ભાસ્કર ન્યૂઝ | પારડી પારડી શહેરમાં ગણેશ ઉત્સવ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ- બજરંગ દળ પ્રેરિત રમઝટ થનગનાટ ગરબા ગ્રુપ પારડી દ્વારા સ્પર્ધાનું યોજવામાં આવી હતી. જેમાં શ્રીગણેશજીની પ્રતિમા,મંડપ સુશોભન અને સ્વચ્છતા આ ત્રણેય બિંદુને આવરી લેવાયા હતા. આ સ્પર્ધા થકી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દરેક સમાજ મિત્રો મંડળોને મુલાકાત અને સંગઠિત કરવાનો હેતુ હતો.આ સાથે હિન્દુ ધર્મના ધાર્મિક ત્યોહાર ની ઉજવણી ધાર્મિક રીતે થાય અને ફિલ્મી ગીતો અશ્લીલ ગીતોનું પ્રદર્શન ન થાય એ પણ હતું. આ સ્પર્ધામાં કુલ 42 મંડળોએ ભાગ લીધો હતો. ટીમ દ્વારા દરેક મંડળની મુલાકાત લઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને કિંજલ બેન પંડ્યા, જયશ્રીબેન ભંડારી દ્વારા 5 મંડળોનેં ઈનામ વિતરણ કરવામાં આવ્યા હતા.જેમાં પ્રથમ ક્રમાંક શ્રી બ્રહ્મદેવ મંડળ (બદ્રીનાથ મંદિર),દ્વિતિય ક્રમાંકે બાલાખાડી ગણેશ મંડળ, ત્રિત્ય ક્રમાંક કહારવાડ ગણેશ મંડળ (મા વૈષ્ણવ દેવી), ચતુર્થ ક્રમાંક શ્રી યુવા મહોત્સવ ગ્રુપ (અયોધ્યા) અને પાંચમાં ક્રમાંક સંયુક્ત રીતે શ્રી વિનાયક મંડળ વિનાયક સ્ટ્રીટ (સુલતાન ફળીયા) અને શ્રી સાર્વજનિક મિત્ર મંડળ ચીવલ રોડ જકાતનાકા (વિઠ્ઠલ ભક્ત ગૌરા કુંભાર)ને મળ્યું હતું. સ્પર્ધામાં મુખ્ય નિર્ણાયક તરીકે પરેશભાઈ જાની,કિંજલબેન પંડ્યા, જયશ્રીબેન ભંડારી રહ્યાં હતા. ઉપરાંત વિહપ. વલસાડ જિલ્લા મંત્રી રાકેશ રાણા, પારડી પ્રખંડ બજરંગ દળ સંયોજક વિરલ ભંડારી, RSSના ચિંતન સંઘાડિયા, બજરંગ દળ કાર્યકર્તા ઉમેશ સોલંકી,રાજેશ સરૈયા,રમઝટ થનગનાટ ગરબા ગૃપના આયોજક વિશાલ પટેલ, સંઘના નગર કાર્યવાહ મનીષ રાણાએ હાજર રહી મંડળોને પ્રોત્સાહન કર્યા હતા.
http://dlvr.it/TDPrz0
http://dlvr.it/TDPrz0
Comments
Post a Comment