કોંગ્રેસની મહિલા ટીમ મેદાને ઉતરી:રાહુલ ગાંધી સામે અલગ અલગ નેતાઓએ કરેલી વિવાદિત ટીપ્પણી મામલે કલેક્ટરને આવેદન પાઠવ્યું, ટીપ્પણી કરનારા વિરૂદ્ધ કાર્યવાહીની માંગ
આજે નવસારી જિલ્લા કોંગ્રેસની મહિલા ટીમ દ્વારા કલેક્ટર કચેરી પહોંચી કોંગ્રેસના રાહુલ ગાંધી સામે થયેલી વિવાદિત ટિપ્પણીને લઈને કાર્યવાહી કરવાની માંગ કરી હતી. છેલ્લા લાંબા સમયથી રાહુલ ગાંધી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવામાં આવી રહી છે જેને લઈને કોંગ્રેસની મહિલા ટીમ મેદાને ઉતરી છે. ભાજપના નેતા તરવિન્દર સિંહ મારવાહે એક જાહેર કાર્યક્રમમાં રાહુલ ગાંધીને ધમકી આપી હતી કે, જો તેઓ ‘સાવધાન નહીં રહે', તો તેમની દાદી (ઈન્દિરા ગાંધી) જેવી જ હાલત થશે. ઉપરાંત, શિવસેના શિંદેના MLA સંજય ગાયકવાડે રાહુલની જીભ કાપનારને 11 લાખ રૂપિયા આપવાની ઘોષણા કરી હતી. આ ઉપરાંત, મંત્રી રવિનિત સિંહ બિટ્ટુએ રાહુલને દેશના “નંબર 1 આતંકવાદી” તરીકે ગણાવ્યાં હતા, અને યુપીના મંત્રી રઘુરાજ સિંહે પણ આ પ્રકારના નિવેદનો કર્યા હતા. આ તમામ નિવેદનોની સામે કોંગ્રેસે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને આ નેતાઓ વિરુદ્ધ FIR નોંધવાની માંગ કરી છે. કોંગ્રેસના નેતાઓનું કહેવુ છે કે, આ પ્રકારની ટિપ્પણીઓ જનતામાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરે છે અને એ ચૂંટણી દરમિયાન શાંતિભંગ કરવા માટે કરવામાં આવી રહી છે. આ સમગ્ર બાબતે નવસારીમાં પણ કોંગ્રેસમાં રોષ જોવા મળી રહ્યો છે. મહિલા કોંગ્રેસ સમિતિએ કલેક્ટરને આવેદન આપી આ અંગે કાર્યવાહી કરવા માગ કરી છે. તાજેતરમાં NDA (એનડીએ) નેતાઓએ રાહુલ ગાંધી વિરુદ્ધ કેટલાક વિવાદાસ્પદ નિવેદનો કર્યા છે, જેને લઈને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. ઠેર ઠેર કોંગ્રેસ દ્વારા આવેદન આપીને આ ટિપ્પણીને વખોડી નાખી છે. નવસારી જિલ્લામાં પણ મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું. નવસારી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અર્ચના સોલંકી જણાવે છે કે, હાલમાં રાહુલ ગાંધી વિશે અભદ્ર ટિપ્પણીઓનો મારો ચાલી રહ્યો છે, જેથી NDA ના નેતાઓ દ્વારા જે ઉચ્ચારણ રાહુલ ગાંધી વિશે થઈ રહ્યું છે તે સહન કરવા જેવું નથી. જેથી અમે સૌ મહિલા સભ્યોએ આજે ભેગા થઈ જિલ્લા કલેકટર સામે માંગ કરી છે કે, જે કોઈ પણ રાહુલ ગાંધી સામે આવી વિવાદિત ટિપ્પણી કરે છે તેમના વિરુદ્ધ પગલાં લેવામાં આવે.
http://dlvr.it/TDR2Mp
http://dlvr.it/TDR2Mp
Comments
Post a Comment