રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી બાળકોના મૃત્યુ થતાં અમદાવાદ જિલ્લામાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા મેલેરિયા શાખા દ્વારા મેલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડ દ્વારા 12 સભ્યોની ટીમ શંકાસ્પદ ગામોની મુલાકાત કરી સેન્ડ ફ્લાય માખી પકડી રહ્યા છે તેમજ તે ગામમાં જાગૃતતા અભિયાન હાથ ધરવાની કામગીરી આરંભી છે.અત્યાર સુધી સાણંદના ચરલ ગામ પાસે ફેકટરીમાં શંકાસ્પદ કેસ જણાતા 25 સેન્ડફલાય પકડી GBRC ગાંધીનગર ખાતે મોકલી આપવામાં આવેલ છે. એક શંકાસ્પદ કેસ નેગેટિવ જાહેર થયો છે. જો કે, જિલ્લામાં એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. ચાંદીપુરા વાયરસની સ્થિતિને પહોંચી વળવા અમદાવાદ જિલ્લામાં એન્ટોમોલોજીકલ તાલીમ લીધેલ જિલ્લા મેલેરીયા અધિકારી, ગાંધીનગરની ટીમના બે સભ્યો તથા અમદાવાદ જિલ્લાના કુલ 9 કર્મચારી એમ કુલ 12 સભ્યોની ટીમ શંકાસ્પદ ગામો માં જાય છે. મલ્ટી પરપઝ હેલ્થ વર્કર, મલ્ટી પરપઝ હેલ્થ સુપરવાઇઝર દરેક શાળામાં જાય છે. રાજય કક્ષાએથી મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકનગુનીયા, ચાંદીપુરા રોગના નાના વિડીયો આપેલ છે. જે મારફતે શાળાઓમાં IEC કરવામાં આવે છે. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી શૈલેષભાઈ પરમારે આપેલી જાણકારી મુજબ જિલ્લામાં 504 ટીમો કાર્યરત છે. 7000 કાચા મકાનોમાં કામગીરી 10640 ઘરોમાં લીંપણ, સિમેન્ટમાં દવાનો છંટકાવ કરાયો છે. 12 વેન્ટર કંટ્રોલ ટીમ, 9 એન્ટેમોલોજીકલ ટીમની સેન્ડફ્લાય શોધવાની કામગીરી કરી રહી છે. 904 આંગણવાડી, સબસેન્ટર, સ્કૂલોમાં દવાનો છંટકાવ કરાયો છે. જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. સેન્ડ ફ્લાય બાઉલમાં પુરાય છે એન્ટોમોલોજીકલ તાલીમ કર્મી સેન્ડ ફ્લાય ઓળખી તેને પકડયા બાદ પ્લાસ્ટીકના બાઉલમાં એર સરકયુલેશનવાળા ઢાંકણામાં રાખી શકય હોય ત્યાં જીવતી કન્ડિશનમાં લેબોરેટરી GBRC ગાંધીનગર તેમજ NIV પૂણે ખાતે મોકલી આપવામાં આવે છે. બોટાદ જિલ્લાનું તંત્ર પણ એલર્ટ; બરવાળાના કાપડીયાળીમાં જતુંનાશક મેલેથીઓન દવાનો છંટકાવ કરાયો
બોટાદ જિલ્લાનું તંત્ર પણ ચાંદીપુરા વાયરસને લઇ એલર્ટ બન્યું છે.જેને પગલે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાવડાના મેડિકલ ઓફિસર ડો.રૂમિત જાદવ અને આયુષ મેડિકલ ઓફિસરની સુચનાથી બરવાળા તાલુકાના કાપડીયાળી ગામે જતુંનાશક મેલેથીઓન દવાનો છંટકાવ કરાયો હતો. ચાંદીપુરા વાયરસ ફેલાવા માટે જવાબદાર સેન્ડફ્લાય માખી કાચા માટીના મકાનોની દિવાલોની તિરાડમાં ભેજવાળા વાતાવરણમાં ઉત્પન્ન થાય છે. જેનો ઉપદ્રવ ન થાય તે માટે ગામમાં દવાનો છંટકાવ કરાયો હતો. શાળામાં, આંગણવાડી કેન્દ્ર તેમજ ઘરે ઘરે લોકોને આરોગ્ય કર્મચારી મંથનભાઈ વાજા, આઇ કે વાઘેલા દ્વારા માહિતી આપવામાં આવી હતી. {
http://dlvr.it/TB910T

Comments
Post a Comment