Skip to main content

માથાભારે ત્રિપુટી વિરુદ્ધ ગુનો દાખલ:સુરત જિલ્લાના શ્રીરામ સેનાના પૂર્વ મહામંત્રી અને તેના ભાઈઓની બારડોલીમાં મહિલા સાથે દબંગાઈ; ત્રણેય ફરાર

બારડોલીના શાસ્ત્રી રોડ પર સ્વામિનારાયણ મંદિર નજીક ત્રણ ભાઈઓએ ટોળે મળી બાઇક સવાર મહિલા સાથે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો. બારડોલીની શ્રી રામ સેના સંગઠનના પૂર્વ જિલ્લા મહામંત્રી કૃણાલ પારેખ, તેનો ભાઈ પિંકેશ પારેખ અને ક્રિષ્ના પારેખે દબંગાઈ કરી હતી. બારડોલીમાં રહેતી મહિલા પોતાની દીકરીને ટ્યુશન કલાસમાંથી મોપેડ ઉપર લેવા માટે ગઈ હતી. મહિલા સ્વામીનારાયણ હેડગેવાર ચોક નજીકથી દીકરી સાથે મોપેડ ઉપર પસાર થઈ રહી હતી. દરમિયાન અન્ય એક મોપેડ ઉપર આવેલ પિંકેશ પારેખ નામના યુવાને મહિલાને અપશબ્દો આપવાનું શરૂ કર્યું હતું. ગભરાયેલી મહિલાએ મોપેડ રોડની સાઈડ ઉપર ઉભી કરી પિંકેશને અપશબ્દો આપવાનું ના કહ્યું હતું. આ દરમિયાન ત્યાં હાજર તેનો નાનો ભાઈ અને શ્રી રામ સેનાના નામે નગરમાં દમદાટી મારતો કૃણાલ પારેખે પણ મહિલાની ગરીમાં જાળવવાને બદલે જાહેર માર્ગ પર અણછાજતું વર્તન કર્યું હતું. અને કુણાલનો ભાઈ ક્રિષ્ના પારેખ એમ ત્રણે ભાઈઓની ત્રિપુટીએ મહિલાને અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું. લોકટોળા વચ્ચે ગભરાયેલી મહિલાએ નજીકમાં હાજર પોતાના પતિના પરિચિત યુવાનને બોલાવતા લૂખા તત્વોની ત્રિપુટીઓએ યુવાનને ધક્કો મારી ફેંકી દીધો હતો. મહિલા સાથે અભદ્ર વ્યવહાર અને જાહેરમાં અપશબ્દો આપતાં યુવાનોને જોઈ લોકટોળા સ્વામીનારાયણ ચાર રસ્તા નજીક એકત્ર થઈ ગયા હતા. પીડિત મહિલાએ પોતાના પતિને ટેલિફોનિક જાણ કરતા તેઓના પતિ પણ સ્થળ પર પહોંચ્યા હતો. પિંકેશ તેમજ શ્રીરામ સેનાના નામે દમદાટી મારતો સત્તામાં ધૂત કૃણાલ અને તેના ભાઈ ક્રિષ્નાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે મહિલાને મારવા તત્પર ત્રણે ભાઈઓની ત્રિપુટીઓએ મહિલાના પતિનો પણ કોલર પકડી ધક્કો મારી રવાના થા અહીંયાંથી. તેવું જણાવતા મહિલા આખર બારડોલી પોલીસ મથકે પહોંચી હતી અને ટાઉન પોલીસને મહિલાએ પોતાની આપવીતી અને થયેલ અભદ્ર વર્તન બાબતે જણાવતા આખર બારડોલી પોલીસે ત્રણે માથાભારે ત્રિપુટીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. કૃણાલ પારેખની શ્રીરામ સેનાના મહામંત્રી પદેથી હકાલપટ્ટી કરાઈ છે : પીનાંક મોદી શ્રીરામ સેનાના પ્રદેશ પ્રમુખ સાથે ટેલિફોનિક કૃણાલ પારેખ બાબતે પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું. કે એક મહિલા સાથે આ પ્રકારનો અભદ્ર વ્યવહાર ક્યારે પણ સાખી ન લેવાય. જો આ પ્રકારનું વર્તન તેણે કર્યું હોય તો ચોક્કસ પણે તેની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, કૃણાલ પારેખની શ્રી રામ સેનામાં મહામંત્રી પદે નિમણૂક કરવામાં આવી હતી. જોકે તેના દ્વારા સંકલન વિના કાર્યક્રમો કરાતા તેને મહામંત્રી પદેથી દુર કરવામાં આવ્યો છે. જોકે હજુ પણ કૃણાલ પારેખ શ્રી રામ સેનાના સુરત જિલ્લાનો પ્રમુખ હોવાનું લોકોમાં જણાવી રોફ મારતો હોવાનું જાણવા મળ્યું હોવાનું પીનાંક મોદીએ જણાવ્યું હતું.


http://dlvr.it/TDRlSj

Comments

Popular posts from this blog

પ્રોપર્ટી રીટર્નનું ડિકલેરેશન ફોર્મ:AMC ક્લાસ-1 અને 2 અધિકારીઓ અને કર્મચારીઓએ 31 ડિસેમ્બર સુધીમાં મિલકતોની માહિતી ઓનલાઈન ભરવાની રહેશે

http://dlvr.it/T0YdLn

રાજકોટ મનપાનું ચેકિંગ યથાવત:ફાયર NOC અને BU સર્ટિફિકેટ વિનાના વધુ 18 સંકુલો સીલ, 12 શૈક્ષણિક સંસ્થામાં બેદરકારી મળી

રાજકોટમાં સર્જાયેલા ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના બાદ મનપાની ફાયર, ટીપી, બાંધકામ, વોર્ડ ઓફિસર અને એન્જિ. સહિતની ટીમો તમામ 18 વોર્ડમાં આવેલી આવી મિલકતોની તપાસ કરી રહી છે. આજે સતત ત્રીજા દિવસે કમિશનર દેવાંગ દેસાઇની સૂચનાથી ડ્રાઇવ ચાલુ રહેતા શહેરનાં વિવિધ વિસ્તારોમાં શાળાઓ, જાણીતી હોસ્પિટલ સહિતના 18 એકમો સીલ કરી દેવામાં આવ્યા છે. જેમાં ફાયર સેફટી અને બીયુ વગરની 12 શૈક્ષણિક સંસ્થામાં બેદરકારી મળી આવી હતી. તેમજ દવાખાના અને રેસ્ટોરન્ટમાં પણ બેદરકારી જોવા મળતા નોટિસો ફટકારવામાં આવી હતી. છેલ્લા ત્રણ દિવસમાં 106 બિલ્ડિંગ સીલ પ્રાપ્ત વિગત મુજબ ગઇકાલે 45 બિલ્ડિંગ સીલ કરવામાં આવ્યા બાદ ત્રણ દિવસમાં અને આજે બપોર સુધીમાં કુલ 106 જેટલી બિલ્ડિંગ સીલ કરવામાં આવી છે. આજની કાર્યવાહીમાં વોર્ડ નં. 9ના રૈયા રોડની સેલસ હોસ્પિટલ, વોર્ડ નં. 11ના નાના મવા રોડ લાગુ ધોળકીયા અને પાઠક સહિતની 12 સ્કૂલનો પણ સમાવેશ થાય છે. જો કે, મનપા દ્વારા સીલિંગ કાર્યવાહી વચ્ચે આ બિલ્ડિંગ ફરી ક્યારે ખોલવા, કઇ રીતે મંજૂરી કે એનઓસી રિન્યૂ કરવા સહિતની કોઇ સીધી અમલવારી થાય તેવી ગાઇડલાઇન ન હોય, આવા તમામ સંકુલોના સંચાલકો હાલમાં ચિંતામાં મુકા...

પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કેદની સજા:સામરખાના માથાભારે શખ્સે પત્નીને ઝેરી ઈન્જેકશન આપી બેભાન કર્યા બાદ કેબલ વડે ગળેટૂંપો આપી હત્યા નિપજાવી હતી

http://dlvr.it/T0lJMv