અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું:અમદાવાદ અને વસ્ત્રાલ RTOની 100 મીટરની ત્રિજ્યામાં એજન્ટને નો એન્ટ્રી, એજન્ટ પકડાયા તો કાયદેસરની કાર્યવાહી થશે
શહેરીજનોના મનમાં એક સામાન્ય ચિત્ર છે કે, RTOનું કોઈપણ કાર્ય હશે તો એજન્ટ પાસે જ કરાવવું પડશે તે છબીને બદલવા માટે અને હાઇકોર્ટની ટકોર બાદ અમદાવાદ શહેરના બંને RTO કચેરીમાં બેનર અને પોસ્ટર લગાવી દેવામાં આવ્યા છે ત્યારબાદ હવે અમદાવાદ શહેર પોલીસ દ્વારા પણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જે અંતર્ગત જો કોઈ પણ એજન્ટ RTO કચેરીની અંદર અથવા 100 મીટરની ત્રિજ્યામાં પકડાશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી થશે કારણ કે, જે કામગીરી જાતે કોઈ અરજદાર કરે તો તેને છ મહિના જેટલો પણ સમય લાગી જાય છે પરંતુ, એજન્ટને આપે તો ફક્ત એકથી બે દિવસમાં જ તે કામગીરી પૂર્ણ થતા હાઇકોર્ટના હુકમ બાદ RTO વ્યવસ્થામાં બદલાવ લાવવામાં આવ્યો હતો. એજન્ટગીરી કરતા પકડાશે તો કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે
હવે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડીને હુકમ કરવામાં આવ્યો છે કે, RTO કચેરીની આસપાસ આ પ્રકારે અનઅધિકૃત વ્યક્તિઓ અરજદારોને અથવા તો RTO કચેરી ખાતે આવતા લોકોનો ઘેરાવ કરીને તેમની પાસેથી રૂપિયા પડાવીને તેમની કામગીરી કરે છે. જે કાયદાકીય રીતે ખોટું હોવાથી હવે જો કોઈ પણ વ્યક્તિ એજન્ટગીરી કરતા પકડાશે તો ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ-223 મુજબ ગુનો નોંધીને કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અમદાવાદ RTO કચેરી એટલે કે સુભાષ બ્રિજ ખાતે આવેલી RTO કચેરી અને પૂર્વમાં વસ્ત્રાલ RTO કચેરીની આસપાસના વિસ્તારમાં એજન્ટ પ્રથા નાબૂદ કરવા વર્ષોથી RTO અને પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવે છે તેમછતાં હજુ પણ કેટલાક લોકો અરજદારોને ઉલટી સીધી વાતો કરીને અને ભોળવીને તેમનું કાર્ય ઝડપથી કરવાની લાલચ આપીને પૈસા પડાવે છે. આ પ્રથા બંધ કરવા માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.
http://dlvr.it/TD6m70

Comments
Post a Comment