Skip to main content

ચપ્પલ કાઢવાનું કહેતાં જ ઢીકાપાટુવાળી થઈ: VIDEO:સિહોરમાં ત્રણ શખસે ઇમર્જન્સી વોર્ડમાં ડૉક્ટરને ગાળો બોલી માર માર્યો, હોસ્પિટલમાં તોડફોડ કરી

ભાવનગરના સિહોર તાલુકામાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં ગંભીર હાલતમાં ઈજાગ્રસ્ત એક મહિલાને ત્રણ લોકો સારવાર માટે લઈ આવ્યાં હતાં. એ દરમિયાન ઈમર્જન્સી વિભાગમાં આ મહિલાની સારવાર ચાલતી હતી ત્યારે ડૉક્ટરે મહિલાની સાથે આવેલા ત્રણ લોકોને ચપ્પલ બહાર કાઢવાનું કહેતાં જ તેઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા. ડૉક્ટરને મનફાવે એમ અપશબ્દો બોલી તેમના પર હુમલો કરી દીધો હતો. ઢીકાપાટુનો માર મારી દવાઓ સહિતની સાધનસામગ્રીને નુકસાન પહોંચાડ્યું હતું, જે સમગ્ર ઘટના હોસ્પિટલમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. એક મહિલાને સારવાર કરાવવા માટે ત્રણ લોકો આવ્યા હતા
આ બનાવ અંગે સિહોર પોલીસ સ્ટેશનથી મળતી માહિતી મુજબ, સિહોરમાં આવેલી શિવશક્તિ સોસાયટીમાં રહેતા ડોક્ટર જલદીપસિંહ ગોહિલે એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે સિહોરના ક્રિકેટ છાપરી ગ્રાઉન્ડ પાસે શ્રેય હોસ્પિટલ નામની હોસ્પિટલ આવેલી છે, જેમાં MD ઈમર્જન્સી ડોક્ટર તરીકે દર્દીઓની તેઓ સારવાર કરતા હતા. એ દરમિયાન એક કારમાં ત્રણ શખસ આવ્યા હતા. એક મહિલાને માથાના ભાગે ઈજા થતાં સારવાર માટે ઈમર્જન્સી રૂમમાં તેઓ મહિલાને લઈને આવ્યા હતા. એ દરમિયાન મહિલાની સારવાર ચાલી રહી હતી. ઉશ્કેરાઈને ત્રણેય લોકોએ ડૉક્ટર પર હુમલો કર્યો
આ સમયે ડૉક્ટરે આ ત્રણેય લોકોને ચપ્પલ બહાર કાઢવાનું કહ્યું હતું. જોકે આટલી વાતમાં જ આ ત્રણેય લોકો એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને ડોક્ટર પર હુમલો કરી દીધો હતો. એક બાદ એક પાંચથી છ લાફા માર્યા હતા. અપશબ્દો બોલી ડૉક્ટરને માર મારવા લાગ્યા હતા. આ ત્રણેય શખસે ડૉક્ટર તેમજ હોસ્પિટલના સ્ટાફને જેમ ફાવે એમ ગાળો બોલી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
ત્રણેય શખસે હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. દવા તથા સાધનોને પછાડી આશરે 5000 રૂપિયાનું નુકસાન કર્યું હતું. એ બાદ દર્દીને લઈને કારમાં ચાલ્યા ગયા હતા. જોકે જતાં જતાં પણ ધમકી આપતા ગયા હતા કે જો હવે પછી ક્યારેય ચપ્પલ કાઢવાનુું કહ્યું તો જાનથી મારી નાખીશું. મહિલા દર્દીની સારવાર કરાવ્યા વગર જ આ ત્રણેય લોકો તેને લઈને ત્યાંથી પરત જતા રહ્યા હતા. આ સમગ્ર ઘટના હોસ્પિટલમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે, આથી ડો.જલદીપસિંહ ગોહિલે સિહોર પોલીસ સ્ટેશનમાં સ્કોડા કારમાં આવેલા ત્રણ અજાણ્યા શખસ સામે ફરિયાદ નોંધાવી હતી. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશને હુમલાખોરો સામે કાર્યવાહીની માગ કરી
આ મામલે ભાવનગર ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન પણ લાલઘૂમ થયું છે. ભવિષ્યમાં આવા બનાવો ન બને અને તબીબોની સુરક્ષા જળવાઈ રહે એ માટે હુમલાખોરો વિરુદ્ધ તાકીદે કડક પગલાં લેવા માટે ભાવનગર જિલ્લાના એસપી ડો. હર્ષદ પટેલને લેખિતમાં રજૂ કરવા રજૂઆત કરવામાં આવી છે.


http://dlvr.it/TDF5JL

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6