ખંભાળિયાના ગણેશોત્સવમાં નંદ મહોત્સવ:નવાપરા ખાતે ભક્તિમાં ગણેશ ભક્તો લીન થયા, 101 દીવડાની આરતીના અલભ્ય દર્શનનો લાભ ભક્તોએ લીધો
ખંભાળિયાના પોસ રહેણાંક વિસ્તાર નવાપરા ખાતે દર વખતની જેમ આ વખતે પણ ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગત શનિવારે ગણેશ સ્થાપનાથી દરરોજ દિવસ દરમિયાન યોજતા કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા જોડાય છે. નવાપરા યુવક મંડળ દ્વારા આયોજિત આ ગણેશોત્સવ કાર્યક્રમમાં બુધવારે રાત્રે નંદ મહોત્સવનો સુંદર કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે ગઈકાલે ગુરુવારે 101 દીવડાની આરતીના અલભ્ય દર્શનનો લાભ મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો. આજરોજ શુક્રવારે રાત્રે 10 વાગ્યે ગાયત્રી ગરબા મંડળના ઉપક્રમે આ સ્થળે શ્રીનાથજીની ઝાંખીના કાર્યક્રમનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઉપસ્થિત રહેવા સર્વે ધર્મપ્રેમી જનતાને આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.
http://dlvr.it/TD9zCF
http://dlvr.it/TD9zCF
Comments
Post a Comment