Skip to main content

મુંબઈથી બે ડ્રગ્સ સપ્લાયરની ધરપકડ:લાલગેટ મેફેડ્રોન ડ્રગ્સ કેસમાં એક આરોપી કોમ્યુટર એન્જિનિયર, પોલીસ દેખાય તો 'મહેમાન હૈ'ના કોડવર્ડ વાપરતા

લાલગેટ પોલીસે 20 જુલાઈના રોજ મેફેડ્રોન ડ્રગ્સ સાથે 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે 12,57,100 રુપિયાની કિમંતનું 125.71 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. આ ગુનામાં ડ્રગ્સ સપ્લાય કરનાર બે આરોપીઓને પણ લાલગેટ પોલીસે મુંબઈથી ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા આરોપીઓમાં એક કોમ્યુટર એન્જિનિયર હોવાનું સામે આવ્યું છે. ભજીયાની લારી ઉપર ડ્રગ્સ મંગાવી વેચતા હતા
લાલગેટ પોલીસ મથક પાસેથી મળતી માહિતી મુજબ સુરતમાં લાલગેટ પોલીસની ટીમે ગત 20 જુલાઈ 2024ના રોજ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે 3 શખસોને ઝડપી પાડ્યા હતા. લાલગેટ વિસ્તારમાં હોળી બંગલા રાજકમલ બેકરીની ગલીમાં મોઈનુંદીન સલાઉદીન અંસારીની ભજીયાની લારી ઉપર ત્રણ શખસો ભેગા મળીને ચોરી છુપીથી ડ્રગ્સ મંગાવી વેચાણ કરતા હોવાની બાતમી લાલગેટ પોલીસને મળી હતી. જેને લઈને લાલગેટ પોલીસે અહી ભજીયાની લારી પાસે પાનના ગલ્લા પાસે રેઇડ કરી હતી. પોલીસે અહીંથી મોઈનુદીન સલાઉદીન અંસારી સાડીના કારખાનામાં કામ કરતા રસીદ જમાલ ઉર્ફે બનારસી ઉસ્માનગની અંસારી અને કાપડ દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા મહોમદજાફર મોહમદ સીદીક ગોડીલને ઝડપી પાડ્યા હતા. ડ્રગ્સ ભરૂચથી મંગાવવામાં આવતું હતું
પોલીસે આરોપીઓ પાસેથી 12,57,100 રુપિયાની કિમંતનું 125.71 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, 4 મોબાઈલ, ડિજિટલ વજન કાંટો અને નાની સાઈઝની પ્લાસ્ટિકની પુશલોક બેગ 85 નંગ મળી કુલ 13,32,200 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો. આ સમગ્ર મામલે લાલગેટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આરોપી મોહમદ જાફર મોહમદ સીદીક ગોડીલની પૂછપરછમાં ડ્રગ્સ ભરૂચથી શેખ ઝમીર શબ્બીર મારફતે અતહર આરીફ મંસુરી પાસેથી મંગાવતો હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે ટીમ બનાવી આરોપી અતહર આરીફ મંસુરીને ડીટેઈન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દેખાય તો 'મહેમાન હૈ'ના કોડવર્ડ આપતા
આરોપી અતહર આરીફ મંસુરીની પૂછપરછ દરમિયાન ડ્રગ્સ પોતે મુંબઈના અશરફ અબ્દુલ રઝાક સોખીયા પાસેથી મંગાવ્યું હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે તાત્કાલિક એક ટીમ બનાવીને મુંબઈથી અશરફને પકડી પાડ્યો હતો. આમ પોલીસે ભરૂચના રહેવાસી આરોપી અતહર આરીફ મંસુરી અને મુંબઈના રહેવાસી અશરફ અબ્દુલરઝાક સોખીયાની ધરપકડ કરી હતી. આરોપી અતહર આરીફ મંસુરી કોમ્યુટર એન્જિનિયર હોવાનું સામે આવ્યું હતું. વધુમાં આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે આરોપી અતહર મંસુરી પોતાના મિત્રો પાસેથી અલગ અલગ રકમનું રોકાણ યુ.એસ.ડી.ટી. અને ક્રિપ્ટો કરન્સીમાં કરાવતો હતો. જેમાં તેને આર્થિક નુકશાન આવતા મિત્રો વારંવાર રૂપિયાની ઉઘરાણી કરતા હતા. જેથી શોર્ટકટમાં પૈસા કમાવવા છેલ્લા છ એક માસથી MD ડ્રગ્સ વેચાણ કરવાનું નક્કી કરી તેના મુંબઇના મિત્ર અશરફ સોખિયાને પણ ત્રણ લાખ રૂપિયા લેવાના હતા. જેથી અંતહરે અશરફને મુંબઇથી કોઈ પાસેથી MD ડ્રગ્સ મેળવી અને મોકલવા જણાવેલ અને તેમાંથી જે નફો મળે તેમાંથી રૂપિયા પરત કરવાનું જણાવ્યું હતું. અશરફ સોખિયાએ મુંબઇથી સુલેમાનનો સંપર્ક કરી શકીલ મારફતે ડ્રગ્સ મેળવતો હતો અને ત્યાંથી તે પાર્સલ બનાવી કોઇપણ ખાનગી ટ્રાવેલ્સમાં ભરૂચ પાર્સલ મોકલતો હતો. અંતહર ભરૂચથી પાર્સલ મેળવી તેના મિત્ર ઝમીર શેખ મારફતે ભરૂચમાં તેમજ સુરત આરોપી મોહમદજાફર ગોડીલને સુરત આપવા આવતો હતો. વધુમાં પકડાયેલા બંને આરોપીઓ અગાઉ બે વાર ડ્રગ્સ મંગાવેલ હતું. આરોપીઓ એકબીજા સાથે વતચીતમાં 'સામાન' જોઇએ છીએ ના કોડવર્ડમાં વાતચીત કરતા હતા. તેમજ ડિલિવરી કરતી વખતે રસ્તામાં કે નજીકમાં પોલીસ દેખાય તો 'મહેમાન હૈ'ના કોડવર્ડ આપતા હતા. ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે
આ બનાવ અંગે ડીસીપી પીનાકીન પરમારએ જણાવ્યું હતું કે ગત 2 જુલાઈના રોજ લાલગેટ પોલીસે 125.71 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓની પૂછપરછ દરમિયાન આરોપીઓ આ ડ્રગ્સ ભરૂચથી લાવેલા હતા તેવી માહિતી મળી હતી. જેના આધારે લાલગેટ પોલીસે ભરૂચમાંથી અતહર આરીફ મંસુરીની અટકાયત કરવામાં આવી હતી. અંતહર આરીફ મંસુરી સુરતમાં લાલગેટમાં આરોપીઓને એમડી ડ્રગ્સ સપ્લાય કરતો હતો. અંતહર આરીફ મંસુરીની ધરપકડ કર્યા બાદ પૂછપરછમાં તે એમડી ડ્રગ્સ મુંબઈના અશરફ અબ્દુલરઝાક સોખીયા પાસેથી લાવ્યો હોવાનું સામે આવ્યું હતું. જેથી લાલગેટ પોલીસની ટીમે મુંબઈમાંથી તેની પણ ધરપકડ કરી હતી. અશરફ અબ્દુલરઝાક સોખીયા એમડી ડ્રગ્સ ક્યાંથી લાવે છે તેની પણ તપાસ કરવામાં આવશે. તેમજ આ અગાઉ લાલગેટમાંથી 3 આરોપીઓ ઝડપાયા હતા. તે ડ્રગ્સ કોને કોને વેચતા હતા તેની પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે.


http://dlvr.it/T9z7zM

Comments

Popular posts from this blog

પ્રોપર્ટી રીટર્નનું ડિકલેરેશન ફોર્મ:AMC ક્લાસ-1 અને 2 અધિકારીઓ અને કર્મચારીઓએ 31 ડિસેમ્બર સુધીમાં મિલકતોની માહિતી ઓનલાઈન ભરવાની રહેશે

http://dlvr.it/T0YdLn

રાજકોટ મનપાનું ચેકિંગ યથાવત:ફાયર NOC અને BU સર્ટિફિકેટ વિનાના વધુ 18 સંકુલો સીલ, 12 શૈક્ષણિક સંસ્થામાં બેદરકારી મળી

રાજકોટમાં સર્જાયેલા ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના બાદ મનપાની ફાયર, ટીપી, બાંધકામ, વોર્ડ ઓફિસર અને એન્જિ. સહિતની ટીમો તમામ 18 વોર્ડમાં આવેલી આવી મિલકતોની તપાસ કરી રહી છે. આજે સતત ત્રીજા દિવસે કમિશનર દેવાંગ દેસાઇની સૂચનાથી ડ્રાઇવ ચાલુ રહેતા શહેરનાં વિવિધ વિસ્તારોમાં શાળાઓ, જાણીતી હોસ્પિટલ સહિતના 18 એકમો સીલ કરી દેવામાં આવ્યા છે. જેમાં ફાયર સેફટી અને બીયુ વગરની 12 શૈક્ષણિક સંસ્થામાં બેદરકારી મળી આવી હતી. તેમજ દવાખાના અને રેસ્ટોરન્ટમાં પણ બેદરકારી જોવા મળતા નોટિસો ફટકારવામાં આવી હતી. છેલ્લા ત્રણ દિવસમાં 106 બિલ્ડિંગ સીલ પ્રાપ્ત વિગત મુજબ ગઇકાલે 45 બિલ્ડિંગ સીલ કરવામાં આવ્યા બાદ ત્રણ દિવસમાં અને આજે બપોર સુધીમાં કુલ 106 જેટલી બિલ્ડિંગ સીલ કરવામાં આવી છે. આજની કાર્યવાહીમાં વોર્ડ નં. 9ના રૈયા રોડની સેલસ હોસ્પિટલ, વોર્ડ નં. 11ના નાના મવા રોડ લાગુ ધોળકીયા અને પાઠક સહિતની 12 સ્કૂલનો પણ સમાવેશ થાય છે. જો કે, મનપા દ્વારા સીલિંગ કાર્યવાહી વચ્ચે આ બિલ્ડિંગ ફરી ક્યારે ખોલવા, કઇ રીતે મંજૂરી કે એનઓસી રિન્યૂ કરવા સહિતની કોઇ સીધી અમલવારી થાય તેવી ગાઇડલાઇન ન હોય, આવા તમામ સંકુલોના સંચાલકો હાલમાં ચિંતામાં મુકા...

પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કેદની સજા:સામરખાના માથાભારે શખ્સે પત્નીને ઝેરી ઈન્જેકશન આપી બેભાન કર્યા બાદ કેબલ વડે ગળેટૂંપો આપી હત્યા નિપજાવી હતી

http://dlvr.it/T0lJMv