હિંમતનગર શહેરના મહેતાપૂરામાં બ્રહ્માણીનગરમાં જૂની આરટીઓ કચેરી નજીક ઘણા લાંબા સમય પહેલા ગટર લાઇન ખોદવામાં આવી હતી અને લાઈન ખોદીને ગયા બાદ આજ દિવસ સુધી કોઈ વ્યક્તિ જોવા પણ આવ્યું નથી. નગર પાલિકા વિસ્તારમા આવતી આ ગટર લાઇનને તાકીદે રિપેર કરી મસ મોટો ખાડો પૂરવામાં આવે એવી સ્થાનિક લોકોની માંગ ઉભી થઈ છે. અહીંયાથી દિવસ દરમિયાન ઘણા વાહન ચાલકો અને સ્થાનિક લોકો અવર જવર કરતા હોય છે છતાંય તંત્ર એ આંખ આડા કાન કર્યા હોય તેવું જણાઈ રહ્યું છે. આ વિસ્તારમાં આગળ જતા ચેહર માતાજીનું મંદિર તેમજ બ્રહ્મણેશ્વર મહાદેવનું મન્દિર આવેલું છે.દર્શને આવતા લોકોને વાહન લઈ અવર જવરમાં ભારે હાલાકી વેઠવી પડી રહીછે.
http://dlvr.it/TDKCKT
http://dlvr.it/TDKCKT

Comments
Post a Comment