Skip to main content

આરોગ્ય વિભાગની કાર્યવાહી:એસજી હાઇ-વે પર શિલ્પ બિઝનેસ હબ સહિત 21 બાંધકામ સાઈટો પર મચ્છરના બ્રીડિંગ મળી આવતા સીલ

ચોમાસાની શરૂઆત થતાની સાથે જ મચ્છરજન્ય રોગચાળાની પણ શરૂઆત થઈ જાય છે. ઘરે ઘરે ડેન્ગ્યુ મેલેરિયા જેવા રોગો વધે છે. ખાસ કરીને વરસાદી પાણી ભરાઈ રહેતાં હોય એવા સ્થળ ઉપર મચ્છરોની ઉત્પત્તિ વધુ થતી હોય છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં આવેલી બાંધકામ સાઈટો ઉપર આજે (31 જુલાઈના) રોજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 21 જેટલી બાંધકામ સાઇટો ઉપર મોટી સંખ્યામાં મચ્છરોના બ્રિડિંગ મળી આવતા સીલ કરવામાં આવી છે. બિલ્ડરને નોટિસ આપી દંડ ફટકારવામાં આવ્યો
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી બનાવવામાં આવી રહેલી એલજી હોસ્પિટલની બાંધકામ સાઈટ, ગીતામંદિર નવા એસટી બસ સ્ટેન્ડ બાંધકામ સાઈટ, એસજી હાઈવે નિરમા વિદ્યાવિહાર ઉપર પણ મચ્છરના બ્રીડિંગ મળી આવતા બિલ્ડરને નોટિસ આપી દંડ ફટકારવામાં આવ્યો છે. બિલ્ડરો અને ડેવલોપર દ્વારા બાંધકામ સાઈટો ઉપર વરસાદ બાદ પાણીના નિકાલની વ્યવસ્થા કે સફાઈ કરવામાં ન આવતા તેમજ અન્ય જગ્યાએ વરસાદી પાણી ભરાઈ રહે છે. જેના કારણે ખૂબ મચ્છરોનો ઉપદ્રવ વધે છે. 21 બાંધકામ સાઈટોને સીલ કરી
અમદાવાદમાં વરસાદ બાદ મચ્છરજન્ય રોગચાળો વધવાની શક્યતા ને પગલે આજે મ્યુનિસિપલ કમિશનર દ્વારા આરોગ્ય વિભાગના અધિકારીને શહેરમાં રોગચાળો અટકાવવા માટે કરવામાં આવતી કામગીરી મામલે નારાજગી વ્યક્ત કરવામાં આવ્યા બાદ આરોગ્ય વિભાગના અધિકારીઓ દોડતા થયા હતા. શહેરમાં આવેલી વિવિધ બાંધકામ સાઈટો ઉપર આજે સવારથી હેલ્થ વિભાગના મેલેરિયા ખાતાની ટીમો ચેકિંગમાં નીકળી હતી. સાંજ સુધીમાં 315 જેટલી બાંધકામ સાઈટો ઉપર ચેકિંગ હાથ ધરી 21 બાંધકામ સાઈટોને સીલ કરી છે જ્યારે 143 બાંધકામ સાઈટોને નોટિસ આપવામાં આવી છે. મચ્છરોના બ્રીડિંગ મળી આવતા કુલ રૂ. 7.43 લાખનો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે. કઈ-કઈ સાઈટ સીલ?


http://dlvr.it/TBKFFq

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6