલા (40)એ અપહરણની ફરિયાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. ફરિયાદીના કહેવા મુજબ તેમના ભાઈને જે.આર. રોડલાઇન્સ નામથી ટ્રાન્સપોર્ટ હતો. તે 20 જૂન 2024ના બપોરના 2:00 વાગ્યે નાની વાવડી ગામ પાસે આવેલા સતનામ કોમ્પલેક્ષમાં આરોપીની ઓફીસે તેને ઉછીના આપેલા આઠ લાખ રૂપિયા લેવા માટે ગયો હતો. ત્યાર બાદ તે ગુમ થયો હતો. જો કે, ફરિયાદી જણાવ્યું હતું કે, આરોપીએ તેના ભાઈની પાસેથી મંડળીનું ધીરાણ ભરવા અને જમીન લેવા માટે કુલ મળીને 18 લાખ રૂપિયા લીધા હતા. ફરિયાદીના ભાઈને આરોપીએ ખોટુ સોદાખત બનાવીને બતાવ્યું પણ હતું. જો કે, ઉછીના આપેલા આઠ લાખ લેવા માટે તેનો ભાઈ આરોપીની ઓફિસે ગયો હતો. મોરબીના હત્યાની આ ઘટનાનો ભેદ ઉલેકાયો તે બાબતે એસપી રાહુલ ત્રિપાઠીની પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં તેમણે જણાવ્યુ હતું કે, આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુ આયદાનભાઇ ગજીયા (37)એ જીતેન્દ્ર કૈલાને ટૂંપો આપીને હત્યા કરી નાખી હતી. આરોપીએ પોલીસ અને મૃતકના પરિવારને ગુમરાહ કરવા માટે માસ્ટર પ્લાન બનાવ્યો હતો. જો કે, પોલીસે ટેકનિકલ મધ્યમ અને આરોપીએ આપેલી કેફિયત મુજબનો સમય મેચ થતો ન હતો. જેથી ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી. આરોપીની ઓફિસે મૃતક જીતેન્દ્ર કૈલા આવ્યો હતો. ત્યારે આરોપીએ ઓફિસમાં જ હત્યા કરી નાખી હતી અને તેના જેવા જ કપડાં પહેરીને માથા ઉપર હેલ્મેટ મૂકીને તે ઓફિસની બહાર ગયો હતો અને મૃતકના બાઇક અને હેલ્મેટને આવાવરું જગ્યાએ મૂકી આવ્યો હતો. ત્યાર બાદ લાશને બોક્સમાં પેક કરીને તેની જ ગાડીમાં લઈ જઈને માણેકવાડા ગામ પાસે ખાડો ખોદીને લાશને ત્યાં દાટી દીધી હતી. આરોપીએ મૃતક પાસેથી લીધેલા રૂપિયા તેને પાછા આપવા ન પડે તે માટે તેની હત્યા કરી હોવાની હજુ સુધીની તપાસમાં સામે આવ્યું છે. જો કે, આરોપીએ રૂપિયા કયા વાપરી નાખ્યા છે તે દિશામાં તપાસ ચાલી રહી છે. પોલીસને ઉંધા રસ્તે ચડાવવા માટે આરોપીએ મૃતક યુવાન ગુમ થયો હતો તેના બીજા જ દિવસે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને તેની ઓફિસે આવી જીતેન્દ્ર કૈલા રૂપિયા લઈ ગયો છે તેવી એક અરજી આપી હતી. જો કે, હત્યાનામાં આ ગુનામાં ન પકડાવવા માટે આરોપીએ બનાવેલા માસ્ટર પ્લાનને ભેદીને પોલીસે આરોપીને પકડીને “કાનૂન કે હાથ લંબે હોતે હૈ” એ કહેવતને આજે મોરબીમાં સાર્થક કરી બતાવી છે. જીતેન્દ્ર ગાજીયા સામે અગાઉ કયા કયા ગુના નોંધાયેલા?
આ આરોપી નિવૃત પોલીસ કર્મચારીનો દીકરો છે. તેણે 18 વર્ષ પહેલાં જેતપુર ગામે ડોક્ટરના દીકરાની હત્યા કરી હતી અને તેની લાશને જે તે સમયે ડીવાયએસપીના બંગલાની અગાશી ઉપર ફેંકી દીધી હતી. ત્યાર બાદ તે 12 વર્ષ સુધી જેલમાં હતો અને છેલ્લા ત્રણ વર્ષથી તે મૃતક યુવાનના સંપર્કમાં હતો. વર્ષ 2023માં તેની સામે માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મની લોનડ્રિંગનો ગુનો પણ નોંધાયો હતો.
http://dlvr.it/TBDFDM
આ આરોપી નિવૃત પોલીસ કર્મચારીનો દીકરો છે. તેણે 18 વર્ષ પહેલાં જેતપુર ગામે ડોક્ટરના દીકરાની હત્યા કરી હતી અને તેની લાશને જે તે સમયે ડીવાયએસપીના બંગલાની અગાશી ઉપર ફેંકી દીધી હતી. ત્યાર બાદ તે 12 વર્ષ સુધી જેલમાં હતો અને છેલ્લા ત્રણ વર્ષથી તે મૃતક યુવાનના સંપર્કમાં હતો. વર્ષ 2023માં તેની સામે માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મની લોનડ્રિંગનો ગુનો પણ નોંધાયો હતો.
http://dlvr.it/TBDFDM
Comments
Post a Comment