Skip to main content

કડી ક્રાઇમ ન્યૂઝ:પોલીસે ચારોલ ગામેથી 60 બોટલ સાથે ઈસમને ઝડપ્યો; કોયડા, રાજપુર, નંદાસણ અને નદાણ ગામેથી જુગાર રમતા 8 ઈસમો ઝડપાયા

કડી તાલુકાના નંદાસણ, બાવલુ અને કડી પોલીસે અલગ અલગ જગ્યા ઉપર રેડ કરી હતી. જેમાં નદાણ, કોયડા રાજપુર અને નંદાસણ ગામે વરલી મટકાનો આંક ફેરનો જુગાર તેમજ તીનપત્તીના જુગાર રમાડતા ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા. તેમજ કડી પોલીસે ચારોલ ગામેથી વિદેશી દારૂનો વેપાર કરતાં ઈસમને ઝડપી પાડી જેલના હવાલે કર્યો હતો. કડી તાલુકાના બાવલુ પોલીસનો સ્ટાફ અલગ અલગ વિસ્તારમાં જુગાર લગત કામગીરીમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. ત્યારે માહિતી મળી હતી કે, નંદાણ ગામે આવેલી મસ્જિદ વાળા વાસમાં રહેતા કાળુભાઈ સિપાઈ પોતાના ઘરની બહાર ખુલ્લી જગ્યામાં વલ્લી મટકાનો આંક ફેરનો જુગાર રમી રમાડી રહ્યા છે. પોલીસે માહિતીના આધારે રેડ કરી હતી અને વરલી મટકા આંક ફેરનો જુગાર રમતા કાળુભાઈ સિપાઈ અને મેલાજી ઠાકોર બંનેને ઝડપી પાડ્યા હતા. તેમજ કુલ રૂપિયા 10,700નો મુદ્દામાલ કબજે કરી ગુનો દાખલ કરાયો હતો. તેજ રીતે બાવલુ પોલીસ સ્ટાફના માણસોને કોયડા બસ સ્ટેન્ડ પાસે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન માહિતી મળી હતી કે, કોયડા સરકારી બોરની પાછળ કેટલા ઈસમો જુગાર રમી રહ્યા છે. માહિતીના આધારે પોલીસે રેડ કરી હતી જ્યાં જુગાર રમતા ભોપાભાઈ ઠાકોર, અંકિત ઠાકોર અને કનુભાઈ ઠાકોર તમામને ઝડપી પાડી કુલ રૂપિયા 1870નો મુદ્દામાલ કબજે કરી ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી. કડી તાલુકાના નંદાસણ પોલીસે ત્રણ જગ્યા ઉપર રેડ કરી આંક ફેરનો વલ્લી મટકાનો જુગાર રમતા ઈસમોને ઝડપી પાડી ગુનો દાખલ કરાયો હતો. જ્યાં નંદાસણ પોલીસે રાજપુર બસ સ્ટેન્ડની બાજુમાં આવેલા હયાત કાર વોશિંગની બાજુમાં આવેલા છાપરામાં કેટલાક ઈસમો વરલી મટકાનો જુગાર રમી રહ્યા હતા રેડ કરી હતી. રેડ દરમિયાન ઈમ્તિયાઝ ખાન ઉર્ફે બોળો પઠાણ અને અકબર ખાન પઠાણ બંનેને ઝડપી પાડ્યા હતા. પોલીસે કુલ રૂપિયા 4241નો મુદ્દામાલ કબજે કરી ગુનો દાખલ કર્યો હતો. જ્યારે અન્ય એક જગ્યાએથી વરલી મટકાનો જુગાર રમતા આમિર સોયબ સૈયદને ઝડપી પાડ્યો હતો. તેના પાસેથી આંક ફેર વરલી મટકાનો જુગાર રમતાની સર સામગ્રી તેમજ ચિઠ્ઠીઓ મળી આવતા પોલીસે તેના સામે ગુનો દાખલ કરી અને રૂપિયા 1550નો મુદ્દામાલ કબજે કર્યો હતો. નંદાસણ પોલીસે ઇન્દ્રાડ ગામના ચરામાં માહિતીના આધારે રેડ કરી હતી જ્યાં જુગાર રમતા રામાજી ઠાકોર અને કિશનસિંહ ઠાકોરને ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારની રેડ દરમિયાન રોકડ રકમ મોટર સાયકલ સહિત રૂપિયા 57,900નો મુદ્દામાલ કબજે કરી ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી. કડી પોલીસના ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે માહિતી મળી હતી કે, ચારોલથી વિસતપુરા રોડ ઉપર જતા પાર્લરની આગળ ઝાડીઓમાં વિદેશી દારૂની બોટલ સંતાડેલી છે. તેમજ ચારોલ ગામે રહેતો મહેન્દ્રસિંહ ઝાલા વેપલો કરી રહ્યો છે. પોલીસે માહિતીના આધારે પંચોની સાક્ષીમાં રેડ કરી હતી. રેડ દરમિયાન વ્યાપાર કરતો ઈસમ ઝડપાઈ ચુક્યો હતો. તેમ જ પોલીસે 60 વિદેશી દારૂની બોટલ જપ્ત કરી રૂપિયા 5280નો મુદ્દામાલ કબજે કરી ગુનો દાખલ કર્યો હતો.


http://dlvr.it/TB4wy8

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n