Skip to main content

દ્વારકા ખંભાળિયા ન્યૂઝ અપડેટ:દેવભૂમિ દ્વારકા જિલ્લાના વધુ 27 પોલીસકર્મીઓની આંતરિક બદલી, ભાણવડમાં અતિભારે વરસાદની પરિસ્થિતિમાં સેવા સંસ્થા દ્વારા પશુઓની ખાસ દેખભાળ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વધુ 27 પોલીસકર્મીઓની આંતરિક બદલી
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુદા જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા કુલ 27 એ.એસ.આઈ., હેડ કોન્સ્ટેબલ વિગેરેના સામુહિક બદલીઓના ઓર્ડર જિલ્લા પોલીસવડા દ્વારા કરવામાં આવ્યા છે. જેમાં એ.એસ.આઈ. તરીકે અહીંની સીપીઆઈ કચેરી ખંભાળિયાના કેશુરભાઈ ભાટિયાને ભાણવડ, એસ.ઓ.જી.ના હરદેવસિંહ ગુમાનસિંહ જાડેજાને સલાયા મરીન, ખંભાળિયા પોલીસ મથકના ચંદ્રસિંહ ગુમાનસિંહ જાડેજાને કલ્યાણપુર ખાતે બદલવામાં આવ્યા છે. આ સાથે વાડીનાર, સલાયા, દ્વારકા, કલ્યાણપુર, વિગેરે જુદી જુદી કચેરીઓમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ, એલ.આર. વિગેરેની પણ બદલી કરાઈ છે. પશુઓ માટે ખોળ કપાસિયા, શ્વાન માટે બિસ્કીટ અપાયા
ભાણવડ પંથકના તાજેતરમાં વરસી ગયેલા અતિભારે વરસાદની પરિસ્થિતિમાં પશુ-પક્ષીઓ પણ વિકટ પરિસ્થિતિમાં મુકાયા હતા. આવી હાલતમાં પશુઓની મદદ માટે અહીંના કેબિનેટ મંત્રી પુત્ર હર્ષદભાઈ બેરાએ ખોળ, કપાસીયા અને બિસ્કીટની વ્યવસ્થા કરાવી આપી હતી. ભાણવડ તાલુકામાં તાજેતરમાં એક સપ્તાહ સુધી અતિભારે વરસાદ જેવી પરિસ્થિતિ હતી. આ દરમિયાન સાતમ-આઠમના તહેવારો પણ હોય, આ સમયે હોટેલ-રેસ્ટોરન્ટ વિગેરે બંધ હોવા સાથે લોકો પણ ઘરમાં જ રહ્યા હતા. આથી બિનવારસી ગૌવંશ અને શ્વાનને પણ વરસતા વરસાદમાં વ્યથિત અવસ્થામાં મારે મુશ્કેલીનો કરવો પડ્યો હતો. ભાણવડ તાલુકામાં અબોલ જીવોની સેવા-સારવાર માટે અવિરત રીતે કાર્યરત એવી સંસ્થા એનીમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટને અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના પુત્ર હર્ષદભાઈ બેરાએ અબોલ જીવ ભૂખ્યા ન રહે તે માટે આગળ આવી અને ગૌવંશ માટે ખોળ-કપાસિયા તેમજ શ્વાન માટે બિસ્કીટની વ્યવસ્થા કરી આપી હતી. જે એનિમલ લવર્સ ગ્રુપના સભ્યો તેમજ શિવ બળદ આશ્રમના કાર્યકરો દ્વારા વરસતા વરસાદે પણ ગાય- બળદ તેમ શ્વાનને વિતરણ કરી, સેવાની જ્યોત ચલાવી હતી. 108 એમ્બ્યુલન્સ સેવાએ પ્રસુતાની સુવાવડ માર્ગ વચ્ચે કરાવી નવજીવન આપ્યું
તારીખ 12.09.2024 રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર ગામના શાંતિબેન ટપુભાઈ ગામી નામના એક પ્રસુતાને અચાનક પ્રસૂતિનો દુખાવો ઉપડતા 108 ટીમને જાણ કરવામાં આવી હતી. ત્યારે નાગેશ્વરથી તાત્કાલિક 108 ટીમ ઇએમટી સતીશ બામણીયા અને પાયલોટ રાજેશભાઈ લોકેશન પર પહોંચ્યા હતા. પરંતુ, મીઠાપુરથી 8 કીલોમીટર દૂર શાંતિબેનને પ્રસુતિનો દુખાવો વધતા મોજપ ગામ પાસે 108 એમ્બ્યુલન્સ અંદર ડિલિવરી કરાવવાની ફરજ પડી હતી. ઇએમટી સતીશ બામણીયા અને પાયલોટ રાજેશભાઈ અને હેડ ઓફિસ પર રહેલા ફિઝીસિયન ડો. રાકેશના માર્ગદર્શન હેઠળ અને પોતાની આવડત અને મળેલ તાલીમની મદદથી ડિલિવરી કરવામાં આવી હતી. પ્રસુતિ બાદ બાળક તેમજ માતાને વધુ સારવાર માટે દ્વારકા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યા માતા તથા બાળક સ્વસ્થ હોવાનું જાણવા મળેલ છે.


http://dlvr.it/TD80Hc

Comments

Popular posts from this blog

પ્રોપર્ટી રીટર્નનું ડિકલેરેશન ફોર્મ:AMC ક્લાસ-1 અને 2 અધિકારીઓ અને કર્મચારીઓએ 31 ડિસેમ્બર સુધીમાં મિલકતોની માહિતી ઓનલાઈન ભરવાની રહેશે

http://dlvr.it/T0YdLn

રાજકોટ મનપાનું ચેકિંગ યથાવત:ફાયર NOC અને BU સર્ટિફિકેટ વિનાના વધુ 18 સંકુલો સીલ, 12 શૈક્ષણિક સંસ્થામાં બેદરકારી મળી

રાજકોટમાં સર્જાયેલા ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના બાદ મનપાની ફાયર, ટીપી, બાંધકામ, વોર્ડ ઓફિસર અને એન્જિ. સહિતની ટીમો તમામ 18 વોર્ડમાં આવેલી આવી મિલકતોની તપાસ કરી રહી છે. આજે સતત ત્રીજા દિવસે કમિશનર દેવાંગ દેસાઇની સૂચનાથી ડ્રાઇવ ચાલુ રહેતા શહેરનાં વિવિધ વિસ્તારોમાં શાળાઓ, જાણીતી હોસ્પિટલ સહિતના 18 એકમો સીલ કરી દેવામાં આવ્યા છે. જેમાં ફાયર સેફટી અને બીયુ વગરની 12 શૈક્ષણિક સંસ્થામાં બેદરકારી મળી આવી હતી. તેમજ દવાખાના અને રેસ્ટોરન્ટમાં પણ બેદરકારી જોવા મળતા નોટિસો ફટકારવામાં આવી હતી. છેલ્લા ત્રણ દિવસમાં 106 બિલ્ડિંગ સીલ પ્રાપ્ત વિગત મુજબ ગઇકાલે 45 બિલ્ડિંગ સીલ કરવામાં આવ્યા બાદ ત્રણ દિવસમાં અને આજે બપોર સુધીમાં કુલ 106 જેટલી બિલ્ડિંગ સીલ કરવામાં આવી છે. આજની કાર્યવાહીમાં વોર્ડ નં. 9ના રૈયા રોડની સેલસ હોસ્પિટલ, વોર્ડ નં. 11ના નાના મવા રોડ લાગુ ધોળકીયા અને પાઠક સહિતની 12 સ્કૂલનો પણ સમાવેશ થાય છે. જો કે, મનપા દ્વારા સીલિંગ કાર્યવાહી વચ્ચે આ બિલ્ડિંગ ફરી ક્યારે ખોલવા, કઇ રીતે મંજૂરી કે એનઓસી રિન્યૂ કરવા સહિતની કોઇ સીધી અમલવારી થાય તેવી ગાઇડલાઇન ન હોય, આવા તમામ સંકુલોના સંચાલકો હાલમાં ચિંતામાં મુકા...

પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કેદની સજા:સામરખાના માથાભારે શખ્સે પત્નીને ઝેરી ઈન્જેકશન આપી બેભાન કર્યા બાદ કેબલ વડે ગળેટૂંપો આપી હત્યા નિપજાવી હતી

http://dlvr.it/T0lJMv