ડો. રૂપારેલિયાના પુત્રનું ટૂંકી બીમારી બાદ નિધન:જોધપુર એઈમ્સમાં ન્યૂરો સર્જન તરીકે ફરજ બજાવતા ડો. જિગિશનું યુવા વયે નિધન, જામનગર તબીબી વર્તુળમાં શોકની લાગણી ફેલાઈ
જામનગર શહેરના જાણીતા ન્યુરોસર્જન ડોક્ટર એ.ડી રૂપારેલીયાના યુવાન અને પ્રતિભાશાળી પુત્ર ડોક્ટર જીગ્નેશનું ટૂંકી બીમારી બાદ નિધન થતા જામનગરના તબીબી વર્તુળમાં શોકની લાગણી પ્રસરી છે. જામનગર શહેરના જાણીતા ન્યુરો સર્જન અને હાલારમાં ન્યુરો સર્જન તરીકે આગવું નામ ધરાવતા ડોકટર અરવિંદ રૂપારેલીયાના પ્રતિભાવાન પુત્ર ડો. જીગીશનું ટૂંકી બીમારી બાદ ગઈકાલે નિધન થતા હાલારના ડોકટરી આલમમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. જોધપુરની એઈમ્સ હોસ્પિટલમાં ન્યુરો સર્જન તરીકે ફરજ બજાવી સંખ્યાબધ્ધ સફળ સર્જરીઓ કરી લોકોને જીવનદાન આપનાર જીગીશનું માત્ર 34 વર્ષની યુવા વયે નિધન થતા જામનગરમાં શોક અને આઘાતની લાગણી ફેલાઈ છે. બિમાર થયા બાદ પણ ડૉ. જીગીશે જોધપુરની વિખ્યાત એઇમ્સ હોસ્પિટલમાં મગજ અને કરોડરજજુના 125 જેટલા ઓપરેશન કરી લોકોને જીવનદાન આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, દોઢ વર્ષના ટૂંકાગાળામાં જામનગરના યુવા કાર્ડિયોલોજીસ્ટ ડો. ગૌરવ ગાંધી અને ત્યારબાદ યુવાન ન્યુરોસર્જન ડો. જીગીશની અકાળે વિદાયથી જામનગરના મેડીકલ ક્ષેત્રે અકાળે મોટી ખોટ પડી છે તેવું કહી શકાય.
http://dlvr.it/TDKgD3
http://dlvr.it/TDKgD3
Comments
Post a Comment