ઊંઝા ખાતે કડવા પાટીદાર કુળદેવી ઉમિયા માતાજી મંદિરે ધજા મહોત્સવના ત્રણ દિવસમાં ભક્તો દ્વારા 5544 ધજા માઇ મંદિરે ચડાવી હતી. ત્રીજા દિવસે શનિવારે મધ્યપ્રદેશના પાટીદાર સમાજના અગ્રણીઓએ ભાગ લીધો હતો. જ્યારે મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ અને ઊંઝા ધારાસભ્ય કિરીટભાઇ પટેલ સહિત ભક્તો દ્વારા ઉમિયા બાગમાં ધજાની પૂજા અર્ચના કરી વાજતે ગાજતે ઉમિયા માતાજી મંદિરે આવી માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. બોલ મારી ઉમિયા, જય જય ઉમિયાના નારા લગાવી ભક્તિમાં તલ્લીન થઈ ગયા હતા. મા ઉમિયા માતાજી પ્રત્યેની અતુટ આસ્થા અને શ્રધ્ધાના દર્શન કરાવ્યા હતા. શુક્રવારે કપડવંજ ઉમિયા મંદિરથી પૂર્વ કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલાઅે રિલે દોડને લીલીઝંડી અાપી હતી. 205 યુવાનો 24 કલાક નોન સ્ટોપ દોડી શનિવારે ઊંઝા પહોંચ્યા હતા. મા ઉમિયાના શિખરે 52 ગજની ધજા ચઢાવી હતી. રીલે દોડમાં 500 ગાડીઓ, 2000 ભક્તો જોડાયા હતા. કપડવંજ ઉમિયા મંદિરથી પૂર્વ કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા દ્વારા રીલે દોડને લીલી ઝંડી અપાઈ હતી. 205 યુવાનો દ્વારા 24 કલાક નોન સ્ટોપ દોડી રિલે દોડ પૂર્ણ કરી ઉમિયાધામ ઊંઝા પહોંચ્યા. માં ઉમિયા ના શિખરે 52 ગજ ની ધજા ચઢાવવામાં આવી. આ રીલે દોડમાં 500 ગાડીઓ અને 2000 ભાવિક ભક્તો જોડાયા હતા. પંચરત્ન પ્રસાદનું આકર્ષણ ધજા મહોત્સવમાં દરેક ભક્તોને સંસ્થાન દ્વારા ગોળમાંથી બનાવેલી રેવડી, સીંગદાણા, કાજુ, બદામ અને દ્રાક્ષનો પંચરત્ન પ્રસાદ આપવામાં આવે છે. મંદિરના પ્રાંગણમાં ત્રણ સ્થળ પર પ્રસાદ કાઉન્ટર ઊભાં કરાયાં છે. પ્રસાદ કમિટિના 70 જેટલા સ્વયંસેવકો સવારે 7 રાત્રે 8 વાગ્યા સુધી પ્રસાદનું વિતરણ કરી રહ્યા છે. પ્રસાદ કમિટીના રાજીવભાઈ પટેલ કહે છે કે, પંચરત્ન પ્રસાદ ગુજરાતમાં સૌ પ્રથમવાર રજૂ કરાયો છે. જે ભક્તો એકવાર લીધા બાદ બીજીવાર પણ લેવા આવે છે.
http://dlvr.it/TDFQNz
http://dlvr.it/TDFQNz
Comments
Post a Comment