દ્વારકા ખંભાળિયા ન્યૂઝ અપડેટ:ખંભાળિયામાં દાઉદી વોરા સમાજ દ્વારા ઈદે મિલાદુન નબીની હર્ષભેર ઉજવણી, ભાટિયા ખાતે ICDS અને પ્રોજેક્ટ તુષ્ટિ મારફતે ગ્રૌથ મોનિટરિંગ કેમ્પ યોજાયો
ખંભાળિયામાં દાઉદી વોરા સમાજ દ્વારા ઈદે મિલાદુન નબીની હર્ષભેર ઉજવણી
ખંભાળિયાના દાઉદી વ્હોરા સમાજ દ્વારા આજરોજ ઈદે મિલાદુન નબીની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે ગામના આમીલ સાહેબ મુ. હોઝેફાભાઈની સદારતમાં આજરોજ ભવ્ય ઝુલુસ કાઢવામાં આવ્યું હતું. જેમાં આયાનુલ જમાઅત કમિટીના સભ્યો તથા સમાજના દરેક મેમ્બર્સ સામેલ થયા હતા. આ આયોજનમાં ખંભાળિયાના મુબારક સ્કાઉન્ટ દ્વારા પ્લે કરવામાં આવ્યું હતું. ગત રાત્રિના વ્હોરા વાડમાં આવેલી નૂર મસ્જિદમાં નમાઝ, મજલીસ અને સમાજના સર્વોચ્ચ ધર્મગુરુનું વાઇઝ રિલે કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સમુહ ભોજન (ન્યાઝ)માં સમાજના દરેક મોઅમેની હાજર રહ્યા હતા. આ પ્રસંગે આપણા વતનમાં સુખ, શાંતિ અને ભાઈચારો બની રહે તે માટે ખાસ દુઆ કરવામાં આવી હતી. ભાટિયા ખાતે ICDS અને પ્રોજેક્ટ તુષ્ટિ મારફતે ગ્રૌથ મોનિટરિંગ કેમ્પ યોજાયો
કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે તાજેતરમાં આઈ.સી.ડી.એસ. વિભાગ અને પ્રોજેક્ટ તુષ્ટિ (નયારા એનર્જી દ્વારા સંચાલિત) મારફતે પોષણ માહ અંતર્ગત ગ્રૌથ મોનિટરિંગ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા આઈ.સી.ડી.એસ. વિભાગમાંથી દીપાલીબેન, સી.ડી.પી.ઓ. ગીતાબેન આંબલીયા, તથા આઈ.સી.ડી.એસ. વિભાગ, આરોગ્ય વિભાગ, જિલ્લા મહિલા અને બાળ વિભાગ, આંગણવાડી વર્કર બહેનો તથા કર્મચારીઓએ કાર્યક્રમમાં હાજરી આપી ઉપસ્થિત અધિકારીઓ દ્વારા લાભાર્થીઓને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું. સાથે કૂપોષિત બાળકોનું ગ્રૌથ મોનિટરિંગ, સંપરામર્શ, પુરક પોષણ અને મીલેટ્સમાંથી બનેલી વાનગી સ્પર્ધા, વિવિધ રમતો, લાઈવ રસોઈ સો કરીને પણ વાનગી બતાવવામાં આવી હતી. આદર્શ પરિવાર તેમજ અલગ-અલગ વિજેતાને ઈનામ વિતરણ વિગેરેનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
http://dlvr.it/TDGR5y

Comments
Post a Comment