Skip to main content

એજ્યુકેશન:શ્રી જે. ડી. ગાબાણી કોલેજમાં વિદ્યાર્થિનીઓ માટે ઇન્ડોર ગેમ ચેસ સ્પર્ધાનું આયોજન

શ્રી તાપી બ્રહ્મચર્યાશ્રમસભા સંચાલિત શ્રી જે. ડી. ગાબાણી કોમર્સ કોલેજ એન્ડ શ્રી સ્વામી આત્માનંદ કોલેજ ઓફ મેનેજમેન્ટ, વરાછા, સુરતમાં વિદ્યાર્થીઓમાં ઇન્ડોર ગેમ પ્રત્યે રુચિ વધે તેમજ માનસિક વિકાસ હેતુથી ચેસ (બહેનો) સ્પર્ધાનું આયોજન તા. 19-09-2024ના રોજ કરવામાં આવ્યું હતું, જેમાં કોલેજની વિદ્યાર્થિનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં વિજેતા તરીકે એફ. વાય. બી.કોમની વિદ્યાર્થિની લાઠીયા ધાર્મી અને રનર અપ તરીકે એસ. વાય. બી.કોમની વિદ્યાર્થીની લાડુમોર મનીષા જાહેર કરવામાં આવેલ હતા. સમગ્ર ચેસ સ્પર્ધાનું સંચાલન પ્રા. રસિકભાઈ કાથરોટીયા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ સ્પર્ધાના મૂલ્યાંકન માટે જજ તરીકે પ્રા. રાજદીપભાઈ અકબરી હાજર રહ્યા હતા. કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. ગોવિંદભાઈ ધીનૈયાએ તમામ સ્પર્ધક વિદ્યાર્થિનીઓને તેમજ વિજેતા વિદ્યાર્થિનીઓને શુભેચ્છા પાઠવી હતી.


http://dlvr.it/TDQcRB

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6