Skip to main content

અમદાવાદમાં ઓલા-ઉબેર ટેક્સી મોંઘી થશે:ટેક્સી ડ્રાઈવરોની હડતાળમાં કંપની સાથે સમાધાન, ઓલાએ ડ્રાઇવરોને પ્રતિ કિમી રૂ.20 ભાડું ચૂકવવાની શરતને મંજૂર કરી

અમદાવાદ શહેરના રસ્તા ઉપર ઓલા-ઉબેર જેવી ઓનલાઈન એપ્લિકેશન દ્વારા ટેક્સી દોડે છે. આ સાથે જ સિટી ટેક્સીની પણ સુવિધા મુસાફરોને સહેલાઈથી મળી રહે છે. ઓટોરિક્ષા તો અમદાવાદની ઓળખ સમાન છે પરંતુ ઓનલાઇન એપ્લિકેશન દ્વારા ચાલતા ગેરકાયદેસર સફેદ નંબરપ્લેટવાળા ટુ-વ્હીલરના વિરોધમાં ગઈકાલે એરપોર્ટ ખાતે ઓટોરિક્ષાચાલકો અને ટેક્સીચાલકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જો કે, કંપની દ્વારા ટેક્સીચાલકોને વધુ ભાડું આપવાની વાત કરવામાં આવતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો. જેની સીધી અસર ઓલા અને ઉબેર ટેક્સી બુક કરીને મુસાફરી કરતા મુસાફરોને થશે. ઓલા કંપનીએ ડ્રાઇવરોને પ્રતિ કિમી દીઠ રૂ.20 ભાડું ચૂકવવાની શરતને મંજૂર કરી છે. ઉબેર કંપનીનો 30% વધારો ટેક્સી ડ્રાઈવરોને મંજૂર નથી
ગઈકાલે મોડી સાંજે અમદાવાદના ટેક્સીચાલકો અમદાવાદ એરપોર્ટ ખાતે એકત્રિત થયા હતા. જેમાં ગતરાતથી જ ઓલા એપ્લિકેશન દ્વારા ટેક્સી ચલાવતા ડ્રાઇવરો દ્વારા હડતાળ પાછી ખેંચવામાં આવી છે. જ્યારે ઉબેર ટેક્સીચાલકો દ્વારા પણ હડતાળ પાછી ખેંચવામાં આવે તેવી શક્યતા છે. પરંતુ હજુ પણ આગેવાનો દ્વારા ઉબેર ટેક્સી ન ચલાવવા માટે ડ્રાઇવરોને સમજાવવામાં આવી રહ્યા છે. કારણ કે, ઉબેર એપ્લિકેશન દ્વારા ગાડી પ્રમાણે કિલોમીટર દીઠ રકમ ચૂકવવામાં આવતી હતી તેમાં કેટલીક ગાડીને 10, 12 કે 15 રૂપિયા પ્રતિ કિલોમીટર દીઠ રકમ ચૂકવવામાં આવતી હતી. જેની સામે કંપનીએ હાલમાં 30 ટકા વધારો કરીને રકમ ચૂકવવાની ડ્રાઇવરો સાથે વાત કરી છે. પરંતુ ટેક્સી ડ્રાઈવરોને તે મંજૂર ન હોવાથી હજુ પણ આગામી કેટલાક દિવસો સુધી મુસાફરોને ઉબેર ટેક્સી ન મળે અથવા તો ઓછી મળે તેવી શક્યતા છે. તેમ છતાં અન્ય ટેક્સીચાલકો દ્વારા જે ડ્રાઈવર ઉબેર ટેક્સીની રાઈડ લેશે તેને સમજાવવામાં આવશે. આખરે મુસાફરોના ખભા ઉપર જ ભાવવધારાનું ભારણ ઝીંકાયું
ઓલા કંપની દ્વારા હવે ટેક્સી ડ્રાઇવરોને પ્રતિ કિલોમીટર દીઠ 20 રૂપિયા ભાડું ચૂકવવાની શરતને મંજૂર કરી છે. એટલે કે, જો ડ્રાઈવરને રૂ. 20 પ્રતિ કિમી ભાડું મળતું હોય તો પેસેન્જરને હવે એક સ્થળથી બીજા સ્થળે જવા માટે અગાઉ કરતાં વધુ ટેક્સી ભાડું ચૂકવવું પડશે. કારણ કે, તેની ઉપર ડ્રાઇવરો દ્વારા જીએસટી સહિતના વિવિધ ટેક્સ લાદવામાં આવે છે. આખરે મુસાફરોના ખભા ઉપર જ ભાવવધારાનું ભારણ રહેશે અને મુસાફરોએ વધુ રકમ ચૂકવવી પડશે. સામાન્ય સ્થિતિ ધરાવતા ડ્રાઇવરોને જ ફાયદો થશે
અમદાવાદ સિટી ટેક્સી યુનિયનના આગેવાન કિશોર ચૌધરીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, જ્યારથી ઓલા, ઉબેર ટેક્સીચાલકોની હડતાળ હતી ત્યારથી આ એપ્લિકેશન દ્વારા રાઈડ લેતા ડ્રાઇવર માટે ખૂબ મુશ્કેલીભર્યા દિવસો રહ્યા હતા. કારણ કે, અન્ય ડ્રાઈવરો દ્વારા કેટલીક વખત મુસાફરોને ઉતારી દેવામાં આવતા હતા અને આંદોલનને સમર્થન કરવા માટે ડ્રાઇવરોને સમજાવવામાં આવતું હતું. સિટી ટેક્સીના મુસાફરોને પણ આ પ્રકારે ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ સિટી ટેક્સી ડ્રાઇવરો દ્વારા ઓલા અને ઉબેર એપ્લિકેશનના આંદોલનમાં સમર્થન આપવામાં આવતું નહોતું. પરંતુ જો આ ઓનલાઈન એપ્લિકેશન કંપનીઓ દ્વારા પ્રતિ કિલોમીટર દીઠ ભાવવધારો કરવામાં આવે તો એ સારી બાબત છે. કારણ કે તેના લીધે સામાન્ય સ્થિતિ ધરાવતા ડ્રાઇવરોને જ ફાયદો થશે. પરંતુ પેસેન્જરના ખર્ચાનું ભારણ વધી જશે. એટલે કે મુસાફરોએ હવે વધુ ભાડું ચૂકવવું પડશે. ટેક્સીચાલકોએ 24 જુલાઈએ સાંજથી હડતાળ શરૂ કરી હતી
અમદાવાદ શહેરમાં 24 જુલાઈના રોજ રિક્ષાચાલકો અને ટેક્સીચાલકો દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું હતું. પરંતુ રિક્ષાચાલકો અને ટેક્સીચાલકો વચ્ચે ખટરાગ હતો. ઓલા અને ઉબેર ટેક્સીચાલકો દ્વારા 23 જુલાઈના રોજ રાત્રે બંધના એલાને સમર્થન ન આપવાનું જણાવ્યું હતું. પરંતુ સાથે સિટી ટેક્સીએ સમર્થન આપ્યું હતું. ત્યારબાદ 24 જુલાઈએ અમદાવાદ આરટીઓ દ્વારા ટુ-વ્હીલરચાલકો સામે દંડની જોગવાઈ કરી હતી. પરંતુ ઓલા અને ઉબેર કંપનીઓ દ્વારા ભાવવધારો ન કરવામાં આવતા આ ટેક્સીચાલકોએ 24 જુલાઈએ સાંજથી હડતાળ શરૂઆત કરી હતી. ટેક્સીચાલકોએ 24 જુલાઈએ સાંજથી હડતાળ
ટેક્સીચાલકોમાં પણ બે ફાટા પડ્યા હતા. જ્યારે સિટી ટેક્સીચાલકો દ્વારા રાબેતા મુજબ પેસેન્જર લઈને ટેક્સી સેવા ચાલુ રાખવામાં આવી હતી. પરંતુ ઓલા અને ઉબેર એપ્લિકેશન દ્વારા ટેક્સીચાલકોએ હડતાળને સમર્થન ચાલુ રાખ્યું હતું. અમદાવાદમાં ગઈકાલે સાંજે એરપોર્ટ ખાતે લગભગ 1500થી 2000 ટેક્સીચાલકોએ બંધ રખાતા કંપની દ્વારા સમાધાન કરાવવામાં આવ્યું હતું. લગભગ ચાર દિવસથી ઓલા અને ઉબેર ટેક્સીચાલકો દ્વારા રાઇડ ન લેવામાં આવતા કંપનીએ સમાધાન કર્યું હોવાની માહિતી મળી હતી.


http://dlvr.it/TBFCf4

Comments

Popular posts from this blog

પ્રોપર્ટી રીટર્નનું ડિકલેરેશન ફોર્મ:AMC ક્લાસ-1 અને 2 અધિકારીઓ અને કર્મચારીઓએ 31 ડિસેમ્બર સુધીમાં મિલકતોની માહિતી ઓનલાઈન ભરવાની રહેશે

http://dlvr.it/T0YdLn

રાજકોટ મનપાનું ચેકિંગ યથાવત:ફાયર NOC અને BU સર્ટિફિકેટ વિનાના વધુ 18 સંકુલો સીલ, 12 શૈક્ષણિક સંસ્થામાં બેદરકારી મળી

રાજકોટમાં સર્જાયેલા ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના બાદ મનપાની ફાયર, ટીપી, બાંધકામ, વોર્ડ ઓફિસર અને એન્જિ. સહિતની ટીમો તમામ 18 વોર્ડમાં આવેલી આવી મિલકતોની તપાસ કરી રહી છે. આજે સતત ત્રીજા દિવસે કમિશનર દેવાંગ દેસાઇની સૂચનાથી ડ્રાઇવ ચાલુ રહેતા શહેરનાં વિવિધ વિસ્તારોમાં શાળાઓ, જાણીતી હોસ્પિટલ સહિતના 18 એકમો સીલ કરી દેવામાં આવ્યા છે. જેમાં ફાયર સેફટી અને બીયુ વગરની 12 શૈક્ષણિક સંસ્થામાં બેદરકારી મળી આવી હતી. તેમજ દવાખાના અને રેસ્ટોરન્ટમાં પણ બેદરકારી જોવા મળતા નોટિસો ફટકારવામાં આવી હતી. છેલ્લા ત્રણ દિવસમાં 106 બિલ્ડિંગ સીલ પ્રાપ્ત વિગત મુજબ ગઇકાલે 45 બિલ્ડિંગ સીલ કરવામાં આવ્યા બાદ ત્રણ દિવસમાં અને આજે બપોર સુધીમાં કુલ 106 જેટલી બિલ્ડિંગ સીલ કરવામાં આવી છે. આજની કાર્યવાહીમાં વોર્ડ નં. 9ના રૈયા રોડની સેલસ હોસ્પિટલ, વોર્ડ નં. 11ના નાના મવા રોડ લાગુ ધોળકીયા અને પાઠક સહિતની 12 સ્કૂલનો પણ સમાવેશ થાય છે. જો કે, મનપા દ્વારા સીલિંગ કાર્યવાહી વચ્ચે આ બિલ્ડિંગ ફરી ક્યારે ખોલવા, કઇ રીતે મંજૂરી કે એનઓસી રિન્યૂ કરવા સહિતની કોઇ સીધી અમલવારી થાય તેવી ગાઇડલાઇન ન હોય, આવા તમામ સંકુલોના સંચાલકો હાલમાં ચિંતામાં મુકા...

પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કેદની સજા:સામરખાના માથાભારે શખ્સે પત્નીને ઝેરી ઈન્જેકશન આપી બેભાન કર્યા બાદ કેબલ વડે ગળેટૂંપો આપી હત્યા નિપજાવી હતી

http://dlvr.it/T0lJMv