ટ્રાફિકનું નિવારણ લાવો:સીતાનગર ચોકમાં ટ્રાફિક સિગ્નલની અમલવારી શરૂ થતા સિગ્નલનું ટાઈમ મેનેજમેન્ટ બરોબર ન હોવાથી ટ્રાફિક સમસ્યા
સુરતમાં ટ્રાફિક સિગ્નલ લાગ્યા બાદ પણ હજી કેટલાક વિસ્તારોમાં નાની-મોટી સમસ્યાઓ સામે આવી રહી છે. ક્યાંક સિગ્નલના ટાઈમિંગને લઈને મુશ્કેલી થાય છે તો ક્યાંક સર્વિસ રોડ ન હોવાને કારણે વાહનચાલકોને મુશ્કેલી થઈ રહી છે. સીતાનગર ચોકડી ખાતે ટ્રાફિક સિગ્નલના ટાઈમિંગ યોગ્ય ન હોવાને કારણે મુશ્કેલી સામે આવી રહી છે તો બીજી તરફ રોંગ સાઈડ વાહનો હંકારવાને કારણે અકસ્માતાનો ભય વધ્યો છે. દુકાનદારો પરેશાન થયા
સીતાનગર ચોકથી વિશ્વકર્મા જંક્શનની વચ્ચે કોઈપણ જાતનું ક્રોસિંગ આપેલ ન હોવાના કારણે લોકોને ખૂબ દૂર સુધી યુ ટર્ન લેવા જવું પડતો હોવાના કારણે લોકો શોર્ટકટ માટે રોંગ સાઈડમાં ખૂબ મોટા પ્રમાણમાં ચાલે છે. તો તેનું પણ નિરાકરણ લાવવું જરૂરી છે. રોંગ સાઈડ આવતા વાહનોને કારણે દુકાનદારો પણ ખૂબ પરેશાન થઈ ગયા છે. કારણ કે, સર્વિસ રોડ ન હોવાને કારણે દુકાનોની બહાર વાહનો પાર્ક કર્યા હોય છે. બીજી તરફ રોંગ સાઈડમાં વાહનો હંકારતા હોય છે જેને લીધે દિવસેને દિવસે ટ્રાફિક સમસ્યા વધી રહી છે. અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કરવું જોઈએ
કોંગ્રેસ નેતા સુરેશ સુહાગિયાએ જણાવ્યું કે, સીતાનગર ચોકથી રોંગ સાઈડની અંદર 5,000થી વધારે લોકો પર કલાકે અવરજવર રહેતી હોવાના કારણે ખૂબ મોટા પ્રમાણમાં લોકો રોંગ સાઈડમાં ચાલે છે. આ રોંગ સાઈડમાં ચાલવાનું બંધ થાય તે માટે વચ્ચે કોઈપણ એક જગ્યાએ ક્રોસિંગ આપવું. જેથી રોંગ સાઈડની સમસ્યાથી અને ટ્રાફિકની સમસ્યાથી છૂટકારો મળી શકે. અકસ્માતો પણ થઈ રહ્યા છે, ટ્રાફિક સિગ્નલ લગાડવામાં આવ્યા છે તેના ટાઈમિંગમાં પણ ફેરફાર કરવામાં આવે. સર્વિસ રોડ ન હોવાને કારણે વાહનચાલકોએ દોઢ કિમી સુધી આગળ જવું પડે છે અને ત્યાંથી ન્યુ ટર્ન લઈને ફરી પરત આવવું પડે એવી સ્થિતિમાં લોકો શોર્ટકટ અપનાવી રહ્યા છે.
http://dlvr.it/T95PXM

Comments
Post a Comment