Skip to main content

કાર્યકરોમાં રોષનો ઊભરો:લોકદરબારમાં ભાજપ-કોંગ્રેસના આગેવાનો સામસામે

રાજકોટ મહાનગરપાલિકાએ મેયર આપના દ્વારે નામનો લોકદરબાર શરૂ કર્યો છે જેમાં વોર્ડ નં.7માં લોકોના પ્રશ્નો સાંભળવાનો વારો હતો જોકે તેમાં કોંગ્રેસના કાર્યકરો આવી જતા ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે થઈ ગયા હતા અને આક્ષેપબાજી થઈ હતી. થોડીવારમાં કાર્યકરો લોકદરબાર છોડીને જતા રહ્યા હતા. લોકદરબાર ચાલી રહ્યો હતો તે દરમિયાન કોંગ્રેસના કાર્યકરો રણજિત મુંધવા અને પ્રવીણ રાઠોડ આવ્યા હતા. તેઓએ આક્ષેપ કર્યા હતા કે, લોકદરબારમાં ફક્ત ભાજપના કાર્યકરોને માઈક આપવામાં આવે છે અને લોકોનું ધ્યાન ભટકાવવામાં આવે છે. જેને લઈને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને માઈક અપાતા કોંગ્રેસના કાર્યકરોએ અનેક આક્ષેપ કર્યા હતા. આ દરમિયાન વોર્ડના કોર્પોરેટર નેહલ શુક્લ સહિતનાઓએ પણ પોલિટિકલ આક્ષેપબાજીથી ગિન્નાયા હતા. કોંગ્રેસના કાર્યકરોને કચેરીએ આવીને ચા-પાણી પીને શાંતિથી સાંભળશે તેવું સ્ટેન્ડિંગ ચેરમેને કહેતા ભાજપના હાજર કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો અને તેઓએ કહ્યું હતું કે, તેઓ લોકદરબારમાં પ્રશ્ન રજૂ કરે અને કોંગ્રેસને ખાસ ચા-પાણીના શા માટે આમંત્રણ આપવામાં આવે છે. આ મુદ્દાને લઈને થોડીવાર માટે ભાજપ-કોંગ્રેસ અને બાદમાં પક્ષમાં જ આંતરિક ટિપ્પણીઓ થઈ હતી. જેથી કોંગ્રેસના કાર્યકરો લોકદરબાર છોડીને જતા રહ્યા હતા. વોર્ડ નં.7 કે જે વેપારી અને પોશ વિસ્તાર તરીકે જાણીતો છે તેમાં સૌથી વધુ 22 ફરિયાદ ડ્રેનેજ અને વોટર વર્કસને લઈને આવી હતી અને સાથે 18 ફરિયાદ કચરાની સફાઈને કારણે ઉદભવી હતી. જેમાં લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ તથા ગરેડિયા કૂવા રોડ પર દબાણ, બંગડી બજાર તથા સોની બજારમાં રાત્રી સફાઈ, વિજય પ્લોટમાં આવેલ વોંકળાની સફાઈ, દાણાપીઠ-પરાબજારમાં રેંકડીઓ કાયમી ધોરણે દૂર કરવા, મનહર પ્લોટમાં ભૂગર્ભ ગટરની લાઇન બદલાવવા, ગુરુકુળ પાસે ભરાતા વરસાદી પાણીના કાયમી નિકાલ, ફૂટપાથ પર સૂતા રહેતા લોકોને રેનબસેરામાં સ્થળાંતર કરાવી આપવા, રામનાથપરા મહાદેવ મંદિર ખાતે વધારાની લાઈટ ફિટ કરાવવા સહિતની ફરિયાદો ઊભરાઈ હતી.


http://dlvr.it/TBHKdY

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n