અમીત નગર નજીક આવેલા પાયલ પાર્કમાં આવેલા પાયલ પાર્કમાં એનઆરઆઈ ઘરમાં તાળા તૂટ્યા હતા. જોકે ઘરમાં કંઈ હોવાને કારણે ચોર ખાલી હાથે ગયા હતા, પાડોશીઓના કહેવા પ્રમાણે ઘરના રસોડામાંથી ચણા ખાઈને ફરાર થઈ ગયા હતા. શહેર પોલીસનું સતત પેટ્રોલિંગ હોવા છતાં અનેક વાર તસ્કરો બંધ ઘરોને નિશાનો બનાવતા હોય છે, એવામાં અમીત નગર પાસે આવેલી સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા હતા. પાયલ પાર્કમાં રહેતા સ્તવન મહેતા છેલ્લા ઘણા વર્ષોથી અમેરીકા ખાતે રહે છે. સોમવારે રાત્રે 2 તસ્કરો આ ઘરને નિશોનો બનાવ્યો હતો અને નકુચા તોડ્યો હતો. સવારે આ બાબતે પાડોશીઓને જાણ થતાં તાત્કાલિક હરણી પોલીસને જાણ કરવામાં આવતા હરણી પોલીસ દોડી આવી હતી. ચોરોએ આખા ઘરનો સામાન વેર-વિખેર કરી દીધો હતો. જોકે તેઓને કંઈ હાથ નહોતું લાગ્યું પોલીસે સ્તવન ભાઈ સાથે વીડિયો કોલ દ્વારા પણ ખરાઈ કરવામાં આવી હતી. જોકે પાડોશીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ચોરો રસોડાના ડ્રોવરમાં પડેલા ચણા ખાઈને ગયા છે. ચોર સોસાયટીમાં આવ્યા તે અંગેના સીસીટીવી ફુટેજ બહાર આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, 2 ચોરો ઈકો કાર લઈને આવ્યા હતા અને તેઓએ સોસાયટીમાં આટા પણ માર્યા હતા.
http://dlvr.it/TBHXNc
http://dlvr.it/TBHXNc
Comments
Post a Comment