Skip to main content

બજેટની અસર:શહેર-જિલ્લાના 20 હજારથી વધુ નાના ઉદ્યોગોને ફાયદો થશે

બજેટમાં સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝને લાભ થાય તેવાં પગલાં સરકારે જાહેર કર્યાં છે. ખાસ કરીને કોલેટરલ વગર 50 લાખ સુધીની લોન આપવાની જાહેરાતથી શહેર-જિલ્લાના 20 હજાર જેટલા ઉદ્યોગોને ફાયદો થશે. નાનું સ્ટાર્ટઅપ શરૂ કરનાર કે ભાડાની જગ્યામાં ઇન્ડસ્ટ્રી શરૂ કરવા સરકાર 50 લાખ સુધી કોઈ વસ્તુ ગિરવી મૂક્યા વિના લોન અપાશે તો ઉદ્યોગનો વિકાસ થશે અને નાના ઉદ્યોગકારોની દશા સુધરશે. પ્રથમ વખત સ્પેસ રિસર્ચ માટે 1000 કરોડની જોગવાઈ કરાતાં શહેરની 50 ડિફેન્સ ઇન્ડસ્ટ્રીઝને આશા બંધાઈ છે. જ્યારે શેર બજારના રોકાણકારોમાં નિરાશા જોવા મળી હતી. 64,583 જેટલો પગાર ધરાવનાર 1 લાખ નોકરિયાતોને સ્ટાન્ડર્ડ ડિડક્શનનો ફાયદો થશે. ફાયદો;એન્જલ ટેક્સ નાબૂદીથી સ્ટાર્ટઅપને ફાયદો થશે
​​​​​​​શહેર-જિલ્લા 20 હજાર નાના ઉદ્યોગોને ફાયદો થશે. મુદ્રા લોનથી લઘુ ઉદ્યોગો શરૂ થઈ શકશે. સ્ટાર્ટઅપ કરનારને એન્જલ ટેક્સ નાબૂદ કરવાથી પોતાની કંપનીના શેર વેચવાથી લાભ થશે. જીએસટીના પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી, પણ નાના ઉદ્યોગો માટેની જોગવાઈથી ઉદ્યોગ જગત વિકાસ અને રાહત બંને અનુભવી રહ્યું છે. આશા​​​​​​​;50 ડિફેન્સ કંપનીને સ્પેસ રિસર્ચ ફંડનો લાભ મળશે
​​​​​​​સરકારે વિદેશથી આવનારી કંપનીઓને ટેક્સમાં રાહત આપી છે. વડોદરામાં ટાટા સાથે એર બસ જોઈન્ટ બેંચર કરી રહ્યું છે. માન ડિફેન્સના નિશિત દાંડ મુજબ સરકાર સ્પષ્ટીકરણ કરશે તો વડોદરાની 50 ડિફેન્સ કંપનીને રિસર્ચના ફંડમાંથી સીધો અથવા આડકતરો લાભ મળશે. ટેક્નોલોજી ડેવપલમેન્ટ ફંડ જેવી સ્પષ્ટતા કરવી જોઈએ. નિરાશા​​​​​​​; શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ વધારો કરાયો
​​​​​​​શહેર-જિલ્લાના અઢી લાખ રોકાણકારો શેર બજાર દ્વારા આવક મેળવે છે. જગદીશ ઠક્કર મુજબ શેર બજારના ટેક્સ માળખાનો બદલાવ સટ્ટાકીય પ્રવૃત્તિને રોકશે. કેટલાય લોકોના ઘર શેર બજારથી ચાલતાં હોય છે ત્યારે ફ્યૂચર એન્ડ ઓપ્શનમાં વધેલો ટેક્સ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સમાં વધારો લોકો માટે નિરાશાજનક છે. ડ્યૂટી ઘટાડાતાં સોનાના ભાવ 4 હજાર ઓછા થયા
સોના પર કસ્ટમ ડ્યૂટી ઘટાડી 6 ટકા કરી છે. 22 કેરેટમાં સોનાનો ભાવ 23 મીએ 4 હજાર ઘટી 65340 થયો છે. દિવાળી સુધી 5 હજાર સુધી વધી શકે છે. > અતુલ શાહ, પ્રમુખ, વડોદરા જ્વેલર્સ એસો. કેમિકલ પર ડ્યૂટી ઘટતાં ઉદ્યોગોને ફાયદો થશે
બજેટને 10માંથી 8 રેટિંગ અપાય. શિપિંગ કંપનીમાં નોકરી વધારાતાં ઉદ્યોગ જગતને ફાયદો થશે. કેટલાક કેમિકલ પર ડ્યૂટી ઘટતાં કેમિકલ ઉદ્યોગોને ફાયદો થશે. > તારક પટેલ, પ્રમુખ એફજીઆઈ કેટ દ્વારા કરાયેલી GST સહિતની માગ ન સંતોષાઇ
​​​​​​​સીએ આઇટીએ કરેલી જીએસટી સહિતની માગ સંતોષાઇ નથી. જોકે નવી જોગવાઈઓથી વેપારીઓના વેપારમાં જરૂર વૃદ્ધિ થશે.> પરેશ પરીખ, પ્રમુખ, વડોદરા વેપાર વિકાસ એસો. 3 પ્રોત્સાહક યોજનાથી MSMEને બુસ્ટ​​​​​​​ મળશે
​​​​​​​સરકારની 3 પ્રોત્સાહક યોજનાથી એમએસ એમઇને બુસ્ટ મળશે. ફરિયાદો કરી અને ઊણપ જોવાને બદલે પ્રોત્સાહક યોજનાઓને બિરદાવવી જોઈએ. > જલેન્દુ પાઠક, વીસીસીઆઈ શેર બજારમાં નુકસાન થતાં રોકવાનો પ્રયાસ
શેર બજારની આંધળી તેજીને પગલે સટ્ટાકીય પ્રવૃત્તિ વધી હતી. નાના રોકાણકારો ને ફ્યૂચર ઓપ્શનમાં નુકસાન થતા અટકાવવાનો બદલાવ છે. > દીપક અમીન, ટેક્સ કન્સલ્ટન્ટ મુદ્રા લોન 20 લાખ કરાતાં મહિલાઓને ફાયદો થશે
​​​​​​​મુદ્રા લોનની રકમ વધારીને રૂા.20 લાખ કરાતાં મહિલાઓને ફાયદો થશે. ગામડાઓની મહિલાઓને પગભર થવામાં લઘુ ઉદ્યોગ માટે ફાયદો થશે. > સંજીવ શાહ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ


http://dlvr.it/T9zsk0

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n