ત્રિદિવસીય લોકમેળાનો પ્રારંભ:ઈડરના જાદરમાં ત્રિદિવસીય મુધણેશ્વર મહાદેવના લોકમેળાનો આજથી પ્રારંભ, મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના જાદર ગામે આજથી ત્રિદિવસીય મુધણેશ્વર મહાદેવના લોકમેળાનો પ્રારંભ થયો છે. જેને લઈને દાદાના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા એન શ્રીફળ વધેરીને માનતા પૂર્ણ કરી હતી. ઈડરના જાદરમાં આવેલ મુધણેશ્વર મહાદેવ મંદિરે દર ભાદરવા મહિનાના બીજા સોમવાર, મંગળવાર અને બુધવાર એમ ત્રણ દિવસ મેલો યોજાય છે. તો 16 સપ્ટેમ્બરને સોમવારથી મુધણેશ્વર મહાદેવના મેળાનો પ્રારંભ થયો છે. જે બુધવારે પૂર્ણ થશે જેને લઈને ગ્રામ પંચાયત અને મંદિર ટ્રસ્ટ દ્વારા વિશિષ્ટ આયોજનો કરવામાં આવ્યા છે. તો ડેભોલ નદી કિનારે મનોરજન માટે ચગડોળ સહિતના વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. તો આજે સવારથી મુધણેશ્વર મહાદેવ દાદાના મંદિરે ભક્તોની ભીડ જોવા મળી હતી. તો દાદા દર્શન કર્યા બાદ રાખેલી માનતાઓ ભક્તો દ્વારા પૂર્ણ કરવા માટે ભક્તોએ શ્રીફળ વધેરીને અર્પણ કર્યા હતા. દિવસ અને રાત આ મેળો ચાલશે. જેમાં સ્થાનિક ઉપરાંત તાલુકા,જીલ્લા અને આજુબાજુના જિલ્લાવાસીઓ મુધણેશ્વર મહાદેવ દાદાના મંદિરે આવીને દર્શનનો લાભ લેશે.
http://dlvr.it/TDHQ13
http://dlvr.it/TDHQ13
Comments
Post a Comment