Skip to main content

માગ:ધારીમાં પ્રવાસન વિકસાવવા માટે ઓપન સફારી પાર્ક ફાળવો

અમરેલી જિલ્લામા દેશની શાન અને ગૌરવ સમા સાવજોની મોટી વસતિ છે. અને આ સાવજો દેશ દુનિયાના પ્રવાસીઓને આકર્ષે છે. પરંતુ પ્રવાસન વિકસાવવાના યોગ્ય પ્રયાસો થયા ન હોય અમરેલી જિલ્લાને તેનો પુરતો લાભ મળતો નથી. હવે ધારી પંથકમા ઓપન સફારી પાર્ક ફાળવવાની માંગ વધુ તીવ્ર બની છે. સ્થાનિક ધારાસભ્ય જે.વી.કાકડીયા દ્વારા આ મુદે રાજયના મુખ્યમંત્રી અને વનમંત્રી સહિત છેક કેન્દ્ર સરકાર સુધી રજુઆતો કરવામા આવી છે. ગીર જંગલની જેમ ગીર બહાર કાંઠાળ વિસ્તારમા પાંખા જંગલમા તથા રેવન્યુ વિસ્તારમા પણ મોટા પ્રમાણમા સાવજો વસી રહ્યાં છે. લોકો ગેરકાયદે સિંહ દર્શન માટે હડીયાપાટી કરે છે. તેના બદલે અહી સિંહ દર્શનનુ સુવ્યવસ્થિત માળખુ ગોઠવાવુ જોઇએ. જેથી દેશ દુનિયાના પ્રવાસીઓને સિંહ દર્શન કરાવી શકાય. વનવિભાગના કર્મચારીઓ ગીરકાંઠાના સાવજોની અવરજવર પર સતત વોચ રાખે છે. આફ્રિકન દેશોની જેમ જ જો અહી વનવિભાગ પ્રવાસીઓને પોતાના વાહનમા જ લઇ જઇ ખુલ્લામા વીહરતા સિંહોના દર્શન કરાવે તો સરકારી તંત્રને આવક પણ થશે અને આ વિસ્તારમા પ્રવાસનનો ઝડપી વિકાસ થશે. આગામી 20મી તારીખે મુખ્યમંત્રી ધારીની મુલાકાતે આવી રહ્યાં છે ત્યારે અહીના લોકો ધારી શહેરને નગરપાલિકાનો દરજ્જો ફાળવવા માટે પણ માંગણી ઉઠાવશે. અમરેલી જિલ્લામાં સાવજોની મોટી વસ્તી


http://dlvr.it/TDCmhr

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6