વૃષો વાવો-પર્યાવરણ બચાવો થીમ પર ગણેશ પંડાલ:લુણાવાડા શહેરમાં છેલ્લા 10 વર્ષથી બિંગ હ્યુમન ગ્રુપ દ્વારા કરવામાં આવે છે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના
લુણાવાડા શહેર મહીસાગર જિલ્લાના ઉપરાંત આસપાસના વિસ્તારોમાં બિંગ હ્યુમન ગ્રુપ દ્વારા અનેક સેવાકિય પ્રવુતિઓ કરવામાં આવે છે. જરૂરિયાતમંદ લોકો સુધી બને તેટલી મદદ આ ગ્રુપ દ્વારા છેલ્લા 10 વર્ષથી કરવામાં આવે છે. ત્યારે બિંગ હ્યુમન ગ્રુપ દ્વારા છેલ્લા 10 વર્ષથી ગણેશજીની પણ સ્થાપના કરવામાં આવે છે. અહીંયા માત્ર ઇકો ફ્રેન્ડલી મૂર્તિની જ સ્થાપના કરવામાં આવે છે અને આ ઇકોફ્રેન્ડલી મૂર્તિ લુણાવાડાના જય પગી દ્વારા બનાવવામાં આવે છે. જય પગી કે નાનપણથી ઇકો ફ્રેન્ડલી જ મૂર્તિ બનાવે છે. બિંગ હ્યુમન ગ્રુપ દ્વારા લુણાવાડા એસ.ટી વર્ક શોપ સામે ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. બિંગ હ્યુમન ગ્રુપ દ્વારા દર વર્ષે ગણેશોત્સવમાં અલગ અલગ થીમ આધારિત ગણેશજીની પધરામણી કરવામાં આવે છે. આ વર્ષે તેઓ દ્વારા વૃષો વાવો પર્યાવરણ બચાવો થીમ રાખવામાં આવી છે. જ્યાં સરસ પંડાલ બનાવવામાં આવ્યો છે. અને આજુ બાજુ વિવિધ છોડવા અને વચ્ચે ગણપતિ દાદાને બેસાડવામાં આવ્યા છે. જ્યાં અલગ અલગ વૃક્ષો વાવો અને પર્યાવરણ બચાવોના સંદેશ સાથેના ચિત્રો અને સૂત્રો પણ લખવામાં આવ્યા છે. 14 સપ્ટેમ્બરની રાત્રિએ પંચમહલ લોકસભાના સાંસદ પણ અહીંયા દર્શન કરવા માટે ભાપના હોદેદારો કાર્યકરો સાથે પહોંચ્યા હતા. જ્યાં બિંગ હ્યુમન ગ્રુપ દ્વારા સાંસદને વૃક્ષ અર્પણ કરી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.
http://dlvr.it/TDFm4Z
http://dlvr.it/TDFm4Z
Comments
Post a Comment