આજે મંગળવારે હિંમતનગર પાલિકાની મળનાર સામાન્ય સભામાં નદીમાં 10 વર્ષથી ગંદા પાણીનો નિકાલ, આઉટસોર્સિંગના કર્મચારીઓનું શોષણ, ડ્રાફ્ટ ટીપીને 12 વર્ષ થવા છતાં ફાઇનલ ટીપી કેમ નથી થઈ, શહેરના ગેરકાયદે બાંધકામોનો સર્વે કર્યા બાદ તપાસ કમિટિએ રજૂ કરેલ અહેવાલ સામાન્ય સભામાં વંચાણે લેવા સહિતના 10 મુદ્દાઓ અંગે સ્પષ્ટતા કરવા વિરોધપક્ષ કોંગ્રેસના નેતાએ કરેલ માંગ શાસક પક્ષ માટે અકળાવનાર બની રહેનાર છે. હિંમતનગર પાલિકાની આજે સામાન્ય સભામાં 36 જેટલા કામ, અધ્યક્ષ સ્થાનેથી રજૂ થનાર કામ સહિત 38 મા નંબરે વિરોધપક્ષ કોંગ્રેસના નેતા ઈમરાન અલજીવાલાએ કલમ 51/3 મુજબ રજૂ કરેલ પ્રશ્નાવલી સમાન્ય સભામાં રજૂ થનાર છે. જેમાં તેમણે આઉટસોર્સિંગ એજન્સી દ્વારા શ્રમિકોને પૂરો પગાર ન ચૂકવી એજન્સીઓ શ્રમિકોનું શોષણ કરતી હોઈ શ્રમિકોને પૂરો પગાર ચૂકવાય તે સુનિશ્ચિત કરવામાં આવે, હસનનગર વણઝારાવાસ આવાસ બ્લોક ભૂગર્ભ ગટરનું ગંદુ મળયુક્ત પાણી છેલ્લા10 વર્ષથી નદીમાં નખાય છે તથા સ્લોટર હાઉસની તમામ ગંદકી નદીમાં ઠલવાય છે. જેનું પાલિકા પ્રમુખે નિરીક્ષણ પણ કર્યું હતું તેનો નિકાલ કેમ આવ્યો નથી, પે એન્ડ યુઝ બંધ છે અસામાજિક પ્રવૃત્તિ થાય છે તેની રજૂઆતને પણ 7 માસ વિતી ગયા છે, પાલિકા વિસ્તારમાં ચીફ ઓફિસરે ગેરકાયદે બાંધકામો માટે નિમેલ કમિટીનો અહેવાલ સભામાં વંચાણે લઈ કરેલ કાર્યવાહી જાહેર કરવા,કૂતરાંઓનો આતંક વધી ગયો છે તેના ખસીકરણ માટે આયોજન થાય. ગેરકાયદેસર કામ કરી નિયમોનો સરેઆમ ભંગ કરતી હોર્ડીંગ એજન્સીઓ વિરુદ્ધ શંુ કાર્યવાહી કરી, સ્ટ્રીટ લાઈટ માટે 66 લાખના ખર્ચે એજન્સી રોકવા છતાં અલગ અલગ વિસ્તારોમાં સ્ટ્રીટલાઈટ બંધ કેમ રહે છે, સને 2012માં ડ્રાફ્ટ ટીપી અમલી બનાવવા છતાં 12 વર્ષે પણ ફાઇનલ ટીપીમાં પરિવર્તિત કેમ નથી થઈ સહિતના પ્રશ્નો શાસક પક્ષ માટે પીડાકારક બની રહેનાર છે. કારણ નદીને અપવિત્ર થતી અટકાવવી, ટીપી ફાઇનલ, ગેરકાયદેસર બાંધકામો, શ્રમિકોનું શોષણ અટકાવવું, હોર્ડિંગ્સ એજન્સીઓને ખોટું કરતા અટકાવવી બધી જવાબદારી શાસક પક્ષની છે જે નિયમિત કરાવવા વિરોધ પક્ષના નેતા માંગ કરી રહ્યા છે.
http://dlvr.it/TBF0pf
http://dlvr.it/TBF0pf
Comments
Post a Comment