Skip to main content

જન આક્રોશનો પડઘો:વડોદરામાં ભાજપના કાઉન્સિલરે વિશ્વામિત્રી કિનારે બંગલાની બાજુમાં કરેલા દબાણો દૂર કર્યા

વડોદરામાં આવેલા પૂર બાદ પ્રજામાં ભાજપના નેતાઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે શહેર ભાજપ પ્રમુખ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું કે, વિશ્વામિત્રી નદી કિનારે બનેલા ગેરકાયદેસર દબાણો કોઈના પણ હશે તે દૂર કરવામાં આવશે. શહેર ભાજપ પ્રમુખના આ નિવેદન બાદ ભાજપના કોર્પોરેટર દ્વારા વિશ્વામિત્રી નદી કિનારે કરાયેલા દબાણને દૂર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ભાજપ કાઉન્સિલર દ્વારા દબાણો દૂર કરવાની શરૂઆત કરતાં શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. પૂર બાદ લોકોમાં ભારે રોષ
વડોદરા શહેરમાં તા. 26 ઓગસ્ટના રોજ આવેલા ભયાનક પૂર પાછળ વિશ્વામિત્રી નદી કિનારે કરેલા દબાણો કારણભૂત હોવાનું સામે આવ્યું છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં ભાજપના નેતાઓ સમયસર સહાય માટે ન પહોંચતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. ત્યારે શહેર ભાજપ દ્વારા પૂરની વીકટ પરિસ્થિતિ વચ્ચે નેતાઓ અને કાર્યકરો દ્વારા કામગીરી કરવામાં આવી હોવાની વાતો શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ દ્વારા કરવામાં આવી હતી. તમામ દબાણો દૂર કરાશે
તેમણે કોંગ્રેસની જન આક્રોશ રેલી સામે એક પત્રકાર પરિષદનું આયોજન કરી જણાવ્યું હતું કે, વિશ્વામિત્રી નદી કિનારે જે કોઈ પણ દબાણો હશે તેને દૂર કરવામાં આવશે. તેમણે પત્રકારોને એમ પણ કહ્યું હતું કે, તમે જેના નામ જોગ વાત કરી રહ્યા છો એ દબાણ પણ દૂર કરાશે. ડો. વિજય શાહના આ નિવેદન બાદ વિશ્વામિત્રી નદી કિનારે કરવામાં આવેલા દબાણો હવે દૂર કરવાની કામગીરી સ્વૈચ્છીક શરૂ કરી દેવામાં આવી છે. નદી કિનારે સો ફૂટ ઉપરાંતના દબાણ
શહેરના સમાં હરણી લિંક રોડ પર વિશ્વામિત્રી નદી કિનારે ભાજપના વોર્ડ નંબર 3ના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાનો આલીશાન બંગલો આવેલો છે. જ્યાં વિશ્વામિત્રી નદીની અંદાજે 100 ફૂટ ઉપરાંત ગમ્મતઅંદર દબાણ કરવામાં આવ્યું હતું. જેની સામે વખતો વખત અનેક સવાલો ઉભા થયા હતા. પરંતુ પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓની આંખે પટ્ટી બંધાઈ હોય એમ કોઈ આ દબાણો દૂર કરવા અંગે કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી ન હતી. ધોવાણ ન થાય તે માટે બનાવ્યું હતુંઃ પરાક્રમસિંહ જાડેજા
આ અંગે ભાજપ કાઉન્સિલર પરાક્રમસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કોઇપણ પ્રકારનું દબાણ કરવામાં આવ્યું નથી. નદી કિનારાનું ધોવાણ ન થાય તે માટે બાંધકામ કરવામાં આવ્યું છે. જે દબાણ આજે દૂર કરવાની શરૂઆત કરવામાં આવી છે. હાલ હું દિલ્હી કામ માટે આવ્યો છું. શહેરમાં વિશ્વામિત્રી નદી ઉપર અનેક દબાણો છે. જે આવનાર સમયમાં ઉજાગર કરીશ.


http://dlvr.it/TDFyq8

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6