સરસ્વતી તાલુકાના કાંસા ગામે ખેતરમાં તબેલામાં કામ કરતા છાપરામાં તાળુ તોડી તસ્કરો 27 હજારના દાગીના ચોરીને પલાયન થઇ જતાં ચકચાર મચી હતી. જે અંગે સરસ્વતી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સરસ્વતી તાલુકાના કાંસા ગામે ખેતરમાં તબેલામાં કામ કરતા છાપરામાં તાળુ તોડી તસ્કરો 27 હજારના દાગીના ચોરીને પલાયન થઇ જતાં ચકચાર મચી હતી. જે અંગે સરસ્વતી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સરસ્વતી તાલુકાના કાંસા ગામના પુનાભાઈ કુબેરભાઈ ચૌધરીના તબેલામાં કામ કરતા ગામના મહેશજી રમેશજી ઠાકોર છાપરાને તાળુ મારી પત્ની સાથે ગામમાં કામકાજ અર્થે ગયા હતા.ગામમાં કામ પતાવી બે કલાક બાદ પરત આવતાં છાપરનું દરવાજાનું તાળું તુટેલું જોતાં પરિવારને ફાળ પળી હતી ઘરમાં અંદર જઈ તપાસ કરતા સામાન વેરવિખેર પડયો હતો. પેટીમાંથી દાગીના ચોરાયાનું માલુમ પડ્યુ હતુ.ચાંદીના 27200ના દાગીના ચોરાયા મામલે મહેશજી ઠાકોરે ફરિયાદ નોંધાવી હતી.
http://dlvr.it/TDH0vX
http://dlvr.it/TDH0vX
Comments
Post a Comment