જૂનાગઢ શહેરના તળાવ દરવાજાના દોઢ વર્ષથી વન-વે રોડના કારણે લોકો ત્રાહિમામ બન્યા છે. આગામી દિવસોમાં નોરતા,દિવાળીનો તહેવાર આવતો હોય તે પહેલા બન્ને તરફ રોડ ચાલુ કરવા લોકોમાંથી માંગ ઉઠી રહી છે.
શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે. આ કામને લઇને તળાવ દરવાજા તરફના રસ્તાને વન - વે કરી દેવાયો છે. જોકે, એક વર્ષના બદલે દોઢેક વર્ષ વિતી ગયા પછી પણ બ્યુટિફિકેશનનું કામ હજુ પુરૂં થયું નથી. જેને કારણે આ રોડને વન-વે જ રાખી દેવાતા લોકોની હાલાકી વધી છે.
ખાસ કરીને આગામી દિવસોમાં નોરતા અને દિવાળી જેવા તહેવારો આવવાના હોય તે પહેલા આ રોડને વન-વેથી મુક્તિ મળે તે જરૂરી છે. એક તો સાંકડો રસ્તો અને તેમાં વન - વે કરી દેવાતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે આ રોડને હવે બન્ને તરફ ચાલુ કરવાની લોકોમાંથી પણ માંગ ઉઠી રહી છે. રેલવે ફાટકના લીધે ટ્રાફીક જામ થાય છે
તળાવ દરવાજાના છેલ્લા દોઢ વર્ષથી વન- વે રોડથી લોકો પરેશાન છે. ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે નરસિંહ મહેતા સરોવરનો રસ્તો બંને તરફ ચાલુ કરવા અતિ જરૂરી છે. એક તરફ રેલવેના ફાટકને હિસાબે ટ્રાફિકજામ થાય છે તો બીજી તરફ વન-વે રસ્તો હોવાને કારણે લોકોને પરેશાન થઈ રહ્યા છે. તો આ રસ્તો તાત્કાલિક બંને સાઈડ ચાલુ થાય તે માટે મનપાના કમિશનરને રજૂઆત કરી છે.> પ્રવિણ મકવાણા,આમ આદમી પાર્ટી.
http://dlvr.it/TDMXBN

Comments
Post a Comment