ભાદરવી પૂનમે માતાજીના દર્શન:ખેડબ્રહ્મા નાના અંબાજીમાં લક્ષદ્વીપ અને દમણ દીવ પ્રશાસક અને સાંસદે માતાજીના દર્શન કર્યા
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા નાના અંબાજીમાં આજે મોડી સાંજે લક્ષદ્વીપ અને દમણ દીવ પ્રશાસક અને સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના સાંસદે માતાજીના દર્શન કર્યા હતા. ભાદરવી પુનમને બુધવારે સાંજે લક્ષદ્વીપ અને દમણ દીવ પ્રશાસક પ્રફુલ પટેલે અને સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના સાંસદ શોભનાબેન બારૈયાએ ભક્તોની ભીડ વચ્ચે ખેડબ્રહ્મા પહોંચ્યા હતા. જ્યાં કમળ પર સવાર માતાજીના દર્શન કર્યા હતા. સાબરકાંઠા પોલીસ વડા વિજય પટેલ, કલેક્ટર રતનકંવર ગઢવીચારણ જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા ખેડબ્રહ્મા પહોંચ્યા હતા અને વાજતે ગાજતે 52 ગજની ધજા સાથે મંદિરે પહોંચ્યા હતા. જ્યાં પૂજન અર્ચન કરી ધજા સાથે મંદિરની પ્રદક્ષિણા કરીને માતાજીના શિખર પર ધજા ચઢાવી હતી. અંબાજીથી દર્શન કરીને ગૃહમંત્રી હર્ષ સંઘવી ખેડબ્રહ્મા પહોંચ્યા હતા. જ્યાં એક ખાનગી હોટલમાં ભોજન લીધા બાદ ગાંધીનગર જવા રવાના થયા હતા.
http://dlvr.it/TDPNgz
http://dlvr.it/TDPNgz
Comments
Post a Comment