હિંમતનગરમાં વિશ્વ વાળંદ દિવસની ઉજવણી:નાયી સમાજે માતાજીના ચરણોમાં થાળ અર્પણ કર્યો; ભજન અને સમૂહ આરતી કરી પ્રસાદ ગ્રહણ કર્યો
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં નાયી સમાજે વિશ્વ વાળંદ દિવસની ઉજવણીએ માતાજીને પ્રાર્થના કરીને થાળ અર્પણ કર્યો અને ભજન કીર્તન અને સમૂહ આરતી કરીને તમામે પ્રસાદ ગ્રહણ કર્યો હતો. કાલે વિશ્વ વાળંદ દિવસ હતો. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં નાયી સમાજની 2000 દુકાનો આવેલી છે. જેમાં 400 જેટલી મહિલાઓના બ્યુટી પાર્લર આવેલા છે. જ્યારે હિંમતનગરમાં કૂલ 250 દુકાનો આવેલી છે જેમાં 150 સલુનની દુકાનો છે અને મહિલાઓના 100 જેટલા બ્યુટી પાર્લર છે. ત્યારે હિંમતનગર નાયી એસોસીએસન દ્વારા વિશ્વ વાળંદ દિવસની ઉજવણીએ સોમવારે હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં આવેલા કુળદેવી લીમ્બચ માતાજીના મંદિરે ઉજવણીને લઈને મહિલાઓ દ્વારા ભજન કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ મટકીફોડ કરવામાં આવી હતી. માતાજીની સમૂહ આરતી મહિલાઓ અને પુરુષો દ્વારા કરવામાં આવી હતી. હિંમતનગરના એસોસીએસનના પરિવારો સહિત સમાજ ઉપસ્થિત રહ્યો હતો. ત્યાર બાદ પૂજન અર્ચન સાથે માતાજીને સુખડીનો થાળ અર્પણ કર્યો હતો અને પ્રસાદ ગ્રહણ કર્યો હતો. આ અંગે સાબરકાંઠા નાયી એસોસીએશનના પ્રમુખ વસંત નાયીએ જણાવ્યું હતું કે, વિશ્વ વાળંદ દિવસ છે ત્યારે ઉજવણી સમયે એકઠા થઈને કુળદેવી માતાજીની સમૂહ આરતી કરવામાં આવી હતી. અમારા સમાજમાં મહિલાઓ પણ વ્યવસાયમાં ભાગીદાર છે. હિંમતનગરમાં 250 દુકાનોમાં 100 તો મહિલાઓ બ્યુટી પાર્લર ચલાવે છે. આમ મહિલાઓ ઘરકામ સાથે વ્યવસાય પણ કરે છે તો સાથે પરિવારમાં સહભાગી પણ થાય છે. આજે સમૂહ આરતી કરીને કુળદેવી માતાજીને સમાજની આજના દિવસે ઉત્તરોત્તર સમાજની પ્રગતિ થાય તેવી પ્રાર્થના કરી હતી.
http://dlvr.it/TDKNvp
http://dlvr.it/TDKNvp
Comments
Post a Comment