Skip to main content

હાઈકોર્ટે આરોપીઓને શરતી જામીન આપ્યા:વિરમગામના યુવકને લગ્ન કરવા પરિવાર સાથે ખેડબ્રહ્મમા બોલાવ્યો, નકલી પોલીસે છોકરી લેવા આવ્યો છો કહીં 1.55 લાખ લૂંટી લીધા

સાબરકાંઠાના ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન 23 નવેમ્બર 2023ના રોજ IPCની કલમ 406, 419, 395, 506(2), 120B અને 34 મુજબ સાત જેટલા આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. જે સંદર્ભે બે આરોપીઓની જામીન અરજી ઈડરની કોર્ટે રદ કર્યા બાદ આરોપી રમેશ ગમારે ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. જેને 10 હજારના બોન્ડ ઉપર કોર્ટે શરતી જામીન આપ્યા હતા. આરોપીઓએ વિરમગામના યુવકને લગ્નની લાલચ આપી પરિવાર સાથે ખેડબ્રહ્મા બોલાવ્યા હતા. જ્યાં ઇકો ગાડીમાં બેસાડીને પરિવારને એક મકાનમાં લઈ ગયા હતા. આ મકાનમાં પહેલેથી જ 4 પુરુષ અને 2 સ્ત્રીઓ હાજર હતી. ત્યાં અચાનક 2 શખસો આવ્યા હતા અને પોતાની પોલીસ તરીકે ઓળખાણ આપી હતી. તેઓએ ફરિયાદીના પરિવારને ધમકાવીને કહ્યું હતું કે, અમારા વિસ્તારમાં છોકરી લેવા આવ્યા છો? જીવતા જવું હોય તો બધું આપીને જવું પડશે. આ સાથે જ ફરિયાદીના પરિવાર સાથે મારા મારી કરીને રોકડા અને દાગીના સહિત 1.55 લાખની મતા લૂંટી લીધી હતી. યુવકને લગ્ન માટે છોકરીનો ફોટો મોકલ્યો હતો
કેસની વિગતે જોતા વિરમગામનો 25 વર્ષીય યુવક જે ખેડૂત છે અને ધોરણ 7 ભણેલો છે. તેના ઘરમાં તે એકલો જ કુંવારો હતો. તેના ઘરના લોકો તેના માટે લગ્ન લાયક છોકરી શોધી રહ્યા હતા. ત્યારે તે ઓળખીતાના હવાલાથી ખેડબ્રહ્મા છોકરી જોવા ગયો હતો, પરંતુ છોકરી લગ્ન માટે પસંદ ના આવતા તેને ના પાડી હતી. આ સમયે યુવકે છોકરી બતાવનાર ખેડબ્રહ્માના વ્યક્તિને પોતાનો મોબાઈલ નંબર આપ્યો હતો. ખેડબ્રહ્માથી પરત આવ્યાના થોડા દિવસ બાદ તે વ્યક્તિનો યુવક ઉપર ફોન આવ્યો હતો. જેને યુવકના લગ્ન માટે એક છોકરીનો ફોટો મોકલ્યો હતો. આ છોકરી યુવકને પસંદ આવી હતી. તે વ્યક્તિએ છોકરીનો નંબર આપતા યુવક અને છોકરી વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. લગ્નની વાત કરતા 2.5 લાખ રૂપિયા માગ્યા
યુવકે લગ્ન કરવાની વાત કરતા તે વ્યક્તિએ યુવક પાસે 2.5 લાખ રૂપિયા માગ્યા હતા. જેથી યુવકના પરિવારે બે લાખ શરૂઆતમાં અને 50 હજાર દેવ દિવાળીએ આપવાની વાત કરી હતી. બાદમાં ખેડબ્રહ્માથી ફોન આવતા યુવકને 2 લાખ રૂપિયા લઈને ખેડબ્રહ્મા લગ્ન માટે બોલાવ્યો હતો. આ દરમિયાન તેને યુવતી જેની સાથે લગ્ન કરવાના હતા તેનો અને અન્ય એક વ્યક્તિનો ફોન પણ આવ્યો હતો. યુવકને પૈસા, લગ્નના દાગીના અને જરૂરી સામાન લઈને ખેડબ્રહ્મા બસ મથકે બોલાવવામાં આવ્યા હતા. જેથી યુવક પોતાના ગણતરીના સગા સાથે ઇકો ગાડીમાં ખેડબ્રહ્મા બસ સ્ટોપ પહોંચ્યો હતો. જ્યાં બે માણસો તેમને લેવા આવ્યા હતા. તેમને ગાડીમાં બેસાડીને ખેડવા ગામે જવા નીકળ્યા હતા. આ દરમિયાન તે માણસોએ યુવકના સગાને જણાવ્યું હતું કે કોઈ પૂછે તો કહેવું કે તેઓ લગ્ન માટે નથી આવ્યા પરંતુ મહેમાન છે. જીવતા જવું હોય તો જે હોય તે આપી દો
ગાડી એક ગામના મકાન પર પહોંચી હતી જ્યાં મકાનમાં પહેલેથી જ ચાર પુરુષોને બે મહિલાઓ હાજર હતી. ત્યાં અચાનક બે માણસો આવી ચડ્યા હતા અને પોતાની પોલીસ તરીકે ઓળખાણ આપી હતી. તેમને યુવકના કુટુંબીજનોને કહ્યું હતું કે છોકરી લેવા આવ્યા છો? જીવતા જવું હોય તો જે હોય તે આપી દો. બાદમાં યુવક અને તેના પરિવારજનોને માર મારવામાં આવ્યો હતો. તેમની પાસેથી રોકડ અને દાગીના મળીને 1.55 લાખ રૂપિયા લઈ લેવામાં આવ્યા હતા. સાથે જ યુવકના મોટા ભાઈનો એક વીડિયો ઉતારી દેવામાં આવ્યો હતો. જેમાં તેની પાસેથી બોલાવવામાં આવ્યું હતું કે તેઓ ત્યાં છોકરી લેવા આવ્યા છે અને કશું જ આપ્યું નથી. આ સાથે જ આખા પરિવારને જેલ ભેગા કરવાની ધમકી આપવામાં આવી હતી. જેથી પરિવાર ત્યાંથી જીવ બચાવીને ખેડબ્રહ્મા પહોંચ્યો હતો. આ કેસમાં આરોપી સામે તપાસ પૂર્ણ થઈ હતી અને ચાર્જશીટ પણ ફાઈલ થઈ ચૂકી હોવાથી હાઇકોર્ટે અરજદારને જામીન આપ્યા હતા.


http://dlvr.it/TB3zcF

Comments

Popular posts from this blog

પ્રોપર્ટી રીટર્નનું ડિકલેરેશન ફોર્મ:AMC ક્લાસ-1 અને 2 અધિકારીઓ અને કર્મચારીઓએ 31 ડિસેમ્બર સુધીમાં મિલકતોની માહિતી ઓનલાઈન ભરવાની રહેશે

http://dlvr.it/T0YdLn

રાજકોટ મનપાનું ચેકિંગ યથાવત:ફાયર NOC અને BU સર્ટિફિકેટ વિનાના વધુ 18 સંકુલો સીલ, 12 શૈક્ષણિક સંસ્થામાં બેદરકારી મળી

રાજકોટમાં સર્જાયેલા ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના બાદ મનપાની ફાયર, ટીપી, બાંધકામ, વોર્ડ ઓફિસર અને એન્જિ. સહિતની ટીમો તમામ 18 વોર્ડમાં આવેલી આવી મિલકતોની તપાસ કરી રહી છે. આજે સતત ત્રીજા દિવસે કમિશનર દેવાંગ દેસાઇની સૂચનાથી ડ્રાઇવ ચાલુ રહેતા શહેરનાં વિવિધ વિસ્તારોમાં શાળાઓ, જાણીતી હોસ્પિટલ સહિતના 18 એકમો સીલ કરી દેવામાં આવ્યા છે. જેમાં ફાયર સેફટી અને બીયુ વગરની 12 શૈક્ષણિક સંસ્થામાં બેદરકારી મળી આવી હતી. તેમજ દવાખાના અને રેસ્ટોરન્ટમાં પણ બેદરકારી જોવા મળતા નોટિસો ફટકારવામાં આવી હતી. છેલ્લા ત્રણ દિવસમાં 106 બિલ્ડિંગ સીલ પ્રાપ્ત વિગત મુજબ ગઇકાલે 45 બિલ્ડિંગ સીલ કરવામાં આવ્યા બાદ ત્રણ દિવસમાં અને આજે બપોર સુધીમાં કુલ 106 જેટલી બિલ્ડિંગ સીલ કરવામાં આવી છે. આજની કાર્યવાહીમાં વોર્ડ નં. 9ના રૈયા રોડની સેલસ હોસ્પિટલ, વોર્ડ નં. 11ના નાના મવા રોડ લાગુ ધોળકીયા અને પાઠક સહિતની 12 સ્કૂલનો પણ સમાવેશ થાય છે. જો કે, મનપા દ્વારા સીલિંગ કાર્યવાહી વચ્ચે આ બિલ્ડિંગ ફરી ક્યારે ખોલવા, કઇ રીતે મંજૂરી કે એનઓસી રિન્યૂ કરવા સહિતની કોઇ સીધી અમલવારી થાય તેવી ગાઇડલાઇન ન હોય, આવા તમામ સંકુલોના સંચાલકો હાલમાં ચિંતામાં મુકા...

પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કેદની સજા:સામરખાના માથાભારે શખ્સે પત્નીને ઝેરી ઈન્જેકશન આપી બેભાન કર્યા બાદ કેબલ વડે ગળેટૂંપો આપી હત્યા નિપજાવી હતી

http://dlvr.it/T0lJMv