Skip to main content

Posts

Showing posts from September, 2024

સ્વચ્છતા હી સેવા:સુરતની SPB ઇંગ્લિશ મીડિયમ કોલેજ ઓફ કોમર્સના NSS સ્વયંસેવકોએ કોલેજ કેમ્પસમાં સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું

સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત એસપીબી ઇંગ્લિશ મીડિયમ કોલેજ ઓફ કોમર્સ, સુરત ખાતે "સ્વચ્છતા હી સેવા" અંતગર્ત તારીખ 20, સપ્ટેમ્બર 2024ના રોજ સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ ઇન્ચાર્જ આચાર્ય ડો. આશિષ પંડ્યા અને NSS પ્રોગ્રામ ઓફિસર ડો. ફરીદા રૂસી માંડવીવાલા અને ડો. પ્રતિક પસ્તાગીયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. આ કાર્યક્રમમાં એનએસએસ (NSS)ના સ્વયંસેવકો અને સ્વયંસેવિકાઓએ દ્વારા કોલેજ કેમ્પસમાં અને તેની આજુબાજુના વિસ્તારમાં સફાઈ કરવામાં આવી હતી. આ સ્વચ્છતા અભિયાનમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો અને સ્વયંસેવિકાઓ જોડાયા હતા. ત્યારબાદ સ્વચ્છતા જાળવવા અંગેના શપથ એનએસએસ સ્વયંસેવકો અને સ્વયંસેવિકાઓ દ્વારા આવી હતી. http://dlvr.it/TDVpKD

ભાદરવાનો તાપ:ગાંધીધામ 36.5 ડિગ્રીએ સર્વાધિક ગરમ

કચ્છમાંથી ચોમાસુ વિદાયભણી છે તેવામાં ભાદરવો મહિનો અસલી મિજાજ દર્શાવતો હોય તેમ ફરી ગરમીની આણ વર્તાઇ રહી છે. શુક્રવારે કંડલા એરપોર્ટ મથકે મહત્તમ તાપમાન 36.5 ડિગ્રીએ પહોંચતાં રાજ્યમાં સર્વાધિક ગરમ મથક બન્યું હતું તો બીજા ક્રમે ભુજમાં પારો 36.4 ડિગ્રી રહ્યો હતો. ચાલુ માસના પ્રથમ સપ્તાહમાં કચ્છમાં છૂટો છવાયો વરસાદ વરસ્યા બાદ છેલ્લા કેટલાક દિવસોથી ગરમી અનુભવાઇ રહી છે. કંડલા એરપોર્ટ મથકે ઊંચું ઉષ્ણતામાન 36.5 ડિગ્રીએ પહોંચતાં ગાંધીધામ, આદિપુર, અંજાર, ગળપાદર સહિતનો વિસ્તાર રાજ્યમાં સૌથી ગરમ બન્યો હતો. અહીં તાપમાન સામાન્ય કરતાં બે ડિગ્રી જેટલું વધુ નોંધાયું હતું. લઘુતમ 25.5 ડિગ્રી રહ્યું હતું. જિલ્લા મથક ભુજમાં વાદળો ગાયબ થવાની સાથે ગરમી વધી હતી અને મહત્તમ તાપમાનનો પારો 36.4 ડિગ્રીએ પહોંચ્યો હતો. સવારે ભેજનું પ્રમાણ 85 ટકા તો સાંજે 55 ટકા જેટલું રહેતાં લોકો પરસેવે રેબઝેબ થયા હતા. ઉષ્ણતામાનમાં સામાન્ય કરતાં 1.5 ડિગ્રીના વધારા સાથે જિલ્લા મથક રાજ્યમાં બીજા ક્રમે ગરમ બન્યું હતું. જો કે, 25.6 ડિગ્રી જેટલા નીચા ઉષ્ણતામાન સાથે મોડી રાત્રે ઠંડક પ્રસરી હતી. કંડલામાં મહત્તમ તાપમાન 33.5 જ્યારે નલિયા ખાતે ...

બૂલેટ ટ્રેનનું કામ બૂલેટ ગતિએ:વડોદરા અને વાપી ખાતે 1000 સ્પાન બોક્સ ગર્ડર્સનું કાસ્ટિંગ પુર્ણ, ગુજરાતમાં કુલ 352 કિમી અંતર; અન્ય કામગીરી કરવામાં આવશે

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ બૂલેટ ટ્રેન અંગેની કામગીરી પુર જોશમાં જોવા મળી રહી છે. આ કામગીરીમ મુંબઈ-અમદાવાદ બૂલેટ ટ્રેન પ્રોજેક્ટના વાયડક્ટ બાંધકામ માટે ગુજરાતના વડોદરા અને વાપી ખાતે આવેલા બે કાસ્ટિંગ યાર્ડમાં 1000 સ્પાન બોક્સ ગર્ડર્સ (દરેક કાસ્ટિંગ યાર્ડ)નું કાસ્ટિંગ સંપૂર્ણ પણે પૂર્ણ કરવામાં આવ્યું છે. બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ ગુજરાત અને DNHનું ફૂલ અંતર 352 કિમીનું છે. જે હાલમાં 290 કિલોમીટર વાયડક્ટનું નિર્માણ ફુલ સ્પાન લોંચિંગ (FSLM) દ્વારા કરવામાં આવશે અને બાકીની ગોઠવણી મુખ્યત્વે સેગમેન્ટલ લોન્ચિંગ સાથે 17 સ્ટીલ બ્રિજ, 8 સ્ટેશન, 350 મીટર ટનલ અને અન્ય સિવિલ સ્ટ્રક્ચર્સ દ્વારા કરવામાં આવશે. બૂલેટ ટ્રેન પ્રોજેક્ટના વાયડક્ટના નિર્માણમાં ઉપયોગમાં લેવાતા સંપૂર્ણ ગર્ડર સામાન્ય રીતે 40 મીટર લાંબા અને 970 મેટ્રિક ટન વજનના હોય છે. ગુજરાત અને DNHમાં ફુલ સ્પાન લોન્ચિંગ ગર્ડર્સની વિગતોમાં કુલ સ્પાન ગર્ડર્સની સંખ્યા 7277 કે 290 કિલોમીટરનો વિસ્તાર છે. આ સાથે FSLM ગર્ડર કાસ્ટની સંખ્યા 5169 જેનો ફૂલ વિસ્તાર 207 કિલોમીટરનો છે. વાયડક્ટ બાંધવા શરૃ કરાયેલા FSLM ગર્ડરની સંખ્યા 4651 જેની...

રોડ સેફ્ટી કમિટીની સક્રિય કામગીરી:નર્મદા જિલ્લામાં રાજમાર્ગો ઉપર બ્લેક સ્પોટ ઘટતાં છેલ્લા ત્રણ વર્ષમાં માર્ગ અકસ્માતોના મૃત્યુ દરમાં સતત ઘટાડો નોંધાયો

માર્ગ અકસ્માતમાં ઘટાડો કરવા માટે નર્મદા જિલ્લામાં લેવાયેલા તબક્કાવાર પગલાંઓના સારા પરિણામો મળ્યા છે. ખાસ કરીને અકસ્માતનું પ્રમાણ વધુ હોય એવા બ્લેક સ્પોટ નિયત કરી ત્યાં ઉભા કરાયેલા સ્પીડ બ્રેકર-સફેદ પટ્ટા દોરી યાતાયાત નિયંત્રણ સુવિધાને કારણે છેલ્લા ત્રણ વર્ષમાં અકસ્માતમાં માનવમૃત્યુની કમનસીબ ઘટનાઓમાં જિલ્લામાં ઉત્તરોત્તર ઘટાડો જોવા મળી રહ્યો છે. વાહન વ્યવહાર અધિકારી નિમિષાબેન પંચાલ જણાવ્યું કે, જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માતોની વાત કરીએ તો વર્ષ- 2021માં કુલ 98, વર્ષ- 2022માં કુલ- 91 અને વર્ષ- 2023 દરમિયાન કુલ- 85 વ્યક્તિઓનાં મોત થયા હતા, જે ઘણી જ દુ:ખદ બાબત છે. પરંતુ જિલ્લામાં રોડ સેફ્ટી કમિટીની સક્રિય કામગીરીથી માર્ગ અકસ્માતોના નિવારણ સાથે બ્લેક સ્પોટને દૂર કરવામાં પણ સહાયતા સાંપડી છે. વર્ષ- 2021ની સરખામણીએ વર્ષ- 2023માં માર્ગ અકસ્માતમાં 13.26 ટકાનો ઘટાડો નોંધાયો છે. હજુ પણ આવનારા વર્ષોમાં આવા અક્સ્માતમાં સતત ઘટાડો થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને સંબંધિત વિભાગો સતત પ્રયત્નશીલ છે. માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘડાટવા માટે જિલ્લા ટ્રાફિક અને સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી દ્વ...

સિલેક્શન બાદ તમામની પરીક્ષા લેવાશે:MSUના 500 યુવાનો-યુવતીઓએ NCC સિલેક્સન કેમ્પમાં ભાગ લીધો, તમામ ખર્ચ ડિફેન્સ દ્વારા ઉઠાવાશે

આજરોજ વડોદરાના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના 450 ઉપરાંત યુવાનો અને યુવતીઓએ એનસીસી દ્વારા આયોજિત સિલેક્શન કેમ્પમાં ભાગ લીધો હતો. આ કેમ્પમાં સિલેક્ટ થનાર યુવાનો અને યુવતીઓ 3 ગુજરાત કેડેટ તરીકે ઓળખાય છે. સિલેક્શન બાદ તમામની પરીક્ષા લેવાશે કર્નલ દેવેન્દ્ર સિંઘે જણાવ્યું હતું કે, NCCમાં એ, બી અને સી એમ ત્રણ કેટેગરી હોય છે. કેટેગરી મુજબ સિલેક્ટ થયેલા યુવાનો અને યુવતીઓને તાલીમ આર્મી જવાનો દ્વારા આપવામાં આવે છે. આજે આર્મી વિંગમાં સિલેક્ટ થવા માટેના કેમ્પનું ફતેગંજ એનસીસી કેમ્પસ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં એમ. એસ. યુનિવર્સિટીના 300 ઉપરાંત યુવાનો-યુવતીઓએ ભાગ લીધો છે. જેઓની જનરલનોલેજની લેખિત, મૌખિક પરીક્ષા લેવામાં આવે છે. ઉપરાંત શારીરિક પરિક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષામાં પાસ થયા બાદ યુવાનને સિલેક્ટ કરવામાં આવશે. તમામ ખર્ચ દેશના ડિફેન્સ દ્વારા ઉઠાવાશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 3 ગુજરાત બટાલિયન માટે 3 વર્ષનો કોર્સ હોય છે. ત્રણ વર્ષનો કોર્સ પૂર્ણ થયા બાદ C સર્ટિફિકેટ આપવામાં આવે છે. એનસીસીના C સર્ટિફિકેટ બાદ કેડરને પોલીસ, આર્મી ઓફિસર, રિઝર્વ તેમજ કોર્પોરેટ કંપનીઓમાં પ્રધાન્ય મ...

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

માથાભારે ત્રિપુટી વિરુદ્ધ ગુનો દાખલ:સુરત જિલ્લાના શ્રીરામ સેનાના પૂર્વ મહામંત્રી અને તેના ભાઈઓની બારડોલીમાં મહિલા સાથે દબંગાઈ; ત્રણેય ફરાર

બારડોલીના શાસ્ત્રી રોડ પર સ્વામિનારાયણ મંદિર નજીક ત્રણ ભાઈઓએ ટોળે મળી બાઇક સવાર મહિલા સાથે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો. બારડોલીની શ્રી રામ સેના સંગઠનના પૂર્વ જિલ્લા મહામંત્રી કૃણાલ પારેખ, તેનો ભાઈ પિંકેશ પારેખ અને ક્રિષ્ના પારેખે દબંગાઈ કરી હતી. બારડોલીમાં રહેતી મહિલા પોતાની દીકરીને ટ્યુશન કલાસમાંથી મોપેડ ઉપર લેવા માટે ગઈ હતી. મહિલા સ્વામીનારાયણ હેડગેવાર ચોક નજીકથી દીકરી સાથે મોપેડ ઉપર પસાર થઈ રહી હતી. દરમિયાન અન્ય એક મોપેડ ઉપર આવેલ પિંકેશ પારેખ નામના યુવાને મહિલાને અપશબ્દો આપવાનું શરૂ કર્યું હતું. ગભરાયેલી મહિલાએ મોપેડ રોડની સાઈડ ઉપર ઉભી કરી પિંકેશને અપશબ્દો આપવાનું ના કહ્યું હતું. આ દરમિયાન ત્યાં હાજર તેનો નાનો ભાઈ અને શ્રી રામ સેનાના નામે નગરમાં દમદાટી મારતો કૃણાલ પારેખે પણ મહિલાની ગરીમાં જાળવવાને બદલે જાહેર માર્ગ પર અણછાજતું વર્તન કર્યું હતું. અને કુણાલનો ભાઈ ક્રિષ્ના પારેખ એમ ત્રણે ભાઈઓની ત્રિપુટીએ મહિલાને અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું. લોકટોળા વચ્ચે ગભરાયેલી મહિલાએ નજીકમાં હાજર પોતાના પતિના પરિચિત યુવાનને બોલાવતા લૂખા તત્વોની ત્રિપુટીઓએ યુવાનને ધક્કો મારી ફેંકી દીધો હતો. મહિ...

કોંગ્રેસની મહિલા ટીમ મેદાને ઉતરી:રાહુલ ગાંધી સામે અલગ અલગ નેતાઓએ કરેલી વિવાદિત ટીપ્પણી મામલે કલેક્ટરને આવેદન પાઠવ્યું, ટીપ્પણી કરનારા વિરૂદ્ધ કાર્યવાહીની માંગ

આજે નવસારી જિલ્લા કોંગ્રેસની મહિલા ટીમ દ્વારા કલેક્ટર કચેરી પહોંચી કોંગ્રેસના રાહુલ ગાંધી સામે થયેલી વિવાદિત ટિપ્પણીને લઈને કાર્યવાહી કરવાની માંગ કરી હતી. છેલ્લા લાંબા સમયથી રાહુલ ગાંધી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવામાં આવી રહી છે જેને લઈને કોંગ્રેસની મહિલા ટીમ મેદાને ઉતરી છે. ભાજપના નેતા તરવિન્દર સિંહ મારવાહે એક જાહેર કાર્યક્રમમાં રાહુલ ગાંધીને ધમકી આપી હતી કે, જો તેઓ ‘સાવધાન નહીં રહે', તો તેમની દાદી (ઈન્દિરા ગાંધી) જેવી જ હાલત થશે. ઉપરાંત, શિવસેના શિંદેના MLA સંજય ગાયકવાડે રાહુલની જીભ કાપનારને 11 લાખ રૂપિયા આપવાની ઘોષણા કરી હતી. આ ઉપરાંત, મંત્રી રવિનિત સિંહ બિટ્ટુએ રાહુલને દેશના “નંબર 1 આતંકવાદી” તરીકે ગણાવ્યાં હતા, અને યુપીના મંત્રી રઘુરાજ સિંહે પણ આ પ્રકારના નિવેદનો કર્યા હતા. આ તમામ નિવેદનોની સામે કોંગ્રેસે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને આ નેતાઓ વિરુદ્ધ FIR નોંધવાની માંગ કરી છે. કોંગ્રેસના નેતાઓનું કહેવુ છે કે, આ પ્રકારની ટિપ્પણીઓ જનતામાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરે છે અને એ ચૂંટણી દરમિયાન શાંતિભંગ કરવા માટે કરવામાં આવી રહી છે. આ સમગ્ર બાબતે નવસારીમાં પણ કોંગ્રેસમાં રોષ જોવા મળી રહ્ય...

એજ્યુકેશન:શ્રી જે. ડી. ગાબાણી કોલેજમાં વિદ્યાર્થિનીઓ માટે ઇન્ડોર ગેમ ચેસ સ્પર્ધાનું આયોજન

શ્રી તાપી બ્રહ્મચર્યાશ્રમસભા સંચાલિત શ્રી જે. ડી. ગાબાણી કોમર્સ કોલેજ એન્ડ શ્રી સ્વામી આત્માનંદ કોલેજ ઓફ મેનેજમેન્ટ, વરાછા, સુરતમાં વિદ્યાર્થીઓમાં ઇન્ડોર ગેમ પ્રત્યે રુચિ વધે તેમજ માનસિક વિકાસ હેતુથી ચેસ (બહેનો) સ્પર્ધાનું આયોજન તા. 19-09-2024ના રોજ કરવામાં આવ્યું હતું, જેમાં કોલેજની વિદ્યાર્થિનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં વિજેતા તરીકે એફ. વાય. બી.કોમની વિદ્યાર્થિની લાઠીયા ધાર્મી અને રનર અપ તરીકે એસ. વાય. બી.કોમની વિદ્યાર્થીની લાડુમોર મનીષા જાહેર કરવામાં આવેલ હતા. સમગ્ર ચેસ સ્પર્ધાનું સંચાલન પ્રા. રસિકભાઈ કાથરોટીયા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ સ્પર્ધાના મૂલ્યાંકન માટે જજ તરીકે પ્રા. રાજદીપભાઈ અકબરી હાજર રહ્યા હતા. કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. ગોવિંદભાઈ ધીનૈયાએ તમામ સ્પર્ધક વિદ્યાર્થિનીઓને તેમજ વિજેતા વિદ્યાર્થિનીઓને શુભેચ્છા પાઠવી હતી. http://dlvr.it/TDQcRB

સોશિયલ વેલફેર:સોશિયલ આર્મી ગ્રુપ તથા આત્મીય ચેરીટેબલ ટ્રસ્ટના સયુંક્ત ઉપક્રમે શરબત તથા બિસ્કીટ વિતરણ કેમ્પ યોજાયો

સોશિયલ આર્મી ગ્રુપ તથા આત્મીય ચેરીટેબલ ટ્રસ્ટના સયુંકત ઉપક્રમે અનંત ચતુર્દશી (ગણેશ વિસર્જન) નિમિતે રાહદારીઓ તથા શ્રદ્ધાળુઓ માટે સરથાણા નેચર પાર્ક સ્થિત શહીદ સ્મારક ખાતે જાહેર શરબત વિતરણ કેમ્પનું આયોજનકરવામાં આવ્યું હતું. જેમાં 10 હજારથી વધારે લોકોએ શરબતનો લાભ લીધો હતો. સોશિયલ આર્મી ગ્રુપ આત્મિય ચેરિટેબલ ટ્રસ્ટ તથા મોગલ જ્વેલર્સમાંથી નટુભાઈ ધામેલિયા અને એમની ટીમ ઉધમ ઈન્ડિયા શરબતમાંથી પરેશભાઈ ખેનીનો સહયોગ રહ્યો હતો સાથે લેફ્ટેનન્ટ હોમગાર્ડના ચીફ પ્રફુલભાઈ શિરોયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને સેવકોનો ઉત્સાહ વધાર્યો હતો. http://dlvr.it/TDQHfR

સ્પર્ધા:VHP- બજરંગ દળ અને રમઝટ થનગનાટ ગરબા ગ્રુપે ગણેશ મંડળ માટે સ્પર્ધા યોજી

ભાસ્કર ન્યૂઝ | પારડી પારડી શહેરમાં ગણેશ ઉત્સવ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ- બજરંગ દળ પ્રેરિત રમઝટ થનગનાટ ગરબા ગ્રુપ પારડી દ્વારા સ્પર્ધાનું યોજવામાં આવી હતી. જેમાં શ્રીગણેશજીની પ્રતિમા,મંડપ સુશોભન અને સ્વચ્છતા આ ત્રણેય બિંદુને આવરી લેવાયા હતા. આ સ્પર્ધા થકી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દરેક સમાજ મિત્રો મંડળોને મુલાકાત અને સંગઠિત કરવાનો હેતુ હતો.આ સાથે હિન્દુ ધર્મના ધાર્મિક ત્યોહાર ની ઉજવણી ધાર્મિક રીતે થાય અને ફિલ્મી ગીતો અશ્લીલ ગીતોનું પ્રદર્શન ન થાય એ પણ હતું. આ સ્પર્ધામાં કુલ 42 મંડળોએ ભાગ લીધો હતો. ટીમ દ્વારા દરેક મંડળની મુલાકાત લઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને કિંજલ બેન પંડ્યા, જયશ્રીબેન ભંડારી દ્વારા 5 મંડળોનેં ઈનામ વિતરણ કરવામાં આવ્યા હતા.જેમાં પ્રથમ ક્રમાંક શ્રી બ્રહ્મદેવ મંડળ (બદ્રીનાથ મંદિર),દ્વિતિય ક્રમાંકે બાલાખાડી ગણેશ મંડળ, ત્રિત્ય ક્રમાંક કહારવાડ ગણેશ મંડળ (મા વૈષ્ણવ દેવી), ચતુર્થ ક્રમાંક શ્રી યુવા મહોત્સવ ગ્રુપ (અયોધ્યા) અને પાંચમાં ક્રમાંક સંયુક્ત રીતે શ્રી વિનાયક મંડળ વિનાયક સ્ટ્રીટ (સુલતાન ફળીયા) અને શ્રી સાર્વજનિક મિત્ર મંડળ ચીવલ રોડ જકાતનાકા (વિઠ્ઠલ ભક્ત ગૌરા કુંભાર)...

ભાદરવી પૂનમે માતાજીના દર્શન:ખેડબ્રહ્મા નાના અંબાજીમાં લક્ષદ્વીપ અને દમણ દીવ પ્રશાસક અને સાંસદે માતાજીના દર્શન કર્યા

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા નાના અંબાજીમાં આજે મોડી સાંજે લક્ષદ્વીપ અને દમણ દીવ પ્રશાસક અને સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના સાંસદે માતાજીના દર્શન કર્યા હતા. ભાદરવી પુનમને બુધવારે સાંજે લક્ષદ્વીપ અને દમણ દીવ પ્રશાસક પ્રફુલ પટેલે અને સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના સાંસદ શોભનાબેન બારૈયાએ ભક્તોની ભીડ વચ્ચે ખેડબ્રહ્મા પહોંચ્યા હતા. જ્યાં કમળ પર સવાર માતાજીના દર્શન કર્યા હતા. સાબરકાંઠા પોલીસ વડા વિજય પટેલ, કલેક્ટર રતનકંવર ગઢવીચારણ જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા ખેડબ્રહ્મા પહોંચ્યા હતા અને વાજતે ગાજતે 52 ગજની ધજા સાથે મંદિરે પહોંચ્યા હતા. જ્યાં પૂજન અર્ચન કરી ધજા સાથે મંદિરની પ્રદક્ષિણા કરીને માતાજીના શિખર પર ધજા ચઢાવી હતી. અંબાજીથી દર્શન કરીને ગૃહમંત્રી હર્ષ સંઘવી ખેડબ્રહ્મા પહોંચ્યા હતા. જ્યાં એક ખાનગી હોટલમાં ભોજન લીધા બાદ ગાંધીનગર જવા રવાના થયા હતા. http://dlvr.it/TDPNgz

તૈયારીઓ:સદભાવના વૃદ્ધાશ્રમની ટીમ દ્વારા દ્વારકા શારદાપીઠનાં શંકરાચાર્ય પૂ. સદાનંદ સરસ્વતીજીનાં વૈશ્વિક રામકથાના આયોજન અંગે આશીર્વાદ મેળવાયા

હિંદુ ધર્માચાર્ય મહાસભાના કન્વીનર તેમજ સદભાવના વૃદ્ધાશ્રમનાં માર્ગદર્શક - સંરક્ષક પ. પૂ (ડૉ.) પરમાત્માનંદ સરસ્વતીજીનું સતત મળતું માર્ગદર્શન.સદભાવના વૃદ્ધાશ્રમની ટીમ દ્વારા દ્વારકા શારદાપીઠનાં શંકરાચાર્ય પૂ. સદાનંદ સરસ્વતીજીનાં વૈશ્વિક રામકથાના આયોજન અંગે આશીર્વાદ મેળવાયા હતા તેમજ પૂ. મોરારિબાપુને રૂબરૂ મળીને વૈશ્વિક રામકથા આયોજનની તૈયારીઓ અંગે વિદિત કરાયા હતા. આ અંગે હિંદુ ધર્માચાર્ય મહાસભાના કન્વીનર અને સેક્રેટરી તેમજ સદભાવના વૃદ્ધાશ્રમનાં માર્ગદર્શક અને સંરક્ષક પ. પૂ (ડૉ.) પરમાત્માનંદ સરસ્વતીજીનું સતત માર્ગદર્શન મળી રહ્યું છે. શારદાપીઠનાં શંકરાચાર્ય પૂ. સદાનંદ સરસ્વતીજીએ સમગ્ર આયોજનની રૂપરેખા જાણી ખુબ આનંદની અભિવ્યક્તિ કરી હતી તેમજ પર્યાવરણની અને વડીલોની સેવા અંગે પુનીત માર્ગદર્શન આપ્યું હતું ઉપરાંતમાં તલગાજરડા ખાતે પૂ. મોરારિબાપુને રૂબરૂ મળી વૈશ્વિક રામકથાનાં આયોજનની માઈક્રો ડીટેલ સદભાવના વૃદ્ધાશ્રમની ટીમે આપી હતી. અત્રે ઉલેખ્ખનીય છે કે વૈશ્વિક રામકથામાં સમગ્ર ભારતભરના પૂ. સાધુ સંતો, મહંતો, ધર્મ ક્ષેત્રનાં અગ્રણીઓ ઉપસ્થિત રહે તે દિશામાં પ્રયત્નો થઇ રહ્યા છે. આ સંદર્ભે સૌ ને દેશભરમાં...

શોભાયાત્રાનું ભવ્ય આયોજન:હિંમતનગરમાં દિગંબર જૈન સમાજના પર્યુષણ પૂર્ણ થતા ભગવાનની શોભાયાત્રા યોજાઈ; મોટી સંખ્યામાં લોકો જોડાયા

સાબરકાંઠાના હિંમતનગરમાં આજે દિગંબર જૈન સમાજના પર્યુષણ પર્વ પૂર્ણ થતા શાંતિનાથ દેરાસરથી શોભાયાત્રા યોજાઈ હતી. સાથે આર્યિકા માતાજી, સમાજના ભાઈઓ-બહેનો મહારાજ અને તપસ્વીઓ પણ જોડાયા હતા. દિગંબર જૈન સમાજના પર્યુષણ પર્વ 8 સપ્ટેમ્બર શરૂ થયા હતા અને મંગળવારેને 17 સપ્ટેમ્બરે પૂર્ણ થયા બાદ મિચ્છામી દુક્કડમ સાથે બુધવારે સવારે મહાવીરનગર ચાર રસ્તે આવેલી શાંતિનાથ દિગંબર જૈન દેરાસરથી ભગવાનની શોભાયાત્રા શરૂ થઇ હતી. જેમાં આર્યિકા માતાજી સમાજના ભાઈઓ-બહેનો અને તપસ્વીઓ જોડાયા હતા. જે શોભાયાત્રા ટાવર થઈને દેસાઈવાડા વિસ્તારમાં આવેલ ચંદ્રપ્રભુ ભગવાનના દેરાસરે પહોંચી હતી. જ્યાંથી પરત શોભાયાત્રા ટાવર થઈને નમસ્તે સર્કલ થઈને મહાવીરનગરમાં શાંતિનાથ દિગંબર જૈન મંદિરે પહોંચી પૂર્ણ થઇ હતી. http://dlvr.it/TDNH4K

ગણેશમહોત્સવની પૂર્ણાહુતિ:નવસારીના વિરાવળ ઓવારે આજે સવારે 6 વાગ્યા સુધી વિસર્જન પ્રક્રિયા ચાલી, વહિવટી તંત્ર સહિત પોલીસ વિભાગ ખડેપગે રહ્યું

નવસારી જિલ્લામાં આ વર્ષે ગણેશ વિસર્જન આજે સવારે છ વાગ્યા સુધી ચાલ્યું હતું. ગણેશ સંગઠન વહીવટી તંત્ર સહિત પોલીસ વિભાગ દ્વારા સતત 24 કલાક ખડે પગે વ્યવસ્થામાં રહેતા સફળ અને શાંતિ પૂર્વક ગણેશ વિસર્જનની પ્રક્રિયા પૂર્ણ થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. નવસારી શહેરના આજુબાજુમાં આવેલા ઓવારાઓ ઉપર થયેલા ગણેશ વિસર્જનના આંકડા ઉપર નજર કરીએ તો નવસારી વિરાવળ ઓવારા નાની મૂર્તિ 2790, મોટી મૂર્તિ 340, જલાલપોર ઓવારે નાની મૂર્તિ 485, મોટી મૂર્તિ, 61 ધારાગીરી નાની મૂર્તિ 820, મોટી મૂર્તિ 190 અને દાંડી મળી કુલ 5000થી વધુ મૂર્તિ વિસર્જિત થઈ હતી. વિજલપોર શહેરમાં ઓવરબ્રિજનું કામકાજ ચાલતું હોવાથી પૂર્વ વિસ્તારના ગણેશ મંડળોએ મોટાભાગની મૂર્તિઓ વિરાવળ ઓવરે આવીને વિસર્જિત કરી હતી. નવસારી શહેરના કેટલાક ગણેશ મંડળો છેલ્લે વિસર્જિત થાય તેવું વિચારીને ગણપતિ પ્રતિમાને APMC થી ઓવારા વચ્ચે મૂકી હતી, જેની જાણ પોલીસને થતા તાત્કાલિક મંડળોને પુશઅપ કરી ઓવારા સુધી પહોંચાડ્યા હતા, જેમાં દશેરા ટેકરીમાં આવેલા કરંટ વાળા ગણપતિ મંડળ સાથે પોલીસની થોડા સમય માટે રકજક પણ થઈ હતી, પરંતુ થોડા સમય બાદ મામલો થાળે પડ્યો હતો. ગણેશ પ્રતિમાને મં...

દિવાળીમાં લોકો થશે હેરાન:તળાવ દરવાજાના દોઢ વર્ષથી વન-વે રોડથી લોકો ત્રસ્ત બન્યા

જૂનાગઢ શહેરના તળાવ દરવાજાના દોઢ વર્ષથી વન-વે રોડના કારણે લોકો ત્રાહિમામ બન્યા છે. આગામી દિવસોમાં નોરતા,દિવાળીનો તહેવાર આવતો હોય તે પહેલા બન્ને તરફ રોડ ચાલુ કરવા લોકોમાંથી માંગ ઉઠી રહી છે. શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે. આ કામને લઇને તળાવ દરવાજા તરફના રસ્તાને વન - વે કરી દેવાયો છે. જોકે, એક વર્ષના બદલે દોઢેક વર્ષ વિતી ગયા પછી પણ બ્યુટિફિકેશનનું કામ હજુ પુરૂં થયું નથી. જેને કારણે આ રોડને વન-વે જ રાખી દેવાતા લોકોની હાલાકી વધી છે. ખાસ કરીને આગામી દિવસોમાં નોરતા અને દિવાળી જેવા તહેવારો આવવાના હોય તે પહેલા આ રોડને વન-વેથી મુક્તિ મળે તે જરૂરી છે. એક તો સાંકડો રસ્તો અને તેમાં વન - વે કરી દેવાતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે આ રોડને હવે બન્ને તરફ ચાલુ કરવાની લોકોમાંથી પણ માંગ ઉઠી રહી છે. રેલવે ફાટકના લીધે ટ્રાફીક જામ થાય છે તળાવ દરવાજાના છેલ્લા દોઢ વર્ષથી વન- વે રોડથી લોકો પરેશાન છે. ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે નરસિંહ મહેતા સરોવરનો રસ્તો બંને તરફ ચાલુ કરવા અતિ જરૂરી છે. એક તરફ રેલવેના ફાટકને હિસાબે ટ્રાફિકજામ થાય છે ત...

ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના સર્જાઈ:ડાંગના જુંનેર ગામે ગણેશ વિસર્જન વેળાએ પાણીમાં ડૂબી જવાથી એક આધેડનું મૃત્યુ

ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ જુંનેર ગામે પાણીમાં ડૂબી જવાથી એક 65 વર્ષિય આધેડ વ્યક્તિનું મૃત્યુ થયાનું નોંધાયું છે. સુબીર તાલુકાના જુંનેર ગામના રહેવાસી એવા 65 વર્ષિય આધેડ નામે સીતારામ લાહનુભાઈ ચૌધરી, ધોધડ નદીના નવા પુલ પાસે સાંજેના સુમારે, ગણેશ વિસર્જન વેળાએ, પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા છે.ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અધિકારીઓ દ્વારા તેમની તપાસ અંગેની કામગીરી પૂર્ણ કરી મૃત્યુ પામનારા બુઝુર્ગની લાશ પોસ્ટમોર્ટમ અર્થે સુબીર સ્થિત સી.એચ.સી.ખાતે મોકલવામાં આવી છે. http://dlvr.it/TDM4St

જુગારધામમાં પોલીસની રેડ:ખંભાળિયા નજીક નાના આસોટા ગામે જાતર (મેળા)માં જામેલી જુદી જુદી છ ફિલ્ડ પર પોલીસ ત્રાટકી; 22 જુગારીઓ ઝબ્બે

ખંભાળિયા તાલુકાના નાના આસોટા ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ જાતરના મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જુદા જુદા સ્થળોએ છ ફિલ્ડમાં રમાતા જુગારમાં 22 શખ્સોને ઝડપી લઇ ગુના નોંધાયા હતા. ખંભાળિયા નજીક આવેલા નાના આસોટા ગામે વર્ષે ભાદરવા મહિનામાં વાછરા ડાડાના મેળા (જાતર)નું આયોજન કરવામાં આવે છે. અહીં નાના આસોટા તથા આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો મેળામાં આવે છે. આ વર્ષે પણ યોજાયેલા જાતર (મેળા)ના આયોજન દરમિયાન અહીંના પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા જરૂરી બંદોબસ્ત તેમજ પેટ્રોલિંગ અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી. આજરોજ ખંભાળિયા પોલીસ મથકના સ્ટાફ દ્વારા આ જાતરમાં હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલી બાતમીના આધારે જુદા જુદા ફિલ્ડમાં જુગાર રમતા સામુહિક દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં છ સ્થળોએથી 22 જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. આ સ્થળે બે ફિલ્ડમાંથી અશ્વિન અરજણ પરમાર, દુલા દેવા જામ, અરજણ સવદાસ સિંધવ, જીવન લાલજી મકવાણા, ભીમા કરસન ભુંડિયા, કિશોર મેઘા બથવાર અને કિશોર મોહન ઓળકીયા નામના સાત શખ્સોને કુલ રૂપિયા 21,950ના મુદ્દામાલ સાથે જ્યારે...

ડો. રૂપારેલિયાના પુત્રનું ટૂંકી બીમારી બાદ નિધન:જોધપુર એઈમ્સમાં ન્યૂરો સર્જન તરીકે ફરજ બજાવતા ડો. જિગિશનું યુવા વયે નિધન, જામનગર તબીબી વર્તુળમાં શોકની લાગણી ફેલાઈ

જામનગર શહેરના જાણીતા ન્યુરોસર્જન ડોક્ટર એ.ડી રૂપારેલીયાના યુવાન અને પ્રતિભાશાળી પુત્ર ડોક્ટર જીગ્નેશનું ટૂંકી બીમારી બાદ નિધન થતા જામનગરના તબીબી વર્તુળમાં શોકની લાગણી પ્રસરી છે. જામનગર શહેરના જાણીતા ન્યુરો સર્જન અને હાલારમાં ન્યુરો સર્જન તરીકે આગવું નામ ધરાવતા ડોકટર અરવિંદ રૂપારેલીયાના પ્રતિભાવાન પુત્ર ડો. જીગીશનું ટૂંકી બીમારી બાદ ગઈકાલે નિધન થતા હાલારના ડોકટરી આલમમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. જોધપુરની એઈમ્સ હોસ્પિટલમાં ન્યુરો સર્જન તરીકે ફરજ બજાવી સંખ્યાબધ્ધ સફળ સર્જરીઓ કરી લોકોને જીવનદાન આપનાર જીગીશનું માત્ર 34 વર્ષની યુવા વયે નિધન થતા જામનગરમાં શોક અને આઘાતની લાગણી ફેલાઈ છે. બિમાર થયા બાદ પણ ડૉ. જીગીશે જોધપુરની વિખ્યાત એઇમ્સ હોસ્પિટલમાં મગજ અને કરોડરજજુના 125 જેટલા ઓપરેશન કરી લોકોને જીવનદાન આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, દોઢ વર્ષના ટૂંકાગાળામાં જામનગરના યુવા કાર્ડિયોલોજીસ્ટ ડો. ગૌરવ ગાંધી અને ત્યારબાદ યુવાન ન્યુરોસર્જન ડો. જીગીશની અકાળે વિદાયથી જામનગરના મેડીકલ ક્ષેત્રે અકાળે મોટી ખોટ પડી છે તેવું કહી શકાય. http://dlvr.it/TDKgD3

હિંમતનગરમાં વિશ્વ વાળંદ દિવસની ઉજવણી:નાયી સમાજે માતાજીના ચરણોમાં થાળ અર્પણ કર્યો; ભજન અને સમૂહ આરતી કરી પ્રસાદ ગ્રહણ કર્યો

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં નાયી સમાજે વિશ્વ વાળંદ દિવસની ઉજવણીએ માતાજીને પ્રાર્થના કરીને થાળ અર્પણ કર્યો અને ભજન કીર્તન અને સમૂહ આરતી કરીને તમામે પ્રસાદ ગ્રહણ કર્યો હતો. કાલે વિશ્વ વાળંદ દિવસ હતો. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં નાયી સમાજની 2000 દુકાનો આવેલી છે. જેમાં 400 જેટલી મહિલાઓના બ્યુટી પાર્લર આવેલા છે. જ્યારે હિંમતનગરમાં કૂલ 250 દુકાનો આવેલી છે જેમાં 150 સલુનની દુકાનો છે અને મહિલાઓના 100 જેટલા બ્યુટી પાર્લર છે. ત્યારે હિંમતનગર નાયી એસોસીએસન દ્વારા વિશ્વ વાળંદ દિવસની ઉજવણીએ સોમવારે હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં આવેલા કુળદેવી લીમ્બચ માતાજીના મંદિરે ઉજવણીને લઈને મહિલાઓ દ્વારા ભજન કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ મટકીફોડ કરવામાં આવી હતી. માતાજીની સમૂહ આરતી મહિલાઓ અને પુરુષો દ્વારા કરવામાં આવી હતી. હિંમતનગરના એસોસીએસનના પરિવારો સહિત સમાજ ઉપસ્થિત રહ્યો હતો. ત્યાર બાદ પૂજન અર્ચન સાથે માતાજીને સુખડીનો થાળ અર્પણ કર્યો હતો અને પ્રસાદ ગ્રહણ કર્યો હતો. આ અંગે સાબરકાંઠા નાયી એસોસીએશનના પ્રમુખ વસંત નાયીએ જણાવ્યું હતું કે, વિશ્વ વાળંદ દિવસ છે ત્યારે ઉજવણી સમયે એકઠા થઈને કુળદેવી માતાજીની સમૂહ આર...

હાલાકી:હિંમતનગર મહેતાપુરામાં બ્રહ્માણીનગરના પ્રવેશદ્વારે ગટર લાઇનના ખાડાથી હાલાકી

હિંમતનગર શહેરના મહેતાપૂરામાં બ્રહ્માણીનગરમાં જૂની આરટીઓ કચેરી નજીક ઘણા લાંબા સમય પહેલા ગટર લાઇન ખોદવામાં આવી હતી અને લાઈન ખોદીને ગયા બાદ આજ દિવસ સુધી કોઈ વ્યક્તિ જોવા પણ આવ્યું નથી. નગર પાલિકા વિસ્તારમા આવતી આ ગટર લાઇનને તાકીદે રિપેર કરી મસ મોટો ખાડો પૂરવામાં આવે એવી સ્થાનિક લોકોની માંગ ઉભી થઈ છે. અહીંયાથી દિવસ દરમિયાન ઘણા વાહન ચાલકો અને સ્થાનિક લોકો અવર જવર કરતા હોય છે છતાંય તંત્ર એ આંખ આડા કાન કર્યા હોય તેવું જણાઈ રહ્યું છે. આ વિસ્તારમાં આગળ જતા ચેહર માતાજીનું મંદિર તેમજ બ્રહ્મણેશ્વર મહાદેવનું મન્દિર આવેલું છે.દર્શને આવતા લોકોને વાહન લઈ અવર જવરમાં ભારે હાલાકી વેઠવી પડી રહીછે. http://dlvr.it/TDKCKT

કૈલાશ ભોયાનું ધરમપુરનું લોકર ઘટસ્ફોટ કરી શકે!:વિશ્વામિત્રી કાંઠે ઝોન ફેર કરનાર પૂર્વ TPOના 5 ખાતામાં માત્ર ₹12 લાખ!, વડોદરામાં કરોડોનો વૈભવી બંગલો

વિશ્વામિત્રીના પૂરે વડોદરાવાસીઓને ડૂબાડ્યા હતા અને સંપત્તિને નુકસાન કર્યુ હતું. ત્યારે વિશ્વામિત્રીના કિનારે આડેધડ ઝોન ફેરની મંજૂરી આપનાર સુરતના તત્કાલિન ટાઉન પ્લાનર અને હાલમાં જ ફરજિયાત નિવૃત્ત કરાવી દેવાયેલા કૈલાસ ભોયા સામે ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધાઇ હતી. આરોપી કૈલાશ ભોયાના 5 એકાઉન્ટમાંથી 12 લાખ રૂપિયા અને તેના પુત્ર અને પત્નીના એકાઉન્ટમાંથી 14 લાખ રૂપિયા ACBની તપાસ દરમિયાન મળી આવ્યા છે. આરોપી કૈલાશ ભોયા વલસાડ ખાતેથી ઝડપાયા બાદ અદાલતે ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા હતા. તેના રિમાન્ડ આજે પુરા થતાં ફરી કોર્ટમાં રજૂ કરાયો હતો અને કોર્ટ તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ કરતા તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં પોલીસ આરોપીને સાથે રાખીને ધરમપુર ખાતે તેનું બેંક લોકર ખુલશે. ભ્રષ્ટાચારની અરજી થઈ હતી વડોદરામા ફરજ દરમિયાન વિશ્વામિત્રીના કિનારે ઝોન ફેરની પ્રવૃત્તિ કરી હોવાનો આરોપ જેમની સામે છે, એવા સુરતના તત્કાલિન ટાઉન પ્લાનિંગ ઓફિસર કૈલાશ લાહનાભાઈ ભોયા સામે વડોદરામાં જાગૃત નાગરિકે દ્વારા ભ્રષ્ટાચાર અને સત્તાના દૂરુપયોગની અરજી થઈ હતી. જેની તપાસ બાદ ગુનો દાખલ કરી કાર્યવાહી શર...

હિન્દી સપ્તાહનું સમાપન:શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ આર્ટસ કૉલેજમાં હિન્દી સપ્તાહ ઉજવાયો

શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ આર્ટસ કૉલેજ આણંદના હિન્દી વિભાગ દ્વારા હિન્દી સપ્તાહના છેલ્લા દિવસે 14 મી સપ્ટેમ્બરે હિન્દી સપ્તાહનું સમાપન અને હિન્દી દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દી સપ્તાહમાં શબ્દ અંતાક્ષરી, તત્કાલ ભાષણ, સમાચાર વાંચન, કાવ્ય પઠન, યાદ શક્તિ, પ્રશ્ન મંચ જેવા વિવિધ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમાપન કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ સાત દિવસ દરમિયાન જે કંઇ અનુભવ્યું તેના પર તેમના મંતવ્યો વ્યક્ત કર્યા હતા અને હિન્દીના મહત્વ પર વિદ્યાર્થીઓએ લખેલી કવિતાઓ પણ સંભળાવી હતી. આ કાર્યક્રમમાં કોલેજના હિન્દી વિષય અને અન્ય વિષયના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમની પૂર્ણાહુતિના આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડૉ. મનોજભાઈ પટેલે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ અધ્યાપકોને અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં કોલેજના વિવિધ વિષયોના અધ્યાપકો પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન બીજા વર્ષની વિદ્યાર્થીની દર્શિતા ગુપ્તાએ કર્યું હતું. પ્રાસંગિક ઉદ્બોધન ડૉ. નીના શર્માએ કર્યું હતું. તેમ...

ત્રિદિવસીય લોકમેળાનો પ્રારંભ:ઈડરના જાદરમાં ત્રિદિવસીય મુધણેશ્વર મહાદેવના લોકમેળાનો આજથી પ્રારંભ, મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના જાદર ગામે આજથી ત્રિદિવસીય મુધણેશ્વર મહાદેવના લોકમેળાનો પ્રારંભ થયો છે. જેને લઈને દાદાના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા એન શ્રીફળ વધેરીને માનતા પૂર્ણ કરી હતી. ઈડરના જાદરમાં આવેલ મુધણેશ્વર મહાદેવ મંદિરે દર ભાદરવા મહિનાના બીજા સોમવાર, મંગળવાર અને બુધવાર એમ ત્રણ દિવસ મેલો યોજાય છે. તો 16 સપ્ટેમ્બરને સોમવારથી મુધણેશ્વર મહાદેવના મેળાનો પ્રારંભ થયો છે. જે બુધવારે પૂર્ણ થશે જેને લઈને ગ્રામ પંચાયત અને મંદિર ટ્રસ્ટ દ્વારા વિશિષ્ટ આયોજનો કરવામાં આવ્યા છે. તો ડેભોલ નદી કિનારે મનોરજન માટે ચગડોળ સહિતના વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. તો આજે સવારથી મુધણેશ્વર મહાદેવ દાદાના મંદિરે ભક્તોની ભીડ જોવા મળી હતી. તો દાદા દર્શન કર્યા બાદ રાખેલી માનતાઓ ભક્તો દ્વારા પૂર્ણ કરવા માટે ભક્તોએ શ્રીફળ વધેરીને અર્પણ કર્યા હતા. દિવસ અને રાત આ મેળો ચાલશે. જેમાં સ્થાનિક ઉપરાંત તાલુકા,જીલ્લા અને આજુબાજુના જિલ્લાવાસીઓ મુધણેશ્વર મહાદેવ દાદાના મંદિરે આવીને દર્શનનો લાભ લેશે. http://dlvr.it/TDHQ13

તસ્કરો ત્રાટક્યા:સરસ્વતીના કાંસામાં ખેતરમાં ઘરનું તાળું તોડી તસ્કરો 27 હજારના દાગીના ચોરી છૂ

સરસ્વતી તાલુકાના કાંસા ગામે ખેતરમાં તબેલામાં કામ કરતા છાપરામાં તાળુ તોડી તસ્કરો 27 હજારના દાગીના ચોરીને પલાયન થઇ જતાં ચકચાર મચી હતી. જે અંગે સરસ્વતી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સરસ્વતી તાલુકાના કાંસા ગામે ખેતરમાં તબેલામાં કામ કરતા છાપરામાં તાળુ તોડી તસ્કરો 27 હજારના દાગીના ચોરીને પલાયન થઇ જતાં ચકચાર મચી હતી. જે અંગે સરસ્વતી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સરસ્વતી તાલુકાના કાંસા ગામના પુનાભાઈ કુબેરભાઈ ચૌધરીના તબેલામાં કામ કરતા ગામના મહેશજી રમેશજી ઠાકોર છાપરાને તાળુ મારી પત્ની સાથે ગામમાં કામકાજ અર્થે ગયા હતા.ગામમાં કામ પતાવી બે કલાક બાદ પરત આવતાં છાપરનું દરવાજાનું તાળું તુટેલું જોતાં પરિવારને ફાળ પળી હતી ઘરમાં અંદર જઈ તપાસ કરતા સામાન વેરવિખેર પડયો હતો. પેટીમાંથી દાગીના ચોરાયાનું માલુમ પડ્યુ હતુ.ચાંદીના 27200ના દાગીના ચોરાયા મામલે મહેશજી ઠાકોરે ફરિયાદ નોંધાવી હતી. http://dlvr.it/TDH0vX

બાળકને રમકડાં આપતા પહેલા અચૂક ધ્યાન રાખજો..!:સુરતમાં દોઢ વર્ષની બાળકીએ મેગ્નેટિક માળા ગળી જતાં માતા-પિતાનો જીવ અધ્ધર, 3 કલાકની સર્જરી બાદ માસૂમનો જીવ બચ્યો

નાના બાળકોનાં વાલીઓએ ચેતવા જેવો વધુ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. ડીંડોલી વિસ્તારમાં રહેતી દોઢ વર્ષની બાળકી રમતા-રમતા માતા-પિતાની જાણ બહાર મેગ્નેટિક મણકાની માળા ગળી ગઈ હતી. બે-ત્રણ દિવસ પેટમાં દુ:ખાવો અને ઉલટીઓ થવાની શરૂ થઈ ગઈ હતી. ત્યારબાદ સ્મીમેર હોસ્પિટલ ખસેડાતા એકસ-રે કરતા પેટમાં મેગ્નેટિક મણકાની માળા હોવાનું સામે આવ્યું હતું. આ માળાના કારણે આંતરડાની દીવાલમાં કાણા પડી ગયા હતા. તબીબોએ 3 કલાકમાં સફળ સર્જરી કરી 18 મણકા બહાર કાઢ્યા હતા. આ સાથે જ આંતરડાની દીવાલમાં પડી ગયેલા કાણા રીપેર કરી જીવ બચાવી લેવામાં આવ્યો હતો. માતા-પિતાની જાણ બહાર મેગ્નેટિક મણકા ગળી ગઈ મળતી માહિતી પ્રમાણે, ડીંડોલી વિસ્તારમાં દોઢ વર્ષની અનન્યા પરિવાર સાથે રહે છે. પિતા સાયકલ રીપેરીંગનું કામ કરે છે. દોઢ વર્ષની બાળકી માતા-પિતાની જાણ બહાર મેગ્નેટિક મણકા ગળી ગઈ હતી, હજુ ભાષા બરાબર ન હોવાથી માતા-પિતાને જણાવી શકી ન હતી. ત્યારબાદ બાળકીને ઉલ્ટી તથા પેટમાં દુઃખાવો થતાં નજીકના દવાખાને સારવાર માટે લઈ ગયા, 2-3 દિવસની સારવાર લીધા બાદ પણ દર્દીને ઉલ્ટી તથા પેટનો દુઃખાવો બંધ થતો ન હતો. પેટનો એક્સ-રે કઢાવતા ખ્યાલ પડ્યો બાળકીને...

દ્વારકા ખંભાળિયા ન્યૂઝ અપડેટ:ખંભાળિયામાં દાઉદી વોરા સમાજ દ્વારા ઈદે મિલાદુન નબીની હર્ષભેર ઉજવણી, ભાટિયા ખાતે ICDS અને પ્રોજેક્ટ તુષ્ટિ મારફતે ગ્રૌથ મોનિટરિંગ કેમ્પ યોજાયો

ખંભાળિયામાં દાઉદી વોરા સમાજ દ્વારા ઈદે મિલાદુન નબીની હર્ષભેર ઉજવણી ખંભાળિયાના દાઉદી વ્હોરા સમાજ દ્વારા આજરોજ ઈદે મિલાદુન નબીની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે ગામના આમીલ સાહેબ મુ. હોઝેફાભાઈની સદારતમાં આજરોજ ભવ્ય ઝુલુસ કાઢવામાં આવ્યું હતું. જેમાં આયાનુલ જમાઅત કમિટીના સભ્યો તથા સમાજના દરેક મેમ્બર્સ સામેલ થયા હતા. આ આયોજનમાં ખંભાળિયાના મુબારક સ્કાઉન્ટ દ્વારા પ્લે કરવામાં આવ્યું હતું. ગત રાત્રિના વ્હોરા વાડમાં આવેલી નૂર મસ્જિદમાં નમાઝ, મજલીસ અને સમાજના સર્વોચ્ચ ધર્મગુરુનું વાઇઝ રિલે કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સમુહ ભોજન (ન્યાઝ)માં સમાજના દરેક મોઅમેની હાજર રહ્યા હતા. આ પ્રસંગે આપણા વતનમાં સુખ, શાંતિ અને ભાઈચારો બની રહે તે માટે ખાસ દુઆ કરવામાં આવી હતી. ભાટિયા ખાતે ICDS અને પ્રોજેક્ટ તુષ્ટિ મારફતે ગ્રૌથ મોનિટરિંગ કેમ્પ યોજાયો કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે તાજેતરમાં આઈ.સી.ડી.એસ. વિભાગ અને પ્રોજેક્ટ તુષ્ટિ (નયારા એનર્જી દ્વારા સંચાલિત) મારફતે પોષણ માહ અંતર્ગત ગ્રૌથ મોનિટરિંગ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા આઈ.સી.ડી.એસ. વિભાગમાંથી દીપાલીબેન, સી.ડી.પી.ઓ. ગીતાબેન આંબલ...

જન આક્રોશનો પડઘો:વડોદરામાં ભાજપના કાઉન્સિલરે વિશ્વામિત્રી કિનારે બંગલાની બાજુમાં કરેલા દબાણો દૂર કર્યા

વડોદરામાં આવેલા પૂર બાદ પ્રજામાં ભાજપના નેતાઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે શહેર ભાજપ પ્રમુખ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું કે, વિશ્વામિત્રી નદી કિનારે બનેલા ગેરકાયદેસર દબાણો કોઈના પણ હશે તે દૂર કરવામાં આવશે. શહેર ભાજપ પ્રમુખના આ નિવેદન બાદ ભાજપના કોર્પોરેટર દ્વારા વિશ્વામિત્રી નદી કિનારે કરાયેલા દબાણને દૂર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ભાજપ કાઉન્સિલર દ્વારા દબાણો દૂર કરવાની શરૂઆત કરતાં શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. પૂર બાદ લોકોમાં ભારે રોષ વડોદરા શહેરમાં તા. 26 ઓગસ્ટના રોજ આવેલા ભયાનક પૂર પાછળ વિશ્વામિત્રી નદી કિનારે કરેલા દબાણો કારણભૂત હોવાનું સામે આવ્યું છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં ભાજપના નેતાઓ સમયસર સહાય માટે ન પહોંચતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. ત્યારે શહેર ભાજપ દ્વારા પૂરની વીકટ પરિસ્થિતિ વચ્ચે નેતાઓ અને કાર્યકરો દ્વારા કામગીરી કરવામાં આવી હોવાની વાતો શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ દ્વારા કરવામાં આવી હતી. તમામ દબાણો દૂર કરાશે તેમણે કોંગ્રેસની જન આક્રોશ રેલી સામે એક પત્રકાર પરિષદનું આયોજન કરી જણાવ્યું હતું કે, વિશ્વામિત્રી નદી કિનારે જે કોઈ પણ દબાણો હશે તે...

વૃષો વાવો-પર્યાવરણ બચાવો થીમ પર ગણેશ પંડાલ:લુણાવાડા શહેરમાં છેલ્લા 10 વર્ષથી બિંગ હ્યુમન ગ્રુપ દ્વારા કરવામાં આવે છે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના

લુણાવાડા શહેર મહીસાગર જિલ્લાના ઉપરાંત આસપાસના વિસ્તારોમાં બિંગ હ્યુમન ગ્રુપ દ્વારા અનેક સેવાકિય પ્રવુતિઓ કરવામાં આવે છે. જરૂરિયાતમંદ લોકો સુધી બને તેટલી મદદ આ ગ્રુપ દ્વારા છેલ્લા 10 વર્ષથી કરવામાં આવે છે. ત્યારે બિંગ હ્યુમન ગ્રુપ દ્વારા છેલ્લા 10 વર્ષથી ગણેશજીની પણ સ્થાપના કરવામાં આવે છે. અહીંયા માત્ર ઇકો ફ્રેન્ડલી મૂર્તિની જ સ્થાપના કરવામાં આવે છે અને આ ઇકોફ્રેન્ડલી મૂર્તિ લુણાવાડાના જય પગી દ્વારા બનાવવામાં આવે છે. જય પગી કે નાનપણથી ઇકો ફ્રેન્ડલી જ મૂર્તિ બનાવે છે. બિંગ હ્યુમન ગ્રુપ દ્વારા લુણાવાડા એસ.ટી વર્ક શોપ સામે ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. બિંગ હ્યુમન ગ્રુપ દ્વારા દર વર્ષે ગણેશોત્સવમાં અલગ અલગ થીમ આધારિત ગણેશજીની પધરામણી કરવામાં આવે છે. આ વર્ષે તેઓ દ્વારા વૃષો વાવો પર્યાવરણ બચાવો થીમ રાખવામાં આવી છે. જ્યાં સરસ પંડાલ બનાવવામાં આવ્યો છે. અને આજુ બાજુ વિવિધ છોડવા અને વચ્ચે ગણપતિ દાદાને બેસાડવામાં આવ્યા છે. જ્યાં અલગ અલગ વૃક્ષો વાવો અને પર્યાવરણ બચાવોના સંદેશ સાથેના ચિત્રો અને સૂત્રો પણ લખવામાં આવ્યા છે. 14 સપ્ટેમ્બરની રાત્રિએ પંચમહલ લોકસભાના સાંસદ પણ અહીંયા દર્શન કરવા માટે ભાપ...

ધજા મહોત્સવના:ધજા મહોત્સવમાં ત્રણ દિવસમાં મા ઉમાના મંદિરે 5544 ધજા ચડાવાઇ

ઊંઝા ખાતે કડવા પાટીદાર કુળદેવી ઉમિયા માતાજી મંદિરે ધજા મહોત્સવના ત્રણ દિવસમાં ભક્તો દ્વારા 5544 ધજા માઇ મંદિરે ચડાવી હતી. ત્રીજા દિવસે શનિવારે મધ્યપ્રદેશના પાટીદાર સમાજના અગ્રણીઓએ ભાગ લીધો હતો. જ્યારે મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ અને ઊંઝા ધારાસભ્ય કિરીટભાઇ પટેલ સહિત ભક્તો દ્વારા ઉમિયા બાગમાં ધજાની પૂજા અર્ચના કરી વાજતે ગાજતે ઉમિયા માતાજી મંદિરે આવી માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. બોલ મારી ઉમિયા, જય જય ઉમિયાના નારા લગાવી ભક્તિમાં તલ્લીન થઈ ગયા હતા. મા ઉમિયા માતાજી પ્રત્યેની અતુટ આસ્થા અને શ્રધ્ધાના દર્શન કરાવ્યા હતા. શુક્રવારે કપડવંજ ઉમિયા મંદિરથી પૂર્વ કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલાઅે રિલે દોડને લીલીઝંડી અાપી હતી. 205 યુવાનો 24 કલાક નોન સ્ટોપ દોડી શનિવારે ઊંઝા પહોંચ્યા હતા. મા ઉમિયાના શિખરે 52 ગજની ધજા ચઢાવી હતી. રીલે દોડમાં 500 ગાડીઓ, 2000 ભક્તો જોડાયા હતા. કપડવંજ ઉમિયા મંદિરથી પૂર્વ કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા દ્વારા રીલે દોડને લીલી ઝંડી અપાઈ હતી. 205 યુવાનો દ્વારા 24 કલાક નોન સ્ટોપ દોડી રિલે દોડ પૂર્ણ કરી ઉમિયાધામ ઊંઝા પહોંચ્યા. માં ઉમિયા ના શિખરે 52 ગજ ની ધજા ચઢાવવામાં...

ચપ્પલ કાઢવાનું કહેતાં જ ઢીકાપાટુવાળી થઈ: VIDEO:સિહોરમાં ત્રણ શખસે ઇમર્જન્સી વોર્ડમાં ડૉક્ટરને ગાળો બોલી માર માર્યો, હોસ્પિટલમાં તોડફોડ કરી

ભાવનગરના સિહોર તાલુકામાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં ગંભીર હાલતમાં ઈજાગ્રસ્ત એક મહિલાને ત્રણ લોકો સારવાર માટે લઈ આવ્યાં હતાં. એ દરમિયાન ઈમર્જન્સી વિભાગમાં આ મહિલાની સારવાર ચાલતી હતી ત્યારે ડૉક્ટરે મહિલાની સાથે આવેલા ત્રણ લોકોને ચપ્પલ બહાર કાઢવાનું કહેતાં જ તેઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા. ડૉક્ટરને મનફાવે એમ અપશબ્દો બોલી તેમના પર હુમલો કરી દીધો હતો. ઢીકાપાટુનો માર મારી દવાઓ સહિતની સાધનસામગ્રીને નુકસાન પહોંચાડ્યું હતું, જે સમગ્ર ઘટના હોસ્પિટલમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. એક મહિલાને સારવાર કરાવવા માટે ત્રણ લોકો આવ્યા હતા આ બનાવ અંગે સિહોર પોલીસ સ્ટેશનથી મળતી માહિતી મુજબ, સિહોરમાં આવેલી શિવશક્તિ સોસાયટીમાં રહેતા ડોક્ટર જલદીપસિંહ ગોહિલે એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે સિહોરના ક્રિકેટ છાપરી ગ્રાઉન્ડ પાસે શ્રેય હોસ્પિટલ નામની હોસ્પિટલ આવેલી છે, જેમાં MD ઈમર્જન્સી ડોક્ટર તરીકે દર્દીઓની તેઓ સારવાર કરતા હતા. એ દરમિયાન એક કારમાં ત્રણ શખસ આવ્યા હતા. એક મહિલાને માથાના ભાગે ઈજા થતાં સારવાર માટે ઈમર્જન્સી રૂમમાં તેઓ મહિલાને લઈને આવ્યા હતા. એ દરમિયાન મહિલાની સારવાર ચાલી રહી હતી. ઉશ્કેરાઈને ત્રણેય લો...

વડોદરા સમાચાર:વાઘોડિયાના આમોદરથી જિલ્લાવ્યાપી સેવા સેતુ અને સ્વચ્છતા હી સેવા અભિયાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ એટલે કે સદ્દભાવના દિનથી વડોદરા જિલ્લામાં યોજનારા વિવિધ સેવાકીય અભિયાનોની માહિતી આપતા કલેક્ટર બિજલ શાહે જણાવ્યું કે, આ દિવસથી સ્વચ્છતા હિ સેવા, સેવા સેતું અને એક પેડ મા કે નામ અભિયાન ઝૂંબેશ સ્વરૂપે હાથ ધરવામાં આવશે. સમુહ માધ્યમો સાથે સંવાદ કરતા કલેક્ટર શાહે જણાવ્યું કે, આગામી તા. 17ના રોજ વાઘોડિયા તાલુકાના આમોદર ગામેથી આ ત્રણેય અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે ત્યાં સવારે 10 વાગ્યે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જન પ્રતિનિધિઓની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાશે. તમામ જગ્યાઓ પર અભિયાન દરમિયાન સફાઈ કરાશે ​​​​​​​સ્વચ્છતા હી સેવા અભિયાનની માહિતી આપતા તેમણે જણાવ્યું કે, આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય કચરા નિવારણ, સામુહિક સ્વચ્છતા અને જનજાગૃતિ સાથે જનસહભાગિતાને પ્રોત્સાહિત કરવાનો છે. ગ્રામ્ય કક્ષા સુધી તમામ જાહેર સ્થળો, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, ધાર્મિક સ્થળો, બજારો, નદી, તળાવ આવી તમામ જગ્યાઓ અભિયાન દરમિયાન સફાઈ કરાશે. સરકારી સંસ્થાઓ, સંકલનના ધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, મામલતદારો, ચીફ ઓફિસરો, જિલ્લા શિક્ષણાધિકારી તેમજ જિલ્લાની તમામ શાળા કોલેજના કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, એનજી...

જૂનાગઢ મનપા કમિશનર MLAના પત્રનો જવાબ આપ્યો:શહેરમાં રોડ, રસ્તા, ગેસ-પાઇપ લાઇન અને રખડતા ઢોર મામલે કામગીરી શરૂ કરાઇ

જૂનાગઢના ધારાસભ્ય દ્વારા બે દિવસ પહેલા શહેરના રોડ ,રસ્તા, રખડતા ઢોર ગેરકાયદેસર ઘાસચારા મામલે કમિશનરને પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી. જેને લઇ આજે જુનાગઢ કમિશનર દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેને જણાવ્યું હતું કે હાલ ચોમાસાની સિઝન પૂર્ણતાના આરે છે ત્યારે આવનાર સમયમાં શહેરના તમામ કામો આયોજનબદ્ધ રીતે કરવામાં આવશે. રખડતા ઢોર મામલે આસપાસની ગૌશાળાઓ સાથે સંકલન કરી અત્યાર સુધીમાં 284 જેટલા રખડતા ઢોર પકડવામાં આવ્યા છે.ત્યારે શહેરના અલગ અલગ વિસ્તારમાં જે રોડ ખરાબ થયા છે તેને ગેરંટી પિરિયડમાં પૂરા કરવામાં આવશે. આવનારા સમયમાં જે કામો બાકી છે તેના માટે ગેસ પાઇપલાઇન ગટર રોડ ની તમામ એજન્સીઓની સાથે સંકલન કરી શહેરના વિકાસ કાર્યોને વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે. જુનાગઢ મહાનગરપાલિકાના કમિશનર ડો. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે બે દિવસ પહેલા જુનાગઢ શહેરની સમસ્યાઓને લઈ ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા દ્વારા એક પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી. જે મામલે ધારાસભ્યો સાથે તમામ મુદ્દાઓ મામલે ચર્ચા વિચારણા કરવામાં આવી છે. અત્યાર સુધી વરસાદી સીઝન શરૂ હતી જેને લઇ જે રોડ ખરાબ થયા છે. અગાઉ પણ ઘણી જગ્યા...

જિલ્લા ખેતીવાડી અધિકારીનો અનુરોધ:સુરેન્દ્રનગરમાં વધુ વરસાદને કારણે કપાસના પાકમાં આંતરિક અને બાહ્ય જીંડવાનો સડો અને પેરાવિલ્ટ રોગના નિયંત્રણ માટે જરૂરી પગલાં લેવા અનુરોધ

સુરેન્દ્રનગર જિલ્લામાં પડેલા ભારે વરસાદના પગલે કપાસના ઊભા પાકમાં આંતરિક અને બાહ્ય જીંડવાનો સડો અને પેરાવિલ્ટ (નવો સૂકારો) રોગના સંકલિત વ્યવસ્થાપન અંગે લેવાના પગલા બાબતે માટે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ઉપાયો સૂચવવામાં આવ્યા છે. વધુમાં, દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ અનુસરવાનું રહે છે. આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/ વિસ્તરણ અધિકારી/ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ)નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવાયું છે. http://dlvr.it/TDD8Lq

માગ:ધારીમાં પ્રવાસન વિકસાવવા માટે ઓપન સફારી પાર્ક ફાળવો

અમરેલી જિલ્લામા દેશની શાન અને ગૌરવ સમા સાવજોની મોટી વસતિ છે. અને આ સાવજો દેશ દુનિયાના પ્રવાસીઓને આકર્ષે છે. પરંતુ પ્રવાસન વિકસાવવાના યોગ્ય પ્રયાસો થયા ન હોય અમરેલી જિલ્લાને તેનો પુરતો લાભ મળતો નથી. હવે ધારી પંથકમા ઓપન સફારી પાર્ક ફાળવવાની માંગ વધુ તીવ્ર બની છે. સ્થાનિક ધારાસભ્ય જે.વી.કાકડીયા દ્વારા આ મુદે રાજયના મુખ્યમંત્રી અને વનમંત્રી સહિત છેક કેન્દ્ર સરકાર સુધી રજુઆતો કરવામા આવી છે. ગીર જંગલની જેમ ગીર બહાર કાંઠાળ વિસ્તારમા પાંખા જંગલમા તથા રેવન્યુ વિસ્તારમા પણ મોટા પ્રમાણમા સાવજો વસી રહ્યાં છે. લોકો ગેરકાયદે સિંહ દર્શન માટે હડીયાપાટી કરે છે. તેના બદલે અહી સિંહ દર્શનનુ સુવ્યવસ્થિત માળખુ ગોઠવાવુ જોઇએ. જેથી દેશ દુનિયાના પ્રવાસીઓને સિંહ દર્શન કરાવી શકાય. વનવિભાગના કર્મચારીઓ ગીરકાંઠાના સાવજોની અવરજવર પર સતત વોચ રાખે છે. આફ્રિકન દેશોની જેમ જ જો અહી વનવિભાગ પ્રવાસીઓને પોતાના વાહનમા જ લઇ જઇ ખુલ્લામા વીહરતા સિંહોના દર્શન કરાવે તો સરકારી તંત્રને આવક પણ થશે અને આ વિસ્તારમા પ્રવાસનનો ઝડપી વિકાસ થશે. આગામી 20મી તારીખે મુખ્યમંત્રી ધારીની મુલાકાતે આવી રહ્યાં છે ત્યારે અહીના લોકો ધારી શહેરને નગરપાલ...

લોકોના ટોળેટોળા ભેગા થયા:નૂર મસ્જિદની સામે યુવક ચાલુ સ્ટ્રીટ લાઇટના થાંભલે ચડ્યો, પોલીસ અને ફાયરબ્રિગેડના કર્મચારીઓએ બે કલાકની ભારે જેહમત બાદ નીચે ઊતાર્યો

શહેરના પીપળજ પીરાણા રોડ ઉપર આવેલા ગણેશ નગર પાસે નૂર મસ્જિદની સામેના ભાગે સ્ટ્રીટ લાઈટના થાંભલા ઉપર એક યુવક ચડી ગયો હતો. જેના કારણે લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા અસલાલી ફાયરબ્રિગેડની ટીમ ત્યાં પહોંચી યુવકને નીચે ઉતારવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ, તેણે સ્ટાફને લાતો મારી અને ત્યાંથી ભગાડવાનો પ્રયત્ન કર્યો તો છેવટે ફાયરબ્રિગેડની મોટી TTL સીડી વડે ઉપર જઈ સહી સલામત નીચે ઉતારી નારોલ પોલીસને સોંપવામાં આવ્યો હતો. બે કલાક સુધી યુવકે પોલીસ કર્મચારીઓ અને ફાયર બ્રિગેડના કર્મચારીઓને બાનમાં લઈને હેરાન કર્યા હતા. જોકે, છેવટે તેને નીચે ઉતારવામાં સફળતા મળી હતી. સ્ટ્રીટ લાઇટના થાંભલા ઉપર ચડીને હલાવવા લાગ્યો મળતી માહિતી મુજબ પીપળજ પીરાણા રોડ ઉપર નૂર મસ્જિદની સામે રાત્રિના સમયે એક યુવક ચાલુ સ્ટ્રીટ લાઇટના થાંભલા ઉપર ચડી ગયો હતો અને થાંભલા ઉપર બેસીને તેને હલાવવા લાગ્યો હતો. જેના કારણે ત્યાંથી પસાર થતા લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. સ્થાનિક લોકો દ્વારા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. અસલાલી ફાયર બ્રિગેડની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી. તેઓએ ગાડી...

ACP ભરત પટેલે જમીન મેટરમાં 03 કરોડ માંગ્યાનો આક્ષેપ:ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસે હાઈકોર્ટના નિર્દેશથી તપાસ મહિલા ACP ને સોંપી

વર્ષ 2023 માં 08 આરોપીઓ સામે અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશને IPC ની કલમ 120B, 143 ,147 ,148, 149, 323, 452, 294b, 506(2) અને આર્મ્સ એકટની કલમ 25(1-b), (a), 27 તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ 135(1) મુજબ ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદી બોડકદેવ, અમદાવાદ અને આરોપીઓ પણ અમદાવાદના છે. ફરિયાદ મુજબ વેપારીએ અમેરિકામાં રહેતા મૂળ ગુજરાતી પટેલ પાસેથી નવરંગપુરા ખાતે તેના ભાગમાં આવતી જમીન ખરીદી હતી. જેમાં જુદી જુદી કાનૂની પ્રક્રિયાઓ અને વિવાદ સર્જાતા આરોપીઓએ ફરિયાદીના ડ્રાઇવર અને જમીનના ચોકીદારને ગંદી ગાળો બોલીને માર માર્યો હતો. તેમજ જમીન ખાલી કરી દેવા ફરિયાદીને ધમકી આપી હતી. આ ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચમાં ટ્રાન્સફર થઈ હતી. જેની તપાસ ACP ભરત પટેલ કરી રહ્યા હતા. આ ACP ભરત પટેલ સામે ફરિયાદીએ એડવોકેટ કિશોર પ્રજાપતિ મારફતે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજદારે જણાવ્યું હતું કે આ કેસની અંદર પાછળથી એટ્રોસિટી એક્ટની કલમો પણ ઉમેરાઈ હતી. ફરિયાદ દાખલ કરે એક વર્ષ થયું હોવા છતાં તપાસ અધિકારીએ કોઈ તપાસ કરી નથી, આરોપીઓને પકડ્યા નથી કે ચાર્જશીટ પણ દાખલ કરી નથી. વળી તપાસ અધિકારી ACP ભરત પટેલે ફરિયાદી પાસેથી 20 લાખ રૂપિયા લઈ લીધા...

નવસારીની મુલાકાતે હર્ષ સંઘવી:રાજ્યમાં શાંતિ ડહોળવાના થયેલા પ્રયાસ મામલે કહ્યું- 'ગુજરાતમાં જે લોકો કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે'

રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે દક્ષિણ ગુજરાતની મુલાકાતે છે. જેમાં સૌ પ્રથમ વલસાડના અલગ અલગ ગણેશ મંડળોની મુલાકાત લીધા બાદ બપોર બાદ હર્ષ સંઘવી નવસારીના ચીખલી તાલુકામાં આવેલા મજી ગામના રાજાના દર્શને આવી પહોંચ્યા હતા, જ્યાં ભાજપના ધારાસભ્ય, સાંસદ સહિતના કાર્યકરોને મળીને તેમણે ગણેશજીના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા. નવસારીના હાઇવે નંબર 48 પાસે આવેલા મજીગામના રાજા શ્રી ગણપતિના દર્શન કર્યા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ગણેશ સ્થાપન એક માત્ર તહેવાર નથી પરંતુ અનેક વેપારીઓ માટે વેપાર અપાવતો અવસર છે. રાજ્યના યુવાનો કોઈપણ ગેરમાર્ગે ન દોરાઈને દેશ અને રાષ્ટ્રના કામમાં આવે, સાથે જ રાજ્યમાં ડ્રગ્સ સહિતની લડાઈમાં સૌ નાગરિકોએ સહભાગી થવા અપીલ કરી હતી. યુવાનોને ડ્રગ્સના માર્ગેથી દૂર કરી તેમના પરિવારે પણ સહયોગ આપવો જોઈએ, જો આવી કોઈ ઘટના બને તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો જોઈએ. સુરતની ઘટના બાદ ગુજરાતની પ્રજા શાંતિ પ્રિય છે, માટે ગૃહ રાજ્યમંત્રીએ વિઘ્ન પહોંચાડનારાઓને સાનમાં સમજી જવાનો સંદેશ આપ્યો હતો, કાયદો કાયદાનું કામ કરે છે સાથે જ જે રાજ્યમાં કાયદામાં રહેશે તે ફાયદામ...

ખંભાળિયાના ગણેશોત્સવમાં નંદ મહોત્સવ:નવાપરા ખાતે ભક્તિમાં ગણેશ ભક્તો લીન થયા, 101 દીવડાની આરતીના અલભ્ય દર્શનનો લાભ ભક્તોએ લીધો

ખંભાળિયાના પોસ રહેણાંક વિસ્તાર નવાપરા ખાતે દર વખતની જેમ આ વખતે પણ ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગત શનિવારે ગણેશ સ્થાપનાથી દરરોજ દિવસ દરમિયાન યોજતા કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા જોડાય છે. નવાપરા યુવક મંડળ દ્વારા આયોજિત આ ગણેશોત્સવ કાર્યક્રમમાં બુધવારે રાત્રે નંદ મહોત્સવનો સુંદર કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે ગઈકાલે ગુરુવારે 101 દીવડાની આરતીના અલભ્ય દર્શનનો લાભ મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો. આજરોજ શુક્રવારે રાત્રે 10 વાગ્યે ગાયત્રી ગરબા મંડળના ઉપક્રમે આ સ્થળે શ્રીનાથજીની ઝાંખીના કાર્યક્રમનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઉપસ્થિત રહેવા સર્વે ધર્મપ્રેમી જનતાને આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે. http://dlvr.it/TD9zCF

સારવાર:લખપતમાં ભેદી રોગ વચ્ચે કચ્છમાં સ્વાઇન ફ્લૂએ દેખા દીધી

લખપત તાલુકામાં ફેલાયેલા ભેદી રોગચાળાએ આરોગ્ય વિભાગની ઊંઘ હરામ કરી નાખી છે તેવામાં કચ્છમાં હવાથી ફેલાતા સ્વાઇન ફ્લૂએ દેખા દીધી છે. ભુજના પુરૂષ અને બિદડાના મહિલાને આ ચેપી રોગના લક્ષણો જણાતાં રિપોર્ટ કરાવાયો હતો જે પોઝિટિવ આવતાં આરોગ્ય તંત્રની ચિંતામાં વધારો થયો છે. આ અંગે મળતી માહિતી મુજબ ભુજના પ્રિન્સ રેસીડેન્સી વિસ્તારમાં રહેતા પુરૂષ છેલ્લા કેટલાક સમયથી વાયરલ બીમારીમાં સપડાયા હતા જેમના થ્રોટ સ્વોબને પરીક્ષણ માટે મોકલાતાં એચવન એનવન પોઝિટિવ હોવાનું જણાયું હતું. આ દર્દી હાલે જનરલ હોસ્પિટલમાં સારવાર તળે છે. બીજી બાજુ માંડવી તાલુકાના બિદડામાં રહેતા મહિલાને શરદી, ઉધરસ, તાવ અને ગળામાં દુખાવા સહિતની ફરિયાદ હોતાં તેમના ગળામાંથી લેવાયેલા નમૂના પરીક્ષણાર્થે મોકલાયા હતા તેમને પણ સ્વાઇન ફ્લૂ હોવાનું બહાર આવ્યું છે. બંને દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી બાબતે તંત્ર દ્વારા અજાણતા વ્યકત કરાઇ હતી. નોંધનીય છે કે, એચવન એનવન વાયરસથી ફેલાતા સ્વાઇન ફ્લૂની જો સમયસર સારવાર ન લેવાય તો ઘાતક નીવડી શકે છે. આ ઉપરાંત વાયરસ એકથી બીજી વ્યક્તિને સંક્રમિત કરતા હોવાથી કોરોનાકાળમાં જે તકેદારી રાખવામાં આવતી હતી તેટલી જ કાળજી લ...

10 વર્ષના લાંબા સમય બાદ "એક શહેર એક રથયાત્રા":શ્વેતામ્બર મૂર્તિપૂજક 80થી અધિક જૈન સંઘોની પર્યુષણ પર્વની પૂર્ણાહુતિએ સમુહ રથયાત્રા

સમગ્ર સુરતનાં શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘો દ્વારા પર્યુષણ મહાપર્વની ઉજવણી બાદ વાર્ષિક કર્તવ્ય રૂપ રથયાત્રા "એક શહેર એક રથયાત્રા" સ્વરૂપે આ રવિવારે આયોજન કરાયું છે. આશરે 10 વર્ષના લાંબા સમય બાદ આવુ સમુહ આયોજન થવાનું હોઈ સમગ્ર જૈન સમાજનો આનંદ ચરમ સીમાએ છે. સમાજના વિવિધ સંઘો, સેવા ભાવિ સંસ્થાઓ, મહિલા મંડળો, પાઠશાળાના બેન્ડના બાળકો પોતપોતાની રીતે આ આયોજનના ભાગરૂપે અદભુત તૈયારીમાં લાગી ગયા છે. 15 તારીખને રવિવારના દિવસે જૈન શાસનની પ્રભાવનાના આ કાર્યને ચાર ચાંદ લાગેએ રીતે યોગદાન આપી રહ્યા છે. સુરતમાં બિરાજમાન આશરે 25થી અધિક આચાર્ય ભગવંતો, 200થી અધિક સાધુ ભગવંતો, 500થી અધિક સાધ્વીજી ભગવંતોના આમાં આશિષ મળેલ છે અને એ સર્વે આમા નિશ્રા પ્રદાન કરશે. આ વર્ષે સુરતમા ચાતુર્માસ બિરાજમાન વિવિધ સમુદાયના વડીલ ગુરુ ભગવંતો એવા ગચ્છાધિપતિ આચાર્ય રાજશેખરસૂરીશ્વરજી મ. સા. આ. હેમચંદ્રસાગર સૂરીશ્વરજી મ. સા. આ. કુલચંદ્રસૂરીશ્વરજી મ.સાં. આ રાજહંસ સૂરીશ્વરજી મહારાજ ની "એક શહેર એક રથયાત્રા"ની પાવન પ્રેરણાને ઝીલીને સુરત શહેરના સંઘના આગેવાનો અને અગ્રણી કાર્યકરો આ કાર્યને સફળ બનાવવામાં પોતાની તમામ...

યુવા પરિચય ગ્રંથ તૈયાર:સામાજિક લગ્ન વ્યવસ્થા તૂટતી બચાવવા 72 ચુંવાળ કડવા પાટીદાર પ્રગતિ મંડળ દ્વારા યુવા પરિચય ગ્રંથ તૈયાર કરાયો

ઉમિયા એજ્યુકેશન ટ્રસ્ટ અને બોતેર ચુંવાળ કડવા પાટીદાર પ્રગતિ મંડળ અમદાવાદ દ્વારા સમાજના સભ્યોને પોતાના દીકરા અને દીકરીઓ માટે જીવનસાથી સરળતાથી મળી રહે એ માટે યુવા પરિચય ગ્રંથ તૈયાર કરાયો છે. જેમાં વિદેશમાં રહેતા 455 દીકરા-દીકરીઓ સહિત 1272 બાયોડેટાનો સમાવેશ કરાયો છે. અા પરિચય ગ્રંથનું વિમોચન બળદેવભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં યુવા બોતેર સમાજના પ્રમુખ કિરીટભાઈ ડી.પટેલ દેવગઢના હસ્તે કરાયું હતું.આ સાથે હાજર યુવકો અને યુવતીઓએ તેમનો પરિચય આપ્યો હતો. મંડળના પ્રમુખ રાજુભાઇ એલ. પટેલ (સીતાપુર)એ જણાવ્યું કે, સમાજના 89 ગામોના 14,400 સભ્યો નોંધાયેલા છે. જે મહેસાણા, કડી, કલોલ, બહુચરાજી સહિત સમગ્ર ઉત્તર ગુજરાત તેમજ અમદાવાદ, વડોદરા, સુરત, અંકલેશ્વર, કચ્છ વગેરે જગ્યાએ ધંધા-રોજગાર અર્થે સ્થાયી છે. ઘણીવાર એવું બને છે કે પૂરતી જાણકારીના અભાવે ઉચ્ચ શિક્ષિત યુવક કે યુવતીને સમાજમાંથી યોગ્ય પાત્ર ન મળતાં અન્યત્ર લગ્ન કરે છે. આવું ન બને તે માટે અમે 1272 યુવક અને યુવતીઓનો બાયોડેટા સાથે યુવા પરિચય ગ્રંથ તૈયાર કર્યો છે. જેમાં સમાજના લગ્નોત્સુક યુવક-યુવતીની તમામ માહિતી છે. અમારો મુખ્ય ઉદ્દેશ સામાજિ...

દ્વારકા ખંભાળિયા ન્યૂઝ અપડેટ:દેવભૂમિ દ્વારકા જિલ્લાના વધુ 27 પોલીસકર્મીઓની આંતરિક બદલી, ભાણવડમાં અતિભારે વરસાદની પરિસ્થિતિમાં સેવા સંસ્થા દ્વારા પશુઓની ખાસ દેખભાળ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વધુ 27 પોલીસકર્મીઓની આંતરિક બદલી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુદા જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા કુલ 27 એ.એસ.આઈ., હેડ કોન્સ્ટેબલ વિગેરેના સામુહિક બદલીઓના ઓર્ડર જિલ્લા પોલીસવડા દ્વારા કરવામાં આવ્યા છે. જેમાં એ.એસ.આઈ. તરીકે અહીંની સીપીઆઈ કચેરી ખંભાળિયાના કેશુરભાઈ ભાટિયાને ભાણવડ, એસ.ઓ.જી.ના હરદેવસિંહ ગુમાનસિંહ જાડેજાને સલાયા મરીન, ખંભાળિયા પોલીસ મથકના ચંદ્રસિંહ ગુમાનસિંહ જાડેજાને કલ્યાણપુર ખાતે બદલવામાં આવ્યા છે. આ સાથે વાડીનાર, સલાયા, દ્વારકા, કલ્યાણપુર, વિગેરે જુદી જુદી કચેરીઓમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ, એલ.આર. વિગેરેની પણ બદલી કરાઈ છે. પશુઓ માટે ખોળ કપાસિયા, શ્વાન માટે બિસ્કીટ અપાયા ભાણવડ પંથકના તાજેતરમાં વરસી ગયેલા અતિભારે વરસાદની પરિસ્થિતિમાં પશુ-પક્ષીઓ પણ વિકટ પરિસ્થિતિમાં મુકાયા હતા. આવી હાલતમાં પશુઓની મદદ માટે અહીંના કેબિનેટ મંત્રી પુત્ર હર્ષદભાઈ બેરાએ ખોળ, કપાસીયા અને બિસ્કીટની વ્યવસ્થા કરાવી આપી હતી. ભાણવડ તાલુકામાં તાજેતરમાં એક સપ્તાહ સુધી અતિભારે વરસાદ જેવી પરિસ્થિતિ હતી. આ દરમિયાન સાતમ-આઠમના તહેવારો પણ હોય, આ સમયે હોટેલ-રેસ્ટોરન્ટ વિગેરે બંધ હોવા સાથે...

અભૂતપૂર્વ રથયાત્રાનું આયોજન:સાંવત્સરીક રથાયાત્રાના કર્તવ્યની આરાધના માટે મુંબઈ જૈન સંઘ સંગઠન દ્વારા ભવ્યાતિભવ્ય સામૂહિક રથયાત્રા યોજાશે

જૈનોના પર્યુષણ બાદ શ્રાવકોના વાર્ષિક કર્તવ્યોમાંનું રથયાત્રાનું કર્તવ્ય આરાધવા મુંબઈના 200થી અધિક જૈન સંઘોની સામૂહિક રથયાત્રાનું આયોજન તા. 22-9-2024ના રોજ સવારે 9.00 કલાકે કરવામાં આવેલું છે. શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠન દ્વારા આયોજિત અને મુંબઈમાં બિરાજમાન અનેક પૂજ્ય ગુરુભગંવોતના આશીર્વાદ અને પ્રેરણાથી આ રથયાત્રામાં એક લાખથી વધુ લોકો જોડાશે. સંઘે શક્તિ કલયુગેએ સૂત્રને ચરિતાર્થ કરતી સંઘ શક્તિ અને શાસન પ્રભાવનાની આ એક અજોડ અને અમૂલ્ય તકને ઝડપીને 1,250થી વધુ સંઘોના સંગઠન મુંબઈ જૈન સંઘ સંગઠને આ એક અભૂતપૂર્વ રથયાત્રાનું આયોજન કર્યું હતું. આ રથયાત્રાના મુખ્ય આકર્ષણોમાં પરમાત્માના સાત રથ, બે ઈન્દ્ર ધજા, 24 અરિહંત પરમાત્માની પ્રતિકૃતિ, 400થી અધિક સાધુ - સાધ્વીજી ભગંવતો, શતાધીક યુવા અને મહિલા મંડળો, 64 ઈન્દ્રો, 16 વિદ્યા દેવીઓ, 56 કુમારિકાઓ, 108 ફૂટ લાંબો શાસન ધ્વજ, 15થી વધારે જૈન બેન્ડ, તત્કાળ બનતી રંગોળીઓ, પ્રભુભક્તિ, વૈરાગ્ય, જીવદયા, શાસન પ્રભાવના અને મહાપુરુષોની યાદ અપવાતી રચનાઓ, 1008 શાસન ધ્વજધારી યુવાનોની પરેડ, 300થી વધારે બાઈકની રેલી, દેવવિમાન દ્વારા પુષ્પવૃષ્ટિ, સકળ શ્રી સંઘને સુગંધિત અમીછાં...

આગ:દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે પર કન્ટેઇનરમાં આગ લાગી

મુંબઈથી નોઈડા મશીન લઈને જઈ રહેલા કન્ટેનરમાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર આગ લાગી હતી. આગની ઘટનાના પગલે ફાયરબ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. ડ્રાઈવર ટાયર જોવા નીચે ઊતર્યો હતો તે સમયે કન્ટેઇનરમાંથી આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. મુંબઈની સી એર ક્લિયરિંગ કંપનીમાંથી વેલ્ડીંગ મશીનો લઈ ડ્રાઇવર સોહનલાલ નોઈડાની ઇલેક્ટ્રા કોકો તવા વેલ્ડીંગ પ્રાઇવેટ લિમિટેડ ખાતે જતા હતા. વડોદરા નજીક ટોલનાકા પાસે તે કન્ટેઈનર પાર્ક કરી તેના ટાયર જોવા ઉતરતાં એકાએક કન્ટેઈનરમાંથી ધુમાડો નીકળતા સોહનલાલે વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરતાં આગ પર કાબૂ મેળવાયો હતો. ડ્રાઈવર ટાયર જોવા ઊતર્યો, ધુમાડા જોઈ ચોંક્યો http://dlvr.it/TD7CfG

અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું:અમદાવાદ અને વસ્ત્રાલ RTOની 100 મીટરની ત્રિજ્યામાં એજન્ટને નો એન્ટ્રી, એજન્ટ પકડાયા તો કાયદેસરની કાર્યવાહી થશે

શહેરીજનોના મનમાં એક સામાન્ય ચિત્ર છે કે, RTOનું કોઈપણ કાર્ય હશે તો એજન્ટ પાસે જ કરાવવું પડશે તે છબીને બદલવા માટે અને હાઇકોર્ટની ટકોર બાદ અમદાવાદ શહેરના બંને RTO કચેરીમાં બેનર અને પોસ્ટર લગાવી દેવામાં આવ્યા છે ત્યારબાદ હવે અમદાવાદ શહેર પોલીસ દ્વારા પણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જે અંતર્ગત જો કોઈ પણ એજન્ટ RTO​​​​​​​ કચેરીની અંદર અથવા 100 મીટરની ત્રિજ્યામાં પકડાશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી થશે કારણ કે, જે કામગીરી જાતે કોઈ અરજદાર કરે તો તેને છ મહિના જેટલો પણ સમય લાગી જાય છે પરંતુ, એજન્ટને આપે તો ફક્ત એકથી બે દિવસમાં જ તે કામગીરી પૂર્ણ થતા હાઇકોર્ટના હુકમ બાદ RTO​​​​​​​ વ્યવસ્થામાં બદલાવ લાવવામાં આવ્યો હતો. એજન્ટગીરી કરતા પકડાશે તો કાયદાકીય ​​​​​​​કાર્યવાહી હાથ ધરાશે હવે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડીને હુકમ કરવામાં આવ્યો છે કે, RTO​​​​​​​ કચેરીની આસપાસ આ પ્રકારે અનઅધિકૃત વ્યક્તિઓ અરજદારોને અથવા તો RTO કચેરી ખાતે આવતા લોકોનો ઘેરાવ કરીને તેમની પાસેથી રૂપિયા પડાવીને તેમની કામગીરી કરે છે. જે કાયદાકીય રીતે ખોટું હોવાથી હવે જો કોઈ પણ વ્યક્તિ એજન્ટગીરી કરતા ...

ક્લોરિન ગેસના 900 કિલોના સિલેન્ડરમાં લીકેજ:લુણાવાડાના ચારણગામ નમનાર જૂથ પાણી પુરવઠા યોજના મુખ્ય હેડ વર્કસ વરધરી ખાતે સિલેન્ડર લીકેજથી લોકોમાં ભય ફેલાયો

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વરધરી ગામે ચારણગામ નમનાર જુથ પાણી પુરવઠા યોજનાના મુખ્ય હેડ વર્કસ પ્લાન્ટમાં ગેસ લીકેજ થયો હતો. ક્લોરિનનો 900 કિલોનો બોટલ લીક થતાં લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો. જોકે બનાવો અંગેની જાણ તંત્રના અધિકારીઓને થતા તાત્કાલિક પાણી પુરવઠાના અધિકારી તેમજ પોલીસ સહિત મામલતદાર ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. અધિકારી અને કર્મચારી ઘટના સ્થળે પોહચી લીકેજ બંધ કરવાની ખૂબ કાળજીપૂર્વક કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમજ વડોદરા ખાતેથી પણ ટીમને બોલાવી અને તાત્કાલિક આ લીકેજને બંધ કરવામાં આવ્યું હતું. ક્લોરિન જે પાણીની શુદ્ધિકરણ માટે વપરાતો ગેસ હોય છે અને તે અતિ સંવેદનશીલ ગણાતો ગેસ છે. એટલે વહેલી તકે આ લીકેજ બંધ કરવામાં આવતા મોટી દુર્ઘટના બનતા ટળી હતી. જ્યારે થોડા સમય માટે લોકોના જીવ તળાવે ચોંટ્યા હતા. http://dlvr.it/TD6Qfs

અકસ્માતના CCTV આવ્યા સામે:મોરબી નજીક નેશનલ હાઇવે રોડ ઉપર આખલો આડો આવતા સર્જાયેલ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓએ ગુમાવ્યો હતો જીવ

મોરબીના બંધુનગર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપર આખલો આડો આવતાં ડમ્પર તેની સાથે અથડાયું હતું અને વાહન ચાલકે તેના ડમ્પરના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા ડમ્પર ડિવાઈડર કૂદીને બાજુના રોડ ઉપરથી પસાર થતી આર્ટિકા કાર ઉપર પડ્યું હતું. જે ઘટનામાં ત્રણ વ્યક્તિના મોત નીપજયાં હતા. આ અકસ્માતના બાનવનો સીસીટીવી કેમેરાનો વિડીયો હાલમાં સોશયલ મીડિયામાં વાઈરલ થયેલ છે. ગત ઋષિ પાંચમના દિવસે વહેલી સવારે 5:50 વાગ્યાના અરસામાં મોરબીના બંધુનગર ગામ પાસે જીવલેણ અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યાં હતા જે બનાવ સંદર્ભે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઉમા ટાઉનશીપમાં રહેતા પિયુષભાઈ બાબુભાઈ માલવીયાએ ડમ્પર નંબર જીજે 36 ટી 3484 ના ચાલક મૃતક વરુણભાઈ તોલસિંગ વાસ્કલે (ઉ.30) ની સામે ફરિયાદ નોંધાવેલ છે જેથી પોલીસે આગળની કાર્યવાહી કરે છે જો કે, અકસ્માતના આ બનાવના સીસીટીવી કેમેરાના ફૂટેજ હાલમાં સોશ્યલ મીડિયામાં વાઈરલ થયેલ છે. અત્રે ઉલેખનીય છેકે, તુષારભાઈ બાબુભાઈ માલવિયા (ઉ.30) તેના પત્ની સુવિધાબેન અને દીકરી દ્વિજા (ઉ.9) સાથે આર્ટિકા કાર નંબર જીજે 36 એએલ 7520 લઈને મોરબીથી વાંકાનેર તરફ જઈ રહ્યા હતા. ત્યારે...

પોલીસ દ્વારા શાંતિ સમિતીની બેઠક યોજાઈ:ગોધરા શહેરમાં ગણેશ વિસર્જન યાત્રાના આયોજનને લઈને રેન્જ આઈજી, એસપીના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતીની બેઠક મળી

આગામી 12મી સપ્ટેમ્બરના રોજ ગોધરા શહેરમાં ગણેશ વિસર્જન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરાના રેન્જ આઈજી આર.વી.અસારી અને પંચમહાલ પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી અને સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં 12મી સપ્ટેમ્બરના રોજ ગોધરા નગરમાં ગણેશ વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપૂર્ણ થાય તે માટે મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા રેન્જ આઈજી આર.વી અસારીને ખાતરી આપવામાં આવી હતી. આગામી 12મી સપ્ટેમ્બરે ગોધરામાં યોજાનાર વિસર્જન યાત્રા શાંતિપૂર્વક ઉજવી શકાય તે આશયથી ત્રણ જિલ્લાઓના રેન્જ આઇજી રાજેન્દ્ર વી અસારી અને પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી તેમજ ડીવાયએસપી એન. વી. પટેલ દ્વારા ગોધરાના પોલન બજાર વિસ્તારની મુલાકાત લીધી. આ પ્રસંગે તેમણે પોલન બજાર ઉર્દૂ કુમાર શાળાના પટાંગણમાં અત્રેના રહીશો તેમજ સમાજના આગેવાનો સાથે વાર્તાલાપ કર્યો. આ નિમિત્તે બી ડિવિઝનના પી.આઈ. એ. બી. ચૌધરી અને શાળાના શિક્ષક જાફર સમોલ તથા સમાજસેવક હાજી ફારૂક કેસરી, ઇસ્હાકભાઈ મો...