કચ્છમાંથી ચોમાસુ વિદાયભણી છે તેવામાં ભાદરવો મહિનો અસલી મિજાજ દર્શાવતો હોય તેમ ફરી ગરમીની આણ વર્તાઇ રહી છે. શુક્રવારે કંડલા એરપોર્ટ મથકે મહત્તમ તાપમાન 36.5 ડિગ્રીએ પહોંચતાં રાજ્યમાં સર્વાધિક ગરમ મથક બન્યું હતું તો બીજા ક્રમે ભુજમાં પારો 36.4 ડિગ્રી રહ્યો હતો. ચાલુ માસના પ્રથમ સપ્તાહમાં કચ્છમાં છૂટો છવાયો વરસાદ વરસ્યા બાદ છેલ્લા કેટલાક દિવસોથી ગરમી અનુભવાઇ રહી છે. કંડલા એરપોર્ટ મથકે ઊંચું ઉષ્ણતામાન 36.5 ડિગ્રીએ પહોંચતાં ગાંધીધામ, આદિપુર, અંજાર, ગળપાદર સહિતનો વિસ્તાર રાજ્યમાં સૌથી ગરમ બન્યો હતો. અહીં તાપમાન સામાન્ય કરતાં બે ડિગ્રી જેટલું વધુ નોંધાયું હતું. લઘુતમ 25.5 ડિગ્રી રહ્યું હતું. જિલ્લા મથક ભુજમાં વાદળો ગાયબ થવાની સાથે ગરમી વધી હતી અને મહત્તમ તાપમાનનો પારો 36.4 ડિગ્રીએ પહોંચ્યો હતો. સવારે ભેજનું પ્રમાણ 85 ટકા તો સાંજે 55 ટકા જેટલું રહેતાં લોકો પરસેવે રેબઝેબ થયા હતા. ઉષ્ણતામાનમાં સામાન્ય કરતાં 1.5 ડિગ્રીના વધારા સાથે જિલ્લા મથક રાજ્યમાં બીજા ક્રમે ગરમ બન્યું હતું. જો કે, 25.6 ડિગ્રી જેટલા નીચા ઉષ્ણતામાન સાથે મોડી રાત્રે ઠંડક પ્રસરી હતી. કંડલામાં મહત્તમ તાપમાન 33.5 જ્યારે નલિયા ખાતે 31.9 ડિગ્રી નોંધાયું હતું. નોંધનીય છે કે, કચ્છમાંથી સામાન્ય રીતે 20થી 25 સપ્ટેમ્બર વચ્ચે ચોમાસુ વિધિવત રીતે વિદાય લે છે પણ આ વર્ષે મોડું વિદાય લેશે તેમ જણાઇ રહ્યું છે. { ભુજમાં 36.4 ડિગ્રી, રાજ્યમાં બીજા ક્રમે ઉષ્ણ શહેર નલિયા ખાતે 31.9 ડિગ્રી નોંધાયું હતું. નોંધનીય છે કે, કચ્છમાંથી સામાન્ય રીતે 20થી 25 સપ્ટેમ્બર વચ્ચે ચોમાસુ વિધિવત રીતે વિદાય લે છે પણ આ વર્ષે મોડું વિદાય લેશે તેમ જણાઇ રહ્યું છે. નોંધાયું હતું. લઘુતમ 25.5 ડિગ્રી રહ્યું હતું. જિલ્લા મથક ભુજમાં વાદળો ગાયબ થવાની સાથે ગરમી વધી હતી અને મહત્તમ તાપમાનનો પારો 36.4 ડિગ્રીએ પહોંચ્યો હતો. સવારે ભેજનું પ્રમાણ 85 ટકા તો સાંજે 55 ટકા જેટલું રહેતાં લોકો પરસેવે રેબઝેબ થયા હતા. ઉષ્ણતામાનમાં સામાન્ય કરતાં 1.5 ડિગ્રીના વધારા સાથે જિલ્લા મથક રાજ્યમાં બીજા ક્રમે ગરમ બન્યું હતું. જો કે, 25.6 ડિગ્રી જેટલા નીચા ઉષ્ણતામાન સાથે મોડી રાત્રે ઠંડક પ્રસરી હતી. કંડલામાં મહત્તમ તાપમાન 33.5 જ્યારે
http://dlvr.it/TDVSDM
http://dlvr.it/TDVSDM
Comments
Post a Comment