Skip to main content

વડોદરા સમાચાર:વાઘોડિયાના આમોદરથી જિલ્લાવ્યાપી સેવા સેતુ અને સ્વચ્છતા હી સેવા અભિયાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ એટલે કે સદ્દભાવના દિનથી વડોદરા જિલ્લામાં યોજનારા વિવિધ સેવાકીય અભિયાનોની માહિતી આપતા કલેક્ટર બિજલ શાહે જણાવ્યું કે, આ દિવસથી સ્વચ્છતા હિ સેવા, સેવા સેતું અને એક પેડ મા કે નામ અભિયાન ઝૂંબેશ સ્વરૂપે હાથ ધરવામાં આવશે. સમુહ માધ્યમો સાથે સંવાદ કરતા કલેક્ટર શાહે જણાવ્યું કે, આગામી તા. 17ના રોજ વાઘોડિયા તાલુકાના આમોદર ગામેથી આ ત્રણેય અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે ત્યાં સવારે 10 વાગ્યે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જન પ્રતિનિધિઓની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાશે. તમામ જગ્યાઓ પર અભિયાન દરમિયાન સફાઈ કરાશે
​​​​​​​સ્વચ્છતા હી સેવા અભિયાનની માહિતી આપતા તેમણે જણાવ્યું કે, આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય કચરા નિવારણ, સામુહિક સ્વચ્છતા અને જનજાગૃતિ સાથે જનસહભાગિતાને પ્રોત્સાહિત કરવાનો છે. ગ્રામ્ય કક્ષા સુધી તમામ જાહેર સ્થળો, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, ધાર્મિક સ્થળો, બજારો, નદી, તળાવ આવી તમામ જગ્યાઓ અભિયાન દરમિયાન સફાઈ કરાશે. સરકારી સંસ્થાઓ, સંકલનના ધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, મામલતદારો, ચીફ ઓફિસરો, જિલ્લા શિક્ષણાધિકારી તેમજ જિલ્લાની તમામ શાળા કોલેજના કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, એનજીઓ તેમજ જિલ્લાના તમામ નાગરિકોના સહયોગથી સ્વચ્છતાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. ‘સેવાસેતુ’ કાર્યક્રમનો વધુ એક તબક્કો યોજવાનો સરકારે નિર્ણય કર્યો
​​​​​​​શાળા અને કોલેજ કક્ષાએ સ્વચ્છતા અંગેની પ્રેરણાત્મક પ્રવૃત્તિઓ જેમ કે વોલ પેઈન્ટિંગ, શેરી નાટકો, કળા પ્રતિયોગિતા અને યુવાનો માટે સ્વચ્છતા અંગેની સેલ્ફી જેવા કાર્યક્રમો યોજવામાં આવશે. વધારેમાં વધારે લોકો આ અભિયાનમાં જોડાય અને તમામ સ્થળો સ્વચ્છ અને સુધડ બને તે માટે લાઈઝનીંગ અધિકારીઓની વિવિધ કમિટીઓ અને ટુકડીઓ બનાવી અભિયાન હાથ ધરવામાં આવશે. સેવા સેતુ અભિયાનની આ શ્રેણીની માહિતી આપતા કલેક્ટરે કહ્યું કે, વહીવટમાં પાદર્શકતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે તા.17 સપ્ટેમ્બર, 2024થી વડોદરામાં પ્રાંત કક્ષાએ ‘સેવાસેતુ’ કાર્યક્રમનો વધુ એક તબક્કો યોજવાનો સરકારે નિર્ણય કર્યો છે. જે અંતર્ગત નાગરિકોને સ્થળ પર જ રાજ્ય સરકારની 55 પ્રજાલક્ષી યોજનાઓનો લાભ ઘર આંગણે મળશે. પ્રાંત કચેરી પ્રમાણે આ સેવા સેતુંના કેમ્પ યોજાશે. તેની સાથે એક પેડ મા કે નામ અભિયાન પણ ચલાવવામાં આવશે. આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. લ્યો બોલો નાગરિકે હવે બોટ ખરીદી
વડોદરા શહેરમા આવેલાં પુર બાદ વડોદરા પાલીકાના પદાધિકારીઓના અણ આવડતના કારણે શહેરના નાગરિકોએ મુશ્કેલી વેઠવી પડી હતી.ત્યારે પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ કરેલા બફાટને લઇ હવે વડોદરા શહેરના નાગરિક બોટ ખરીદી પોતાન પરિવારનો સ્વ બચવ થાય તે માટે પોતાની પત્નીના ઘરેણા ખાનગી ફાઇનાન્સ કંપનીમાં ગીરવે મૂકી બોટ ખરીદી હતી. 172 રસ્તાઓની ડામર પેચની કામગીરી હાથ ધરવામાં આવી
​​​​​​​વડોદરા જિલ્લામાં ભારે વરસાદ અને પૂરને કારણે માર્ગ અને મકાન વિભાગ, પંચાયત હસ્તકના રસ્તાઓનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે.માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા જિલ્લાના ગ્રામ્ય રસ્તાઓની હોટ મિક્સથી ખાડાઓનું પૂરાણ કરવામાં આવી રહ્યું.જે કામગીરી આગામી 15 દિવસમાં પૂર્ણ કરવામાં આવનાર હોવાનું કાર્યપાલક ઈજનેર નાયકાવાલાએ જણાવ્યું છે.​​​​​​​ જિલ્લામાં અતિભારે વરસાદને કારણે નુકશાન પામેલા રસ્તાઓની મેટલ પેચની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.હાલમાં વરસાદે વિરામ લેતા હોટમિક્ષ મટીરીયલથી ડામર પેચની કામગીરી શરૂ કરવામાં આવી છે.પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના 172 રસ્તાઓમાં અંદાજિત 65 કિ.મી.લંબાઈના રસ્તાઓને નુકશાન થયું હતું, જેની મરામત કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું તેમ તેમણે ઉમેર્યું હતું.


http://dlvr.it/TDDsDl

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6