પોલીસ દ્વારા શાંતિ સમિતીની બેઠક યોજાઈ:ગોધરા શહેરમાં ગણેશ વિસર્જન યાત્રાના આયોજનને લઈને રેન્જ આઈજી, એસપીના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતીની બેઠક મળી
આગામી 12મી સપ્ટેમ્બરના રોજ ગોધરા શહેરમાં ગણેશ વિસર્જન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરાના રેન્જ આઈજી આર.વી.અસારી અને પંચમહાલ પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી અને સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં 12મી સપ્ટેમ્બરના રોજ ગોધરા નગરમાં ગણેશ વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપૂર્ણ થાય તે માટે મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા રેન્જ આઈજી આર.વી અસારીને ખાતરી આપવામાં આવી હતી. આગામી 12મી સપ્ટેમ્બરે ગોધરામાં યોજાનાર વિસર્જન યાત્રા શાંતિપૂર્વક ઉજવી શકાય તે આશયથી ત્રણ જિલ્લાઓના રેન્જ આઇજી રાજેન્દ્ર વી અસારી અને પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી તેમજ ડીવાયએસપી એન. વી. પટેલ દ્વારા ગોધરાના પોલન બજાર વિસ્તારની મુલાકાત લીધી. આ પ્રસંગે તેમણે પોલન બજાર ઉર્દૂ કુમાર શાળાના પટાંગણમાં અત્રેના રહીશો તેમજ સમાજના આગેવાનો સાથે વાર્તાલાપ કર્યો. આ નિમિત્તે બી ડિવિઝનના પી.આઈ. એ. બી. ચૌધરી અને શાળાના શિક્ષક જાફર સમોલ તથા સમાજસેવક હાજી ફારૂક કેસરી, ઇસ્હાકભાઈ મોમની, ઇદરીસ દરગાહી વગેરે હાજર રહી ઉપસ્થિત લોકોનું ઉમદા સ્વાગત કર્યું. કાર્યક્રમના એનાઉન્સર તરીકે શાળાના આચાર્ય ઇકબાલ બોકડા મધુર વાણી અને શાયરી વડે હાજર લોકોનું મન મોહી લીધું. હાફિઝ ઇદરીસ ઘેંશ, મૌલવી શૌકત મલા મૌલવી ઇદરીસ અદા જેવા ધાર્મિક વિદ્વાનો, શહેર શૂરા કમિટીના સભ્યો અને વિશાળ સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને શહેરની શાંતિ પ્રત્યે પોતાનો અડગ વિશ્વાસ વ્યક્ત કર્યો. શાંતિપૂર્ણ વાતાવરણમાં ગણેશ વિસર્જન યાત્રા સંપૂર્ણ થાય તે માટે ખાતરી પણ આપવામાં આવી હતી.
http://dlvr.it/TD5Lhz
http://dlvr.it/TD5Lhz
Comments
Post a Comment