Skip to main content

યુવા પરિચય ગ્રંથ તૈયાર:સામાજિક લગ્ન વ્યવસ્થા તૂટતી બચાવવા 72 ચુંવાળ કડવા પાટીદાર પ્રગતિ મંડળ દ્વારા યુવા પરિચય ગ્રંથ તૈયાર કરાયો

ઉમિયા એજ્યુકેશન ટ્રસ્ટ અને બોતેર ચુંવાળ કડવા પાટીદાર પ્રગતિ મંડળ અમદાવાદ દ્વારા સમાજના સભ્યોને પોતાના દીકરા અને દીકરીઓ માટે જીવનસાથી સરળતાથી મળી રહે એ માટે યુવા પરિચય ગ્રંથ તૈયાર કરાયો છે. જેમાં વિદેશમાં રહેતા 455 દીકરા-દીકરીઓ સહિત 1272 બાયોડેટાનો સમાવેશ કરાયો છે. અા પરિચય ગ્રંથનું વિમોચન બળદેવભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં યુવા બોતેર સમાજના પ્રમુખ કિરીટભાઈ ડી.પટેલ દેવગઢના હસ્તે કરાયું હતું.આ સાથે હાજર યુવકો અને યુવતીઓએ તેમનો પરિચય આપ્યો હતો. મંડળના પ્રમુખ રાજુભાઇ એલ. પટેલ (સીતાપુર)એ જણાવ્યું કે, સમાજના 89 ગામોના 14,400 સભ્યો નોંધાયેલા છે. જે મહેસાણા, કડી, કલોલ, બહુચરાજી સહિત સમગ્ર ઉત્તર ગુજરાત તેમજ અમદાવાદ, વડોદરા, સુરત, અંકલેશ્વર, કચ્છ વગેરે જગ્યાએ ધંધા-રોજગાર અર્થે સ્થાયી છે. ઘણીવાર એવું બને છે કે પૂરતી જાણકારીના અભાવે ઉચ્ચ શિક્ષિત યુવક કે યુવતીને સમાજમાંથી યોગ્ય પાત્ર ન મળતાં અન્યત્ર લગ્ન કરે છે. આવું ન બને તે માટે અમે 1272 યુવક અને યુવતીઓનો બાયોડેટા સાથે યુવા પરિચય ગ્રંથ તૈયાર કર્યો છે. જેમાં સમાજના લગ્નોત્સુક યુવક-યુવતીની તમામ માહિતી છે. અમારો મુખ્ય ઉદ્દેશ સામાજિક લગ્ન વ્યવસ્થા મજબૂત બનાવવાનો છે. આ પ્રસંગે દાતાઓ, આમંત્રિત મહેમાનો અને સભ્યો વગેરેની હાજરીમાં દાતાઓનું સન્માન અને ચિત્ર સ્પર્ધામાં વિજેતાઓને ઇનામ વિતરણ કરાયું હતું. ગ્રંથ વિમોચન સમારોહનું આયોજન મંડળના મંત્રી અરવિંદભાઈ પટેલ, કન્વિનર જગદીશભાઈ પટેલ, સંપાદક કલ્પેશભાઇ અને વ્યવસ્થાપક મુકેશભાઈ પટેલના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું.


http://dlvr.it/TD8lS8

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6