10 વર્ષના લાંબા સમય બાદ "એક શહેર એક રથયાત્રા":શ્વેતામ્બર મૂર્તિપૂજક 80થી અધિક જૈન સંઘોની પર્યુષણ પર્વની પૂર્ણાહુતિએ સમુહ રથયાત્રા
સમગ્ર સુરતનાં શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘો દ્વારા પર્યુષણ મહાપર્વની ઉજવણી બાદ વાર્ષિક કર્તવ્ય રૂપ રથયાત્રા "એક શહેર એક રથયાત્રા" સ્વરૂપે આ રવિવારે આયોજન કરાયું છે. આશરે 10 વર્ષના લાંબા સમય બાદ આવુ સમુહ આયોજન થવાનું હોઈ સમગ્ર જૈન સમાજનો આનંદ ચરમ સીમાએ છે. સમાજના વિવિધ સંઘો, સેવા ભાવિ સંસ્થાઓ, મહિલા મંડળો, પાઠશાળાના બેન્ડના બાળકો પોતપોતાની રીતે આ આયોજનના ભાગરૂપે અદભુત તૈયારીમાં લાગી ગયા છે. 15 તારીખને રવિવારના દિવસે જૈન શાસનની પ્રભાવનાના આ કાર્યને ચાર ચાંદ લાગેએ રીતે યોગદાન આપી રહ્યા છે. સુરતમાં બિરાજમાન આશરે 25થી અધિક આચાર્ય ભગવંતો, 200થી અધિક સાધુ ભગવંતો, 500થી અધિક સાધ્વીજી ભગવંતોના આમાં આશિષ મળેલ છે અને એ સર્વે આમા નિશ્રા પ્રદાન કરશે. આ વર્ષે સુરતમા ચાતુર્માસ બિરાજમાન વિવિધ સમુદાયના વડીલ ગુરુ ભગવંતો એવા ગચ્છાધિપતિ આચાર્ય રાજશેખરસૂરીશ્વરજી મ. સા. આ. હેમચંદ્રસાગર સૂરીશ્વરજી મ. સા. આ. કુલચંદ્રસૂરીશ્વરજી મ.સાં. આ રાજહંસ સૂરીશ્વરજી મહારાજ ની "એક શહેર એક રથયાત્રા"ની પાવન પ્રેરણાને ઝીલીને સુરત શહેરના સંઘના આગેવાનો અને અગ્રણી કાર્યકરો આ કાર્યને સફળ બનાવવામાં પોતાની તમામ શક્તિ કામે લગાડી દીધી છે. શહેરના તમામ સેવા મંડળો પાઠશાળાનાં બાળકો, મહિલા મંડળની બહેનોના વિશિષ્ટ કાર્યો આ રથયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર હશે. ગજરાજ, બળદનાં સુશોભિત વેલ્ડા, શણગારેલીઊંટ ગાડીઓ વિવિદ્ય રાસ મંડળીઓ, શંખ મંડળીઓ શહેનાઇ વાદકો આ રથયાત્રાની શોભા વધારશે. રજત અને કાષ્ઠના 10થી અધિક રથોમા બિરાજમાન પ્રભુ શહેરની જનતાને દર્શન આપશે અને જ્યાં જ્યાં પ્રભુની દૃષ્ટિ પડશે તે તે જગ્યાં પાવન અને પવિત્ર બન્યાનો અહેસાસ કરશે. આ યાત્રા રવિવારે સવારે 8.30 કલાકે રાંદેર રોડ ઋષભ ચાર રસ્તાથી શરૂ થઈ અશોક સોમ સર્કલ, ગુજરાત ગેસ સર્કલ સ્ટાર બજાર રાજહંસ થિયેટર, સોમ ચિંતામણિ થઈ ઓમકાર સૂરી આરાઘના ભવન પાલથી આગળ સંવેગ રંગ શાળા પાસે વિરામ પામશે. જ્યાં ધર્મસભા યોજાશે. રથયાત્રાની પૂર્ણાહુતિએ પધારેલા સૌ કોઈની સાધર્મિક ભક્તિ થશે.
http://dlvr.it/TD9511
http://dlvr.it/TD9511
Comments
Post a Comment