અભૂતપૂર્વ રથયાત્રાનું આયોજન:સાંવત્સરીક રથાયાત્રાના કર્તવ્યની આરાધના માટે મુંબઈ જૈન સંઘ સંગઠન દ્વારા ભવ્યાતિભવ્ય સામૂહિક રથયાત્રા યોજાશે
જૈનોના પર્યુષણ બાદ શ્રાવકોના વાર્ષિક કર્તવ્યોમાંનું રથયાત્રાનું કર્તવ્ય આરાધવા મુંબઈના 200થી અધિક જૈન સંઘોની સામૂહિક રથયાત્રાનું આયોજન તા. 22-9-2024ના રોજ સવારે 9.00 કલાકે કરવામાં આવેલું છે. શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠન દ્વારા આયોજિત અને મુંબઈમાં બિરાજમાન અનેક પૂજ્ય ગુરુભગંવોતના આશીર્વાદ અને પ્રેરણાથી આ રથયાત્રામાં એક લાખથી વધુ લોકો જોડાશે. સંઘે શક્તિ કલયુગેએ સૂત્રને ચરિતાર્થ કરતી સંઘ શક્તિ અને શાસન પ્રભાવનાની આ એક અજોડ અને અમૂલ્ય તકને ઝડપીને 1,250થી વધુ સંઘોના સંગઠન મુંબઈ જૈન સંઘ સંગઠને આ એક અભૂતપૂર્વ રથયાત્રાનું આયોજન કર્યું હતું. આ રથયાત્રાના મુખ્ય આકર્ષણોમાં પરમાત્માના સાત રથ, બે ઈન્દ્ર ધજા, 24 અરિહંત પરમાત્માની પ્રતિકૃતિ, 400થી અધિક સાધુ - સાધ્વીજી ભગંવતો, શતાધીક યુવા અને મહિલા મંડળો, 64 ઈન્દ્રો, 16 વિદ્યા દેવીઓ, 56 કુમારિકાઓ, 108 ફૂટ લાંબો શાસન ધ્વજ, 15થી વધારે જૈન બેન્ડ, તત્કાળ બનતી રંગોળીઓ, પ્રભુભક્તિ, વૈરાગ્ય, જીવદયા, શાસન પ્રભાવના અને મહાપુરુષોની યાદ અપવાતી રચનાઓ, 1008 શાસન ધ્વજધારી યુવાનોની પરેડ, 300થી વધારે બાઈકની રેલી, દેવવિમાન દ્વારા પુષ્પવૃષ્ટિ, સકળ શ્રી સંઘને સુગંધિત અમીછાંટણા, સંપૂર્ણ રથયાત્રા દરમિયાન મીઠાઈની પ્રભાવના અને પ્રીતિદાન તેમ જ જૈનત્વનું સન્માનની વૃદ્ધિ કરતી સેવ ભારત, સેવ હયુમિનિટી અને સેવ વર્લ્ડની પ્રતિકૃતિઓ, જૈનો દ્વારા ભારતના ઉત્થાનમાં આપવામાં આવેલા યોગદાનની પ્રતિકૃતિઓ, સંસ્કૃતિ, રાષ્ટ્ર સાથે ધર્મનો સમન્યવય કરતી અનેકવિધ પ્રતિકૃતિઓ, પંચ પરમેષ્ઠીની યાદ અપાવે તેવી 108 જૈનોની અનેરી ઝલક, વનવાસી, કચ્છી, ડાંગ, કલમબેલા, કેરળ, બીહુ ડાન્સ દર્શાવતી મંડળીઓ, વિશ્વની અનેક સાંપ્રત સમસ્યાઓ જેમ કે આતંકવાદ, ગરીબી, પર્યાવરણ નાશ, ભ્રષ્ટાચાર, શારીરિક - માનસિક રોગ, ભૂકંપ, ગ્લોબલ વોર્મિંગ, નારી અપમાન, અત્યાચાર અને અન્ય સમસ્યાઓનું ભગવાન મહાવીર દ્વારા અપાયેલા સમાધાનની ઝાંખીઓ દર્શાવાશે. આ રથયાત્રાનો પ્રારંભ પ્રાર્થના સમાજ જંક્શનથી સવારે 9.00 કલાકે શરૂ થઈ ઓપેરા હાઉસ, હ્યુજીસ રોડ, ભારતીય વિદ્યા ભવન, નાના ચોક વગેરે રાજમાર્ગો પર ફરીને ઓગસ્ટ ક્રાંતિ મેદાન પર સવારે 12.00 કલાકે પૂર્ણ થશે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, ડેપ્યુટી ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસ તેમ જ મંત્રી મંગલ પ્રભાત લોઢા આદિ અનેક મહાનુભાવોને આ રથયાત્રાને લીલી ઝંડી આપવા માટે વિનંતી કરવામાં આવી છે. મુંબઈના અનેક જૈન સંઘોના ટ્રસ્ટીઓ, કમિટી મેમ્બરો, યુવા મહિલા મંડળો, સ્નાત્ર મંડળો તેમ જ પાઠશાળાના બાળકોને આ રથયાત્રામાં પધારવા મુંબઈ જૈન સંઘ સંગઠન દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવામાં આવ્યું છે.
http://dlvr.it/TD7gbd
http://dlvr.it/TD7gbd
Comments
Post a Comment