Skip to main content

સારવાર:લખપતમાં ભેદી રોગ વચ્ચે કચ્છમાં સ્વાઇન ફ્લૂએ દેખા દીધી

લખપત તાલુકામાં ફેલાયેલા ભેદી રોગચાળાએ આરોગ્ય વિભાગની ઊંઘ હરામ કરી નાખી છે તેવામાં કચ્છમાં હવાથી ફેલાતા સ્વાઇન ફ્લૂએ દેખા દીધી છે. ભુજના પુરૂષ અને બિદડાના મહિલાને આ ચેપી રોગના લક્ષણો જણાતાં રિપોર્ટ કરાવાયો હતો જે પોઝિટિવ આવતાં આરોગ્ય તંત્રની ચિંતામાં વધારો થયો છે.
આ અંગે મળતી માહિતી મુજબ ભુજના પ્રિન્સ રેસીડેન્સી વિસ્તારમાં રહેતા પુરૂષ છેલ્લા કેટલાક સમયથી વાયરલ બીમારીમાં સપડાયા હતા જેમના થ્રોટ સ્વોબને પરીક્ષણ માટે મોકલાતાં એચવન એનવન પોઝિટિવ હોવાનું જણાયું હતું. આ દર્દી હાલે જનરલ હોસ્પિટલમાં સારવાર તળે છે.
બીજી બાજુ માંડવી તાલુકાના બિદડામાં રહેતા મહિલાને શરદી, ઉધરસ, તાવ અને ગળામાં દુખાવા સહિતની ફરિયાદ હોતાં તેમના ગળામાંથી લેવાયેલા નમૂના પરીક્ષણાર્થે મોકલાયા હતા તેમને પણ સ્વાઇન ફ્લૂ હોવાનું બહાર આવ્યું છે. બંને દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી બાબતે તંત્ર દ્વારા અજાણતા વ્યકત કરાઇ હતી.
નોંધનીય છે કે, એચવન એનવન વાયરસથી ફેલાતા સ્વાઇન ફ્લૂની જો સમયસર સારવાર ન લેવાય તો ઘાતક નીવડી શકે છે. આ ઉપરાંત વાયરસ એકથી બીજી વ્યક્તિને સંક્રમિત કરતા હોવાથી કોરોનાકાળમાં જે તકેદારી રાખવામાં આવતી હતી તેટલી જ કાળજી લેવી આવશ્યક છે.


http://dlvr.it/TD9Wpl

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6