તૈયારીઓ:સદભાવના વૃદ્ધાશ્રમની ટીમ દ્વારા દ્વારકા શારદાપીઠનાં શંકરાચાર્ય પૂ. સદાનંદ સરસ્વતીજીનાં વૈશ્વિક રામકથાના આયોજન અંગે આશીર્વાદ મેળવાયા
હિંદુ ધર્માચાર્ય મહાસભાના કન્વીનર તેમજ સદભાવના વૃદ્ધાશ્રમનાં માર્ગદર્શક - સંરક્ષક પ. પૂ (ડૉ.) પરમાત્માનંદ સરસ્વતીજીનું સતત મળતું માર્ગદર્શન.સદભાવના વૃદ્ધાશ્રમની ટીમ દ્વારા દ્વારકા શારદાપીઠનાં શંકરાચાર્ય પૂ. સદાનંદ સરસ્વતીજીનાં વૈશ્વિક રામકથાના આયોજન અંગે આશીર્વાદ મેળવાયા હતા તેમજ પૂ. મોરારિબાપુને રૂબરૂ મળીને વૈશ્વિક રામકથા આયોજનની તૈયારીઓ અંગે વિદિત કરાયા હતા. આ અંગે હિંદુ ધર્માચાર્ય મહાસભાના કન્વીનર અને સેક્રેટરી તેમજ સદભાવના વૃદ્ધાશ્રમનાં માર્ગદર્શક અને સંરક્ષક પ. પૂ (ડૉ.) પરમાત્માનંદ સરસ્વતીજીનું સતત માર્ગદર્શન મળી રહ્યું છે. શારદાપીઠનાં શંકરાચાર્ય પૂ. સદાનંદ સરસ્વતીજીએ સમગ્ર આયોજનની રૂપરેખા જાણી ખુબ આનંદની અભિવ્યક્તિ કરી હતી તેમજ પર્યાવરણની અને વડીલોની સેવા અંગે પુનીત માર્ગદર્શન આપ્યું હતું ઉપરાંતમાં તલગાજરડા ખાતે પૂ. મોરારિબાપુને રૂબરૂ મળી વૈશ્વિક રામકથાનાં આયોજનની માઈક્રો ડીટેલ સદભાવના વૃદ્ધાશ્રમની ટીમે આપી હતી. અત્રે ઉલેખ્ખનીય છે કે વૈશ્વિક રામકથામાં સમગ્ર ભારતભરના પૂ. સાધુ સંતો, મહંતો, ધર્મ ક્ષેત્રનાં અગ્રણીઓ ઉપસ્થિત રહે તે દિશામાં પ્રયત્નો થઇ રહ્યા છે. આ સંદર્ભે સૌ ને દેશભરમાં આમંત્રણ પણ પાઠવાઈ રહ્યા છે. રાજકોટની વૈશ્વિક રામકથા ભક્તિ, પ્રસાદ અને સેવાનો ત્રિવેણી સંગમ રચાશે. સર્વધર્મ સમભાવ માટે આ શ્રેષ્ઠ મોકો છે. 12 વર્ષ બાદ રાજકોટમાં યોજાઈ રહેલી પૂ. મોરારિબાપુની વૈશ્વિક રામકથામાં સૌ કોઈને જોડાવવા, પુણ્યના યજ્ઞમાં આહુતિ આપવા આહવાન છે.
વૃક્ષો અને વડીલોની સેવા કરતા સદભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે તા. 23 નવેમ્બર–2024 થી તા. 01 ડીસેમ્બર-2024 સુધી રેસકોર્સ ગ્રાઉન્ડ,રાજકોટ ખાતે પૂ. મોરારિ બાપુની વૈશ્વિક રામકથા યોજાનાર છે. .
http://dlvr.it/TDNhzn
વૃક્ષો અને વડીલોની સેવા કરતા સદભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે તા. 23 નવેમ્બર–2024 થી તા. 01 ડીસેમ્બર-2024 સુધી રેસકોર્સ ગ્રાઉન્ડ,રાજકોટ ખાતે પૂ. મોરારિ બાપુની વૈશ્વિક રામકથા યોજાનાર છે. .
http://dlvr.it/TDNhzn
Comments
Post a Comment